gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આઈટી શેરોમાં કડાકો : સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 | IT stocks plunge: Sensex falls 757 points t…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in Business
0 0
0
આઈટી શેરોમાં કડાકો : સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 | IT stocks plunge: Sensex falls 757 points t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન યુદ્વના અંત માટે પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ ખાતે બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાના ઈરાનના ઈન્કારે અને ખાસ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા  નાકાબંધી નહીં ઉઠાવે ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાના અને અમેરિકાના  કોઈપણ  હુમલા સામે  લડી લેવાનો નિર્ધાર ઈરાને બતાવી ટ્રમ્પને હંફાવતા ફરી વૈશ્વિક બજારોમાં  સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. અમેરિકાને યુદ્વમાં  હારેલું હોવાનું ઈરાને સ્પષ્ટ કહીને ટ્રમ્પે પાકિસ્તાનની વિનંતી પર યુદ્વ વિરામને એક તરફી લંબાવવાનું જાહેર કર્યા છતાં ટસનું મસ નહીં થઈ ઈરાને અમેરિકાને પડકારતા મામલો બિચક્યો છે. આ પરિબળ સાથે કોર્પોરેટ પરિણામોમાં આઈટી જાયન્ટ એચસીએલ ટેકનોલોજીસના ધારણાથી નબળા પરિણામ અને નવા વર્ષ માટેના આવક વૃદ્વિના નબળા અંદાજોની નેગેટીવ અસરે ફંડોનું આઈટી શેરોમાં હેમરિંગ થતાં કડાકો બોલાયો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરો ફરી રિવર્સ ગીયરમાં આવ્યા હતા. એફએમસીજી શેરોમાં ફંડો નેસ્લે ઈન્ડિયાના રિઝલ્ટ પાછળ સતત લેવાલ રહ્યા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડો લેવાલ રહ્યા હતા. સેન્સેક્સ ૭૫૬.૮૪ પોઈન્ટ તૂટીને ૭૮૫૧૬.૪૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૮.૫૦ પોઈન્ટ ગબડીને ૨૪૩૭૮.૧૦ બંધ રહ્યા હતા.

એચસીએલના નબળા ગાઈડન્સ, પરિણામે શેર રૂ.૧૫૬ તૂટયો : જીએનજી, હેક્ઝાવેર, ટીસીએસ, કોફોર્જ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ગઈકાલે એચસીએલ ટેકનોલોજીસના અપેક્ષાથી નબળા પરિણામ સાથે એઆઈ ક્ષેત્રે ઉદ્યોગ માટે મોટા પડકારો, ચિંતા અને નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના આવક વૃદ્વિના નબળા અંદાજોએ ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૨૨.૫૪ પોઈન્ટ તૂટીને ૨૯૫૧૧.૬૨ બંધ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજીસ રૂ.૧૫૬.૩૫ તૂટીને રૂ.૧૨૮૫.૨૦ રહ્યો હતો. જીએનજી ઈલેકટ્રોનિક્સ રૂ.૪૧.૩૦ તૂટીને રૂ.૩૭૩.૭૫, હેક્ઝાવેર રૂ.૩૪.૨૫ તૂટીને રૂ.૪૫૬.૪૫, ટાટા એલેક્સી રૂ.૨૮૭.૬૫ તૂટીને રૂ.૪૩૬૨.૬૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૬૧.૪૫ તૂટીને રૂ.૫૦૭૩.૮૫, કોફોર્જ રૂ.૫૭ ઘટીને રૂ.૧૨૩૫.૯૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૩.૦૫ ઘટીને રૂ.૫૭૯.૮૦, એમ્ફેસીસ રૂ.૮૯.૩૦ ઘટીને રૂ.૨૩૩૧.૮૦, ઈન્ફોસીસ રૂ.૪૪.૬૫ ઘટીને રૂ.૧૨૬૮.૪૫, સાસ્કેન રૂ.૪૦.૧૫ ઘટીને રૂ.૧૨૯૪.૦૫, ટીસીએસ રૂ.૭૩ તૂટીને રૂ.૨૫૩૭.૫૫, એલટીટીએસ રૂ.૯૧.૩૦ તૂટીને રૂ.૩૫૫૧.૪૫, ટેક મહિન્દ્રાના પરિણામ પાછળ રૂ.૩૭.૫૦ ઘટીને રૂ.૧૪૬૨.૮૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૭૧૦.૭૫, નેલ્કો રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૭૦૩.૯૦ રહ્યા હતા. 

ઓટો ઈન્ડેક્સ ૩૪૫ ઘટયો :  મહિન્દ્રા રૂ.૯૭ તૂટી રૂ.૩૧૫૦ : ટીવીએસ, હ્યુન્ડાઈ, બજાજ ઓટો ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફરી યુદ્વની અનિશ્ચિતતા અને ઉકળતાં માહોલને લઈ ચિંતાએ ફંડો વેચવાલ રહ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૬.૯૫ તૂટીને રૂ.૩૧૫૦.૧૦, ટીવીએસ મોટર રૂ.૯૩.૨૦ ઘટીને રૂ.૩૬૫૯.૦૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૩૬.૫૦ ઘટીને રૂ.૧૮૪૯.૩૦, બજાજ ઓટો રૂ.૧૮૮.૦૫ ઘટીને રૂ.૯૬૦૪, એમઆરએફ રૂ.૨૩૫૯.૩૫ ઘટીને રૂ.૧,૩૭,૧૩૫.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૬૮.૨૫ ઘટીને રૂ.૫૧૯૨.૬૦, મારૂતી સુઝુકી રૂ.૧૧૪.૫૦ ઘટીને રૂ.૧૩,૩૪૩.૮૦, બોશ રૂ.૨૭૩.૯૫ ઘટીને રૂ.૩૭,૮૩૯.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૪૪.૫૬ પોઈન્ટ ઘટીને ૫૮૪૫૨.૦૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૦ ઉછળ્યો : ડાટા પેટર્ન રૂ.૩૦૦, કેઈન્સ રૂ.૨૧૩, એબીબી રૂ.૩૩૨ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે સતત ખરીદી રહી હતી. પીટીસીઆઈએલ રૂ.૨૮૯.૧૦ ઘટીને રૂ.૧૫,૮૬૪.૪૫, થર્મેક્સ રૂ.૬૬.૬૫ ઘટીને રૂ.૪૦૫૩.૩૦, કિર્લોસ્કર બ્રધર્સ રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૧૬૪૦, વારી એનજીૅ રૂ.૪૬.૩૫ ઘટીને રૂ.૩૪૨૭.૬૫ રહ્યા હતા. ડાટા પેટર્નસ રૂ.૩૦૦.૭૦ ઉછળીને રૂ.૩૮૨૬.૮૫, કેઈન્સ રૂ.૨૧૩.૪૦ વધીને રૂ.૪૪૫૯.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૩૩૨.૧૫ વધીને રૂ.૭૫૮૬.૯૫, આઈનોક્સ રૂ.૪.૪૪ વધીને રૂ.૧૦૪.૪૯, ટીમકેન રૂ.૧૧૯.૭૦ વધીને રૂ.૩૬૩૦.૧૫, સિમેન્સ રૂ.૧૨૬.૨૦ વધીને રૂ.૩૮૪૫.૧૦, સુઝલોન રૂ.૧.૪૭ વધીને રૂ.૫૪.૫૬, સીજી પાવર રૂ.૧૯.૯૫ વધીને રૂ.૮૨૪.૯૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૦.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૭૩૩૯.૯૭ બંધ રહ્યો  હતો.

નેસ્લે પાછળ એફએમસીજી શેરોમાં તેજી : એટીએફમાં ઈથેનોલ બ્લેન્ડિંગની મંજૂરીએ સુગર શેરોમાં તેજી

નેસ્લે ઈન્ડિયાના પ્રોત્સાહક પરિણામે આજે સતત બીજા દિવસે એફએમસીજી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. એટીએફ ફયુલમાં હવે ઈથેનોલ બ્લેન્ડિંગની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેતાં અને અન્ય ફયુલ માટે ૧૦૦ ટકા ઈથેનોલ ફયુલની મંજૂરીની હલચલે આજે સુગર શેરોમાં તેજી રહી હતી. બલરામપુર ચીની રૂ.૩૨.૧૫ વધીને રૂ.૫૪૧.૬૦, ગોદાવરી બાયો રૂ.૧૧ વધીને રૂ.૩૨૨.૦૫, ત્રિવેણી રૂ.૧૬.૯૫ વધીને રૂ.૪૧૨, ધામપુર સુગર રૂ.૪.૫૦ વધીને રૂ.૧૪૭.૦૫, બજાજ હિન્દુસ્તાન ૫૭ પૈસા વધીને રૂ.૧૯.૧૮, મગધ સુગર રૂ.૧૨.૫૦ વધીને રૂ.૫૧૬, ઈઆઈડી પેરી રૂ.૨૨.૧૦ વધીને રૂ.૮૭૨.૯૫  રહ્યા હતા. કેઆરબીએલ રૂ.૨૩.૬૦ વધીને રૂ.૩૭૬.૪૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૬૩.૩૦ વધીને રૂ.૨૩૬૮.૭૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૪.૬૨ પોઈન્ટ વધીને ૧૮૯૪૦.૩૫ બંધ રહ્યો હતો. નેસ્લે ઈન્ડિયા રૂ.૧૪૨૪ થઈ અંતે રૂ.૧૭ વધીને રૂ.૧૩૯૫.૭૦, 

મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ : નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો, લોઈડ્સ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેટલની માંગ મજબૂત રહેવાના અંદાજોએ ફંડોનું આકર્ષણ રહ્યું હતું. નાલ્કો રૂ.૧૩.૧૦ વધીને રૂ.૪૩૫.૯૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૪૫ વધીને રૂ.૬૦૪.૯૦, હિન્દાલ્કો રૂ.૧૮.૫૦ વધીને રૂ.૧૦૪૦.૨૦, લોઈડ્સ મેટલ રૂ.૨૮.૬૫ વધીને રૂ.૧૬૭૮.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૬૬.૨૩ પોઈન્ટ વધીને ૪૨૪૪૭.૬૬ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે સાવચેતી : આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૧૩૬૭.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૭૯૯.૯૦ રહ્યા હતા. ૩૬૦ વન રૂ.૪૯.૧૦ ઘટીને રૂ.૧૦૫૫, મુથુટ માઈક્રોફિન રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૮૯.૪૦, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૨૪.૧૫, આઈસીઆઈસીઆઈ એએમસી રૂ.૭૮.૬૦ ઘટીને રૂ.૩૪૩૧.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૫૪.૭૦ પોઈન્ટ ઘટીને ૬૪૪૦૭.૮૫ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ, નિફટીની નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો લેવાલ : ૨૩૯૧ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં કડાકા સામે આજે સ્મોલ, મિડ કેપ શેરો અને એ ગુ્રપના અન્ય ઘણા શેરોમાં આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૯૧ અને ઘટનારની સંખ્યા ૧૮૯૫ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૯૧૯ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૦૭૮.૩૬ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૩,૮૯૫.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૯૭૩.૪૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૦૪૮.૧૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  રહી હતી. કુલ રૂ.૧૮,૭૦૪.૨૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૭૫૨.૪૨ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૯.૩૬ લાખ કરોડ

ઈરાન અને અમેરિકા વચ્ચે મંત્રણા નહીં યોજાતાં ફરી યુદ્વના ટેન્શને એક તરફ સેન્સેક્સ, નિફટીમાં કડાકા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૯.૩૬ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…
Business

યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

April 23, 2026
ખાતર ઉત્પાદન 13 વર્ષના તળિયે, કૃષિ ક્ષેત્ર પર અસર થશે | Fertilizer production at 13 year low agricul…
Business

ખાતર ઉત્પાદન 13 વર્ષના તળિયે, કૃષિ ક્ષેત્ર પર અસર થશે | Fertilizer production at 13 year low agricul…

April 23, 2026
ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલના ભાવ 15 રૂપિયા સુધી વધે તેવી વકી | Petrol diesel prices likely to increase…
Business

ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલના ભાવ 15 રૂપિયા સુધી વધે તેવી વકી | Petrol diesel prices likely to increase…

April 23, 2026
Next Post
ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin…

ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin...

નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig…

નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded with foreig...

મ્યુનિસિપલ કમિશનર રોગચાળાને લઈ ચિંતિત, દક્ષિણઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસ કાબૂમાં લેવા તાક…

મ્યુનિસિપલ કમિશનર રોગચાળાને લઈ ચિંતિત, દક્ષિણઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસ કાબૂમાં લેવા તાક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેનેઝુએલા પર અમેરિકાના કબજાથી ભારતને કેવી રીતે થઈ શકે છે અબજો ડોલરનો ફાયદો? રશિયા પર પણ થશે અસર | US…

વેનેઝુએલા પર અમેરિકાના કબજાથી ભારતને કેવી રીતે થઈ શકે છે અબજો ડોલરનો ફાયદો? રશિયા પર પણ થશે અસર | US…

4 months ago
ધર્મજ પાસે રિક્ષામાંથી બે લાખના ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયા | Three people caught with ganja worth …

ધર્મજ પાસે રિક્ષામાંથી બે લાખના ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયા | Three people caught with ganja worth …

1 year ago
બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

9 months ago
લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou…

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News