gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેતાઓના નાટક કરતાં ‘નોટા’ સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે! | Gujarat Local Poll…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
નેતાઓના નાટક કરતાં ‘નોટા’ સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે! | Gujarat Local Poll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મોકળા મને પ્રજાના પ્રતિનિધિને પસંદ કરવાની લોકશાહીનો આ અવસર નેતાઓનું નાટક વિશેષ બની રહ્યો હોય તેવી મૂંઝવણ અનેક મતદારો અનુભવી રહ્યા છે. રાજકીય પક્ષોની નીતિઓ અને તેમના દ્વારા પસંદ કરવામાં આવતા ઉમેદવારોમાં ભલીવાર ન જણાય તો મતદાન થાય પણ અણગમો દર્શાવી શકાય એ માટે ચૂંટણી પંચે વર્ષ 2013થી ‘નોટા’નો અમલ શરુ કર્યો. મૂંઝવણ અનુભવતા અને મતદારોને નેતાઓના નાટક કરતાં નોટા સારો લાગે છે. વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અઘધધ… 8.37 લાખ મતદારોએ ‘નોટા’નું બટન દબાવ્યું હતું. આ વખતે પણ સોશિયલ મીડિયા ઉપર રમૂજો શરૂ થઈ ચૂકી છે. સત્તાની શતરંજમાં વિકલ્પનો અભાવ છે ત્યારે ભાજપ ફાવશે તેમ મતદારો માને છે.

ચૂંટણી જંગ: 10,000 બેઠકો અને 25,551 ઉમેદવારો

રાજ્યના 15 મહાનગરપાલિકાઓ, 84 પાલિકાઓ ઉપરાંત 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોની 10,000થી વધુ બેઠકો માટે 25,551 ઉમેદવારો વચ્ચે રવિવારે ચૂંટણી જંગ જામશે. માંડ દસ દિવસ સુધી ચાલેલા પ્રચારમાં ભાગ્યે જ સંભાળવા મળ્યા હતા તેવા પ્રચાર ભૂંગળા સત્તાવાર રીતે શાંત થઇ ચૂક્યા છે. નેતા બનવા મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે હવે ઘરે ઘરે પ્રજા સામે હાથ જોડવા માટે થોડા જ કલાકો બચ્યાં છે. મતદાર રાજા મન કળાવા દેતો નથી એટલે જીત થશે કે હાર એ ઉચાટ પણ આગામી મંગળવાર સુધીનો જ છે. એ પછી ઉમેદવારમાંથી નેતાઓ બની જશે તેને તો પાંચ વર્ષ માટે ઘી-કેળાં જ છે.

નેતાઓના નાટકથી કંટાળેલા મતદાર માટે ‘નોટા’ શ્રેષ્ઠ

ચૂંટણીનો માહોલ જામતો નથી પણ પ્રજાજનોમાં ચર્ચા અનેક છે. પાંચ-પંદર દિવસ પ્રજાને માઈ-બાપ કહેવાના અને એ પછી પાંચ વર્ષ સુધી વાવેલું લણવાના દિવસો આવી જશે એ વિચારીને અનેક સામાન્ય જનતાના મ્હ્જમાં અત્યારથી ઘૂમરાઇ રહ્યા છે. જે લોકો નોકરી, કામ-ધંધા કે બીજે ક્યાંય ન ચાલે તે રાજકારણમાં ચાલે તેવો લોકોક્તિ વધુ દ્રઢ બની છે. એમાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો મુખ્ય રાજકીય પક્ષ ઉપરાંત સિઝનલ નેતાઓ, પક્ષો અને ઉમેદવારો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દરેક વોર્ડમાં નેતાઓ અને તેમના વાયદાઓની એવડી મોટી ભરમાર સર્જાય છે કે, મતદાર બિચારો બનીને મુંઝવણમાં મુકાઈ જાય છે. સ્થિતિ એવી સર્જાય છે કે, મતદારને રાજકારણી કે તેમના વાયદા ઉપર ભરોસો રહેતો નથી. આખરે, નેતાઓના નાટકથી કંટાળેલા મતદારને નોટાનો વિકલ્પ વધુ સારો લાગે છે.

નેતાઓના નાટક કરતાં 'નોટા' સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે! 2 - image

લોકશાહીમાં ‘કોઈ પણ પસંદ નથી’ કહેવાનો અધિકાર

‘નોટા’ એટલે.. નન ઓફ અબોવ. મતદાન મશીનમાં ઉમેદવારોની યાદી દર્શાવી છે તેમાંથી કોઈ પસંદ કે લાયક નથી તેવી લાગણી લોકશાહી ઢબે વ્યક્ત કરવા નોટાની અમલવારી વર્ષ 2013થી ચૂંટણી ‘પંચે કરી છે. વર્ષ 2021ની ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 8.39 લાખ મત ‘નોટા’ના ફાળે ગયા હતા. વિકલ્પના અભાવે મુંઝવણનો માર્યો મતદાર જ્યારે મતદાન મશીન ઉપર બટન દબાવવા જાય ત્યારે ‘નોટા’નું બટન પણ દબાવી નાંખે છે તે વલણ વધતું જાય છે. સમસ્યાઓથી ઘેરાયેલાં સામાન્ય નાગરિક એટલે કે મતદારોની વાત સાંભળવાનો સમય નેતાઓ પાસે નથી એટલે પોતાની વાતના ભાષણો પિરસ્યા રાખે છે તેનાથી મુંઝાયેલા મતદારના આખરી આક્રોશ તરીકે ‘નોટા’ જણાય છે. 

અઢળક વિકલ્પો છતાં વિશ્વાસપાત્ર નેતાઓનો દુકાળ

રાજકારણના અનેક રંગ વચ્ચે ચૂંટણીની ચોપાટ બિછાવી દેવાઈ છે ત્યારે ? મતદાનના દિવસ એટલે કે રવિવાર પૂરતો મતદાર રાજા બની રહેવાનો છે. એ પણ વાસ્તવિકતા છે કે, સત્તા માટેની શતરંજમાં અઢળક વિકલ્પો જોવા મળી રહ્યાં છે પણ મતદારોમાં ‘ટોળાંશાહીનું મનોવિજ્ઞાન’ કામ કરી જશે. અઢળક વિકલ્પો વચ્ચે પણ વિશ્વાસપાત્રના અભાવ વચ્ચે છેવટે તો ભાજપ જ ફાવી જશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખરા અર્થમાં સ્થાનિક લોકોને ખરેખર સ્વ-રાજનો અહેસાસ થાય તેવા દ્રશ્યોના બદલે રવિવારે મતદાન દરમિયાન સામ, દામ, દંડ અને ભેદના ખેલ ખેલાશે. ભારતીય લોકશાહીના ચૂંટણી જંગમાં છેવટે તો જંગ જીત્યો તે જ રાજા કહેવાય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ વધુ: રાજકીય ચાલાકી કે આંતરિક સમજૂતી?

વર્ષ 2013 થી ‘નોટા’ની શરૂઆત થઈ છે. ગુજરાતમાં લોકસભા કે વિધાનસભા ચૂંટણી કરતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘નોટા’નો ઉપયોગ વિશેષ થતો હોવાનું આંકડાઓ ઉપરથી જણાય છે. બે-બે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં આખા ગુજરાતમાંથી ચારથી પાંચ લાખ મત ‘નોટા’માં પડ્યા હતા. પણ, વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘નોટા’ના ફાળે 8.37 લાખ મતો ગયા હતા. રાજકીય નિરીક્ષકોના મતે, સ્થાનિક સ્વરાજ્યની દરેક બેઠકમાં મતો ઓછા અને હરિફો વધુ હોય છે. જે ઉમેદવારો ઉભા રાખવામાં રાજકીય દાવપેચ ખેલાય છે તે જ રીતે મજબૂત હરિફ ઉમેદવારના મત કાપવા માટે મતદારોને રાજી કરીને નોટાનું ચિહ્ન બતાવીને મતદાન કરાવાય તેવું બની શકે છે. આમ, મતદારની નારાજગી માટે અમલમાં લવાયેલાં ‘નોટા’નો ઉપયોગ હવે રાજકીય ચાલાકી કે આંતરિક સમજૂતી માટે થતો હોવાની સંભાવના પણ અમુક લોકો જોવે છે.

નેતાઓના નાટક કરતાં 'નોટા' સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે! 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો
GUJARAT

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

April 25, 2026
બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…
GUJARAT

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…

April 25, 2026
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
GUJARAT

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

April 25, 2026
Next Post
જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded…

જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded...

કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં... બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |...

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’, UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવ…

‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’, UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવ…

7 months ago
પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

6 months ago
ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. 1.86 લાખ કરોડને પાર થઇ ગઇ | GST revenue in August crosses Rs 1 86 lakh cro…

ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. 1.86 લાખ કરોડને પાર થઇ ગઇ | GST revenue in August crosses Rs 1 86 lakh cro…

8 months ago
હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News