![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી તૂટી ગયા હતા. જો કે ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠના પહલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલદીઠ ૧૧૨ ડોલર ઉપર ગયાના સમાચારથી વૈશ્વિક ક્રૂડ તેલના બજારોમાં આજે અજંપો વધ્યો હતો.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ ચાર ટકા વધતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૨.૭૦ ડોલર થઈ ૧૧૧.૯૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૧.૮૫ થઈ ૧૦૦.૫૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ વધતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યું હતું.
વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૭૦૩ વાળા નીચામાં ભાવ ૪૫૫૫ થઈ ૪૫૮૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ તૂટયા હતા જયારે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ ઘટયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૭૨.૯૪ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે હાલનો માહોલ જોતાં ક્રૂડતેલના ભાવ આગળ ઉપર ઉંચામાં ૧૨૦થી ૧૩૦ ડોલર સુધી ઉછળવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર ચાંદીના ભાવ રૂ.૭૦૦૦ ઘટી રૂ.૨૩૬૫૪૧ રહ્યા હતા જ્યારે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૮૧૮૬ તથા ૯૯૯ના રૂ.૧૪૮૭૮૨ રહ્યા હતા.










