![]()
મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચેની પાકિસ્તાનમાં યુદ્વ શાંતી મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ બન્ને દેશોના હોર્મુઝ સ્ટ્રેટ પર કબજાના દાવાએ વિશ્વનું ટેન્શન વધ્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત આવશે એવું નિવેદન કરતાં અને બન્ને દેશો વચ્ચે સમાધાન કરવા રશીયા, ફ્રાંસ સહિતના દેશો આગળ આવતાં યુદ્વ વિરામ લંબાવવાની શકયતાએ આજે વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી સુધર્યું હતું. વૈશ્વિક બજારોમાં ગઈકાલે રિકવરી બાદ આજે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત ઝડપી ઉછાળો આવ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવ્યા બાદ હવે યુદ્વ વિરામ લંબાવવા સંમતિ થયા પૂર્વે ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી. કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ વ્યાપક તેજીનું તોફાન શરૂ કર્યું હતું. સેન્સેક્સ ૧૨૬૩.૬૭ પોઈન્ટ ઉછળીને ૭૮૧૧૧.૨૪ અને નિફટી ૫૦ સ્પોટ ૩૮૮.૬૫ પોઈન્ટ ઉછળીને ૨૪૨૩૧.૩૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૨૩ ઉછળ્યો : કિર્લોસ્કર રૂ.૧૧૬, સિમેન્સ રૂ.૨૩૩, થર્મેક્સ રૂ.૨૧૮ ઉછળ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે આરંભથી જ આક્રમક ખરીદી થઈ હતી. કિર્લોસ્કર એન્જિન રૂ.૧૧૬.૧૫ ઉછળીને રૂ.૧૫૯૮.૮૫, સુઝલોન રૂ.૩.૨૮ વધીને રૂ.૪૯.૧૩, સિમેન્સ રૂ.૨૩૨.૭૦ વધીને રૂ.૩૫૭૬.૯૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૪૦.૩૦ વધીને રૂ.૪૨૩૯.૬૦, પોલીકેબ રૂ.૨૪૧.૬૦ વધીને રૂ.૭૭૮૮.૫૫, ટીમકેન રૂ.૧૦૫.૪૦ વધીને રૂ.૩૫૭૩.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૨૩.૪૯ પોઈન્ટ ઉછળીને ૭૩૭૨૬.૨૯ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી તેજી : પીજી ઈલેક્ટ્રો રૂ.૫૧, ડિક્સન રૂ.૫૫૭, અંબર રૂ.૩૨૩ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફરી તેજીના વ્યાપક મંડાણ થયા હતા. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામ લંબાતા ફરી વૈશ્વિક વેપાર પૂર્વવત થવાની અપેક્ષાએ ફંડોએ શેરોમાં મોટી ખરીદી કરી હતી. એશીયન પેઈન્ટ રૂ.૭૦.૬૫ વધીને રૂ.૨૪૨૨.૯૫, વોલ્ટાસ રૂ.૩૯.૭૫ વધીને રૂ.૧૪૦૨.૩૫, બર્જર પેઈન્ટ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૪૭૪.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૬૪૧.૩૯ પોઈન્ટ વધીને ૫૯૫૧૧.૧૭ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૯૨૫ પોઈન્ટ ઉછળ્યો : બાલક્રિષ્ન રૂ.૮૯, ટાટા મોટર્સ રૂ.૧૩, ઉનો મિન્ડા રૂ.૨૭ વધ્યા
યુદ્વના ટૂંક સમયમાં અંતના ટ્રમ્પના નિવેદન અને યુદ્વ વિરામ લંબાઈ ગયાના અહેવાલ વચ્ચે ક્રુડ ઓઈલ આયાત અટકવાનું જોખમ હળવું થતાં ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આક્રમક તેજી કરી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૨.૭૦ વધીને રૂ.૩૫૭.૯૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૩૬.૬૫ વધીને રૂ.૧૭૮૧.૫૫, અપોલો ટાયર રૂ.૮.૭૦ વધીને રૂ.૪૪૦.૭૦, મારૂતી સુઝુકી રૂ.૨૦૬.૩૦ વધીને રૂ.૧૩,૨૮૪.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૨૫.૦૭ પોઈન્ટ વધીને ૫૮૪૦૮.૪૪ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં નાસ્દાક પાછળ તોફાની તેજી : યુનિકોમ, નેટવેબ, સિએન્ટ, નેલ્કો, ન્યુજેનમાં તેજી
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં છેલ્લા બે દિવસથી આઈટી શેરોમાં તેજી પાછળ આજે ભારતીય શેર બજારોમાં આજે વિપ્રો, ટીસીએસ સહિતમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. ઓરેકલ ફિનસર્વ રૂ.૩૭૬.૮૦ વધીને રૂ.૭૫૪૨.૧૦, નેલ્કો રૂ.૩૦.૫૫ વધીને રૂ.૬૫૯.૨૫, વિપ્રો રૂ.૬.૮૦ વધીને રૂ.૨૦૯.૮૦, ટેક મહિન્દ્રા રૂ.૪૭.૮૦ વધીને રૂ.૧૪૮૩.૬૦, ટીસીએસ રૂ.૮૧.૭૫ વધીને રૂ.૨૫૫૪.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૨૦.૨૩ પોઈન્ટ ઉછળીને ૩૦૩૭૧.૨૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફરી ફંડો તેજીમાં આવ્યા : બજાજ હેલ્થકેર, વિન્ડલાસ, સન ફાર્મા એડવાન્સ, વેનબરી વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડો ફરી તેજીમાં આવી આજે મોટી ખરીદી કરી હતી. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતી મંત્રણા આગળ વધવાની શકયતા અને ફરી વૈૈશ્વિક વેપાર અંકુશો હળવા થવાની અપેક્ષાએ આજે ફંડોની ખરીદી થઈ હતી. બજાજ હેલ્થકેર રૂ.૨૨.૨૫ વધીને રૂ.૩૫૫.૬૫, પેનેશિયા બાયોટેક રૂ.૧૫.૬૦ વધીને રૂ.૩૪૬.૭૦, અલકેમ રૂ.૨૧૬.૭૫ વધીને રૂ.૫૫૭૬.૩૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૨૬.૧૪ પોઈન્ટ વધીને ૪૩૨૩૪.૦૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફરી આકર્ષણ વધ્યું : આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ, કેનેરા બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી ફંડો, મહારથીઓનું આકર્ષણ વધતું જોવાયું હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૦૩ વધીને રૂ.૬૬.૯૧, કોટક બેંક રૂ.૧૦.૧૦ વધીને રૂ.૩૮૨.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૨૫ વધીને રૂ.૮૩૯.૮૫, કેનેરા બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૪૧.૮૦, પીએનબી રૂ.૨.૩૦ વધીને રૂ.૧૧૩.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૪૧.૬૧ પોઈન્ટ વધીને ૬૩૪૦૭.૯૧ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૬૮૪ પોઈન્ટ વધ્યો : હિન્દાલ્કો રૂ.૩૪, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૮, એપીએલ રૂ.૬૨ ઉછળ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે ખરીદી થઈ હતી. હિન્દાલ્કો રૂ.૩૩.૭૫ વધીને રૂ.૧૦૧૧.૭૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૭૫ વધીને રૂ.૫૮૦.૩૫, એપીએલ અપોલો રૂ.૬૨.૧૫ વધીને રૂ.૨૦૪૦.૬૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૭૮૦.૬૫, વેદાન્તા રૂ.૧૩.૪૦ વધીને રૂ.૭૬૫.૯૦, એનએમડીસી રૂ.૧.૪૫ વધીને રૂ.૮૭.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૮૪.૦૮ પોઈન્ટ વધીને ૪૧૩૩૬.૦૧ બંધ રહ્યો હતો.
ક્રુડમાં નરમાઈએ ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ : બીપીસીએલ રૂ.૧૮, એચપીસીએલ રૂ.૧૮ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ યુદ્વ વિરામ લંબાતા ઘટી આવ્યા સાથે ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ ખરીદી થઈ હતી. બીપીસીએલ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૩૧૦.૨૫, એચપીસીએલ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૩૬૬.૬૫, આઈઓસી રૂ.૪.૨૦ વધીને રૂ.૧૪૫.૨૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૫૦ વધીને રૂ.૨૭૦.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૭૦ વધીને રૂ.૧૩૪૪.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૭૮.૩૯ પોઈન્ટ વધીને ૨૬૯૨૬.૫૯ બંધ રહ્યો હતો.
યુદ્વના ટૂંક સમયમાં અંતના સંકેતે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી : ૩૫૪૭ શેરો પોઝિટીવ બંધ
યુદ્વનો ટૂંક સમયમાં અંત આવવાના સંકેત વચ્ચે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, મહારથીઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી કરતાં માર્કેટબ્રેડથ ફરી સંગીન બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૨૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૫૪૭ અને ઘટનારની ૮૩૬ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૬૬૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૫૯૯ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ફરી શેરોમાં નેટ ખરીદદાર બની જઈ આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૬૬.૧૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૬૮.૯૮કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૮.૫૫ લાખ કરોડ
યુદ્ધ વિરામ લંબાયાના પોઝિટીવ પરિબળે ફરી ફંડો, મહારથીઓ, ખેલંદાઓ બજારમાં સક્રિય બની જઈ શેરોમાં આજે વ્યાપક લેવાલ બનતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૮.૫૫ લાખ કરોડ રહ્યું હતું.










