gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in Business
0 0
0
સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતમાં ગોલ્ડ-સિલ્વરની આયાત હવે ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં

– સોનાની આયાતમાં આ તીવ્ર વધારાને કારણે દેશની વેપાર ખાધ 310.60 અબજ ડોલરે પહોંચી  

અમદાવાદ : વિક્રમી ઊંચા ભાવ હોવા છતાં, સોના અને ચાંદીની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં સોના અને ચાંદીની આયાતમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે દેશની વેપાર ખાધ પર દબાણ આવ્યું છે.

વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, એપ્રિલ અને ફેબ્રુઆરી ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતની સોનાની આયાત આશરે ૨૮.૭૩ ટકા વધીને ૬૯ અબજ ડોલર થઈ છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૫૩.૫૨ અબજ ડોલર હતી. સોનાની આયાતમાં આ તીવ્ર વધારાને કારણે દેશની વેપાર ખાધ ૩૧૦.૬૦ અબજ ડોલરે પહોંચી ગઈ છે. એક વર્ષ અગાઉ વેપાર ખાધ ૨૬૧.૮૦ અબજ ડોલર હતી. 

બીજી તરફ, ચાંદીની આયાતમાં પણ બમ્પર ૧૫૦ ટકા આસપાસનો વધારો નોંધાયો છે. એપ્રિલથી ફેબુ્રઆરી, ૨૦૨૬ના સમયગાળા દરમિયાન ચાંદીની આયાત ૧૪૨.૮૭ ટકા વધીને ૧૧.૪૩ અબજ ડોલર થઈ ગઈ છે. ચાંદીનો ઉપયોગ ફક્ત ઘરેણાંમાં જ નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં પણ વ્યાપકપણે થાય છે, જેનાથી તેની માંગ જળવાઈ રહે છે. 

ભારતની સોનાની આયાતમાં સ્વિટ્ઝર્લેન્ડનો હિસ્સો સૌથી મોટો ૪૦ ટકા આસપાસ છે. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (૧૬ ટકા) અને દક્ષિણ આફ્રિકા (આશરે ૧૦ ટકા) આસપાસ છે. નોંધનીય છે કે ભારત ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક દેશ છે અને આયાતનો નોંધપાત્ર હિસ્સો ઘરેણાં ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે જ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર વધતી જતી વેપાર ખાધને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધીને ૧૩.૨ અબજ ડોલર, જીડીપીના ૧.૩ ટકા થઈ ગઈ છે. જોકે, એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન, કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ઘટીને ૩૦.૧ અબજ ડોલર (જીડીપીના ૧ ટકા) થઈ ગયું, જે એક વર્ષ પહેલા ૩૬.૬ અબજ ડોલર હતું.

સોના-ચાંદી અને પ્લેટિનમની આયાત પ્રતિબંધિત 

આયાતને નિયંત્રિત કરવા માટે, સરકારે તાજેતરમાં સોના, ચાંદી અને પ્લેટિનમ વસ્તુઓની આયાત પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. સૌથી મોટી જાહેરાત સરકારે ગઈકાલે કરી છે જેમાં સોના-ચાંદી અને પ્લેટિનમની આયાતને પ્રતિબંધિત કેટેગરીમાં મુકવામાં આવી છે. 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે કસ્ટમ્સ ટેરિફ હેડિંગ ૭૧૧૩ હેઠળ – આ આયાતોને ‘મુક્ત’ શ્રેણીમાંથી ‘પ્રતિબંધિત’માં ખસેડી છે. આમ સરળ આયાત અટકશે અને હવે કાગળકામ, રેગ્યુલેટરીઓ મંજૂરીઓ અને સરકારી મંજૂરી હેઠળ આયાત શક્ય બનશે. આમ હવે મોંઘી મેટલ દેશમાં કંઈ પણ પ્રવેશતા પહેલા તમારે પૂર્વ પરવાનગી અથવા ચોક્કસ લાયસન્સની જરૂર છે.

સૌથી મહત્વનું કે કોઈ અપવાદ વિના આ નિયમ તરત જ લાગુ થઈ ગયો છે. અગાઉ થઈ ગયેલા સોદા, પેમેન્ટ થઈ ચૂકેલા સોદા અથવા રસ્તામાં રહેલા શિપમેન્ટ તમામ પર આ નવા નિયમ લાગુ પડશે. જોકે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત બિઝનેસોને, ૧૦૦ ટકા નિકાસલક્ષી એકમો અને સરકાર અધિકૃત નિકાસ સ્કીમો સાથે જોડાયેલી આયાતને પણ પ્રતિબંધો વિના ચાલુ રાખવાની મંજૂરી રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian…

રજા ચિઠ્ઠીની શરતોનુ પાલન ન થતાં ગોતા વોર્ડમાં એસ્ટેટ વિભાગે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરી | Non complian...

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b…

ગોધરાના યુવાનને બાલાસિનોરમાં ભૂંડ પકડવા બોલાવી ઘાતકી હત્યા કરી નાંખી | A young man from Godhra was b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad…

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad…

10 months ago
જામનગરમાં 10 અસામાજિક તત્ત્વોનાં મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 12 la…

જામનગરમાં 10 અસામાજિક તત્ત્વોનાં મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 12 la…

1 year ago
BIG NEWS | ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી | India’s Strong R…

BIG NEWS | ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી | India’s Strong R…

9 months ago
જામનગરમાં નંદનવન સોસાયટીમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો પકડાયા : રૂપિયા સવા લ…

જામનગરમાં નંદનવન સોસાયટીમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો પકડાયા : રૂપિયા સવા લ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News