Pahalgam attack : પહલગામમાં થયેલા હુમલાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રાજીનામું આપવું જોઈએ. આ માંગણી કરતાં એક વીડિયો ઝારખંડના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને કહી રહ્યા છે કે મંત્રીનું ‘ભૂગોળનું જ્ઞાન’ બરોબર નથી. તેઓ પહલગામને હિમાચલ પ્રદેશમાં ગણીને સુખુને રાજીનામું આપવા કહી રહ્યા છે. જોકે, હવે સુદિવ્ય કુમારે પોતે કહ્યું છે કે, તેઓ કટાક્ષમાં આવુ કહી રહ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત
ઝારખંડ સરકારના શહેરી વિકાસ મંત્રીનું નિવેદન
ઝારખંડ સરકારના શહેરી વિકાસ મંત્રી સુદિવ્ય કુમારનું એક નિવેદન હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં, પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતાં સુદિવ્યએ કહ્યું છે કે, હિમાચલના મુખ્યમંત્રીએ આ માટે રાજીનામું આપવું જોઈએ. વાયરલ વીડિયોમાં પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે તેઓએ કહ્યું કે, ‘હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પહલગામ ઘટના માટે રાજીનામું આપવું જોઈએ. કારણ કે તેઓ પહલગામમાં પોતાના નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મારું માનવું છે કે હિમાચલના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.’
આતો માત્ર એક વ્યંગ હતું: મંત્રી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી ભારે ટીકા થતા મંત્રીએ કહ્યું કે, ‘આતો માત્ર એક વ્યંગ હતું, કારણ કે, દેશમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો છે, પરંતુ તેના માટે વડાપ્રધાન કે ગૃહમંત્રી પાસેથી કોઈ રાજીનામું માંગી રહ્યું નથી. તેથી મેં કહ્યું કે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના માટે રાજીનામું આપવું જોઈએ.’
આ પણ વાંચો: મોબાઇલ ગુમની FIR ન નોંધી એટલે બકરી ચરાવનારો IPS બની ગયો, પ્રથમ પ્રયાસે જ UPSC ક્રેક
ગુરુવારે મંત્રી સુધિવ્ય કુમાર લોહરદગાથી રાંચી પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ લોહરદગા પરિષદમાં થોડીવાર રોકાયા. અહીં, જ્યારે પત્રકારોએ પહેલગામ હુમલા પર સુધિવ્યને પ્રતિક્રિયા પૂછી, ત્યારે તેમણે કહ્યું કે, ‘આ માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ પાસેથી રાજીનામું માંગવું જોઈએ.’