gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી 77664 | Sensex falls 852 points to 77 664 as…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in Business
0 0
0
કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી 77664 | Sensex falls 852 points to 77 664 as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પેટ્રોલ, ડિઝલમાં લીટર દીઠ રૂ.૨૫ સુધી તોળાતો ભાવ વધારો

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામને ટ્રમ્પે બેમુદ્દત લંબાવ્યા છતાં હજુ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી બન્ને પક્ષોએ કાયમ રાખીને એકબીજાના જહાજોને અટકાવવાના પ્રયાસો કરતાં રહેતાં વિશ્વ પર હજુ ફયુલ અછતનું સંકટ કાયમ રહેતાં અને ફરી યુદ્વની સ્થિતિમાં પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે ક્રુડ ઓઈલના ભાવ વધતાં વૈશ્વિક શેર બજારોમાં પણ આજે નરમાઈ રહી હતી. ભારતીય શેર બજારોમાં આજે સતત બીજા દિવસે શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાયો હતો. ક્રુડ ઓઈલનો  પુરવઠો ખોરવાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં લીટર દીઠ રૂ.૨૫ સુધી ભાવ વધારો અનિવાર્ય બની જવાના અહેવાલો વહેતાં થતાં આજે ઓટોમોબાઈલ શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ઓટો શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ મોટું ધોવાણ નોતર્યું હતું. જો કે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ તેજી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. રિયાલ્ટી શેરો અને આઈટી-સોફ્ટવેર શેરો પણ તૂટયા હતા. સેન્સેક્સ ૮૫૨.૪૯ પોઈન્ટ ગબડીને ૭૭૬૬૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૦૫.૦૫ પોઈન્ટ તૂટીને ૨૪૧૭૩.૦૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૩૨૬ પોઈન્ટ તૂટયો : અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, મધરસન, મહિન્દ્રા, હીરો તૂટયા

ઓટોમોબાઈલ શેરોમાં  આજે ફરી મોટાપાયે ગાબડાં પડયા હતા. પશ્ચિમ બંગાળ,  તમિલનાડુ સહિત રાજયોની ચૂંટણી પૂરી થયા બાદ ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં લીટર દીઠ રૂ.૨૫ સુધી ભાવ વધારો થવાના  અહેવાલોએ ઓટો ઉદ્યોગ મોટા સંકટમાં આવી જવાની શકયતાએ ફંડોએ મોટું હેમરિંગ કર્યું હતું. અશોક લેલેન્ડ રૂ.૮.૨૫ તૂટીને રૂ.૧૭૦.૭૦, ટીવીએસ મોટર રૂ.૧૫૮.૬૦ ગબડીને રૂ.૩૫૦૦.૪૫, મધરસન રૂ.૪.૪૫ ઘટીને રૂ.૧૨૭.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૩.૯૫ તૂટીને રૂ.૩૦૪૬.૧૫, હીરો મોટોકોર્પ રૂ.૧૫૯.૬૫ તૂટીને રૂ.૫૦૩૨.૯૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૯.૭૦ ઘટીને રૂ.૩૫૧.૯૫, એમઆરએફ રૂ.૨૪૮૨.૨૫ ઘટીને રૂ.૧,૩૪,૬૫૨, આઈશર મોટર્સ રૂ.૧૩૮.૩૦ ઘટીને રૂ.૭૦૮૮.૨૫, મારૂતી સુઝુકી રૂ.૧૮૪.૪૫ ઘટીને રૂ.૧૩,૧૫૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૩૬.૨૧  પોઈન્ટ તૂટીને ૫૭૧૨૫.૮૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૯૮૯ પોઈન્ટ તૂટયો : હવેલ્સ રૂ.૯૧, ડિક્સન રૂ.૪૧૧, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૯ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ કંપનીઓના નબળા પરિણામોની સાથે મોંઘવારીને લઈ માંગ પર અસર પડી હોવાના અહેવાલે ફંડો વેચવાલ રહ્યા હતા. હવેલ્સ ઈન્ડિયા રૂ.૯૦.૮૦ તૂટીને રૂ.૧૨૫૯.૭૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૧૦.૮૫ તૂટીને રૂ.૧૦,૮૫૭.૧૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૫૫૦.૩૫, ક્રોમ્પ્ટન રૂ.૭.૫૫ ઘટીને રૂ.૨૫૩.૪૫, વોલ્ટાસ રૂ.૩૪.૨૦ ઘટીને રૂ.૧૪૪૬.૭૦, બર્જર પેઈન્ટ રૂ.૧૦ ઘટીને રૂ.૪૬૮.૪૦, એશીયન પેઈન્ટ રૂ.૪૦.૧૫ ઘટીને રૂ.૨૫૨૨.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૮૯.૨૩ પોઈન્ટ તૂટીને ૫૯૬૯૩.૬૨ બંધ રહ્યો હતો.

આઈટી ઉદ્યોગમાં એઆઈનો  ફફડાટે આઈટી શેરોમાં ફંડો વેચવાલ : નેલ્કો, ટેક મહિન્દ્રા, ટાટા એલેક્સી તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈના કારણે બિઝનેસમાં મોટો ફટકો પડી રહ્યાના અને ઉદ્યોગ માટે સંકટ વધવાના અહેવાલોએ અને એચસીએલ ટેકનોલોજી બાદ ટેક મહિન્દ્રાના પરિણામ અને હવે ઈન્ફોસીસના પરિણામોને લઈ  ફંડો વેચવાલ રહ્યા હતા. સેઈન્સિસ ટેક રૂ.૫૯.૦૫ તૂટીને રૂ.૧૧૦૭.૬૫, ઈન્ફોબિન રૂ.૮.૩૫ ઘટીને રૂ.૧૭૩.૮૫, ઓરિએન્ટ ટેક રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૨૭૮.૩૫, નેલ્કો રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૬૮૦.૭૦, નેટવેબ રૂ.૧૨૩ ઘટીને રૂ.૩૮૯૭.૮૦, ટાટા એલેક્સી રૂ.૧૨૭.૪૦ ઘટીને રૂ.૪૨૩૫.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૪૨.૪૫ ઘટીને રૂ.૧૪૨૦.૪૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૫૬૩.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૬૭.૧૫ પોઈન્ટ ઘટીને ૨૯૧૪૪.૧૭ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડોની વેચવાલી વધી : એપીએલ અપોલો રૂ.૯૮, વેદાન્તા રૂ.૨૧, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫ તૂટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની વેચવાલી આજે વધતી જોવાઈ હતી. એપીએલ અપોલો રૂ.૯૮.૨૦ ઘટીને રૂ.૨૦૨૨.૩૫, વેદાન્તા રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૭૩૫.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૫૯૨.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫.૨૫ ઘટીને રૂ.૧૨૫૩.૨૦, એનએમડીસી રૂ.૧.૨૪ ઘટીને રૂ.૮૭.૩૩ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૮૯.૦૯ પોઈન્ટ ઘટીને ૪૨૦૫૮.૫૭ બંધ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની આક્રમક ખરીદી : વનસોર્સ, ડો.રેડ્ડીઝ લેબ., પિરામલ ફાર્મા ઉછળ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. વનસોર્સ રૂ.૧૫૭.૫૦ ઉછળીને રૂ.૧૭૬૮.૪૦, ડો.રેડ્ડીઝ લેબ. રૂ.૧૧૬.૦૫ વધીને રૂ.૧૩૩૩.૦૫, માર્કસન્સ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૧૯૩.૦૫, પિરામલ ફાર્મા રૂ.૯.૯૦ વધીને રૂ.૧૬૩.૮૦, સિપ્લા રૂ.૭૦.૮૫ વધીને રૂ.૧૩૦૫.૮૫, થેમીસ મેડી રૂ.૪.૬૯ વધીને રૂ.૯૫.૪૮, ગ્લેનમાર્ક રૂ.૯૫.૬૫ વધીને રૂ.૨૩૩૭.૨૦, યુનિકેમ લેબ રૂ.૧૪.૬૫ વધીને રૂ.૩૮૪.૭૫, એફડીસી રૂ.૧૧.૮૫ વધીને રૂ.૩૭૨.૩૦, મેનકાઈન્ડ રૂ.૫૬.૬૫ વધીને રૂ.૨૨૯૧.૮૫, લૌરસ લેબ રૂ.૩૨.૭૫ વધીને રૂ.૧૧૨૮.૮૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૬૭૯.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૨૩.૬૧ પોઈન્ટ ઉછળીને ૪૪૨૧૪.૪૪ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ડાટાપેટર્ન રૂ.૩૦૭, પાવર ઈન્ડિયા રૂ.૧૩૮૭ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં  પણ ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ડાટાપેટર્ન રૂ.૩૦૭.૫૦ વધીને રૂ.૪૧૩૪.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૧૩૮૭.૨૦ વધીને રૂ.૩૧,૭૨૦.૯૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૨.૭૫ વધીને રૂ.૧૪૨૩.૫૦, સીજી પાવર રૂ.૧૨.૬૦ વધીને રૂ.૮૩૭.૫૦, ભેલ રૂ.૪.૪૦ વધીને રૂ.૩૩૭.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬.૬૫ વધીને રૂ.૫૬૧.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૦૮.૩૬ પોઈન્ટ વધીને ૭૭૬૪૮.૩૩ બંધ રહ્યો હતો.

એસઈપીસીમાં ઉછાળે ઓપરેટરનું ઓફલોડિંગ : ડેલ્ટા કોર્પ, ઝોડિયાક, લવેબલ, શૈલી એન્જિ. ઉછળ્યા

ગેમિંગ ઉદ્યોગ માટે પોઝિટીવ ડેવલપમેન્ટે ડેલ્ટા કોર્પ રૂ.૧૩.૫૭ ઉછળીને રૂ.૮૧.૪૫, ઝોડિયાક રૂ.૫૯.૪૫ ઉછળીને રૂ.૩૫૬.૯૦, રૂપા રૂ.૨૫.૨૦ વધીને રૂ.૧૭૦.૩૦, લવેબલ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૮૪.૮૧, એસઈપીસી લિમિટેડમાં ઉછાળે ઓપરેટરોના ઓફલોડિંગ વચ્ચે શેર ૨૫ પૈસા વધીને રૂ.૭.૭૪, શૈલી એન્જિનિયરીંગ રૂ.૨૫૨.૫૫ વધીને રૂ.૨૧૮૬.૨૫, હલ્દિન ગ્લાસ રૂ.૯.૬૯  વધીને રૂ.૯૬.૪૧, વેબલ સોલાર રૂ.૯.૬૮ વધીને રૂ.૧૦૬.૫૩ રહ્યા હતા.  

સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટીમાં કડાકા સામે સ્મોલ, મિડ કેપમાં કરંટ : ૨૬૦૨ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત બીજા દિવસે કડાકા સામે આજે સ્મોલ, મિડ કેપ શેરો અને એ ગુ્રપના અન્ય ઘણા શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અલબત માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ  રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૮૧ અને ઘટનારની સંખ્યા ૨૬૦૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૩૨૫૫ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૪૧ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૨૫૪.૭૧ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૨,૮૨૯.૧૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૦૮૩.૮૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૯૪૧.૩૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૪૯૮.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૫૫૬.૮૪ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૬.૩૯ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં કડાકા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ છતાં એ ગુ્રપના શેરોમાં મોટું ધોવાણ થતાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૯૭ લાખ કરોડ ઘટ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…
Business

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…

April 24, 2026
ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…
Business

ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

April 24, 2026
એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …
Business

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

April 24, 2026
Next Post
વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school's...

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche...

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …

અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …

8 months ago
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય

12 months ago
સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા | dearness all…

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા | dearness all…

4 months ago
25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News