gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in Business
0 0
0
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ અંતની સમજૂતી હોર્મુઝ પર અંકુશ મામલે ઘોંચમાં પડતાં અનિશ્ચિતતાએ વૈશ્વિક ઓઈલ પુરવઠો ખોરવાઈ રહ્યાના અને સંકટ ઘેરાઈ રહ્યાના સંકેત તેમ જ ભારતની ઓઈલની આયાત મોંઘી બનવાની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતાં નેગેટીવ પરિબળોએ  આજે ફંડોએ સાવચેતીમાં ફરી તેજીને બ્રેક લગાવી હતી. વૈશ્વિક સંકટ વચ્ચે કોર્પોરેટ વિશ્વનો વેપાર ખોરવાઈ રહ્યો હોઈ ઘણી કંપનીઓ લોનમાં ડિફોલ્ટ થવાના જોખમે બેંકોનું માર્જિન ભીંસમાં આવવાના પરિબળે ફોરેન ફંડોએ આજે બેંકિંગ શેરોમાં મોટું હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો. ફંડોએ આ સાથે ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં નરમાઈ જોવાઈ હતી. અલબત ફંડોએ રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરો અને મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. સેન્સેક્સ ૪૧૬.૭૨ પોઈન્ટ ઘટીને ૭૬૮૮૬.૯૧ અને નિફટી ૫૦ સ્પોટ ૯૭ પોઈન્ટ ઘટીને ૨૩૯૯૫.૭૦ બંધ રહ્યા હતા. 

બેંકેક્સ ૧૦૨૩ પોઈન્ટ તૂટયો : યુનિયન બેંક, એક્સિસ બેંક, કેનેરા બેંક, બીઓબી, આઈડીએફસી બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ખાસ પીએસયુ બેંકોમાં મોટી વેચવાલી કરતાં ગાબડાં પડયા હતા. બેંકોના પરિણામો પણ અપેક્ષિત નહીં રહી માર્જિન ભીંસમાં આવી રહ્યાના નિર્દેશોએ ફોરેન ફંડોનું મોટું હેમરિંગ થયું હતું. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૭૦.૭૦, એક્સિસ બેંક રૂ.૩૫.૧૦ તૂટીને રૂ.૧૨૮૯.૪૦, કેનેરા બેંક રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૩૭.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૬.૨૦ ઘટીને રૂ.૨૬૭.૭૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૫૮ ઘટીને રૂ.૬૮.૭૨, પીએનબી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૧૧.૪૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૧.૧૫ ઘટીને રૂ.૧૦૨૨.૩૦,સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૧૦૯૦.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૩૦ ઘટીને રૂ.૧૨૯૧.૭૫ રહ્યા હતા. એસબીઆઈ કાર્ડ રૂ.૨૩.૩૦ તૂટીને રૂ.૬૪૭.૭૦, અરમાન ફિન રૂ.૫૩.૩૫ ઘટીને રૂ.૧૪૯૪.૬૫, કેનફિન હોમ રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૮૮૪.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંક્ક્સ ઈન્ડેક્સ ૧૦૨૩.૩૦ પોઈન્ટ તૂટીને ૬૨૩૬૦.૦૬ બંધ રહ્યો હતો.

ચૂંટણીઓ બાદ પેટ્રોલ, ડિઝલના ભાવ વધવાના અંદાજો અને મારૂતીના નબળા પરિણામે ઓટો શેરોમાં વેચવાલી

રાજયોની ચૂંટણીઓ હવે પૂરી થવામાં છે ત્યારે પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થવાના અંદાજો મૂકાઈ રહ્યા હોઈ અને મારૂતી સુઝુકીના નબળા પરિણામે આજે ઓટો શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. મારૂતી સુઝુકીના નબળા ત્રિમાસિક પરિણામે શેર રૂ.૩૩૩.૯૫ તૂટીને રૂ.૧૨૮૯૧.૭૦,  આઈશર મોટર્સ રૂ.૧૦૦.૭૫ તૂટીને રૂ.૭૦૭૦.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪.૬૦ ઘટીને રૂ.૩૦૮૮, બજાજ ઓટો રૂ.૧૬૯.૭૦ ઘટીને રૂ.૯૪૯૨.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૬૫.૯૯ પોઈન્ટ ગબડીને ૫૬૯૭૨.૮૨ બંધ રહ્યો હતો.

વૈશ્વિક આઈટી ક્ષેત્રે સંકટના અહેવાલે શેરોમાં નરમાઈ : યુનીઈકોમ, તાન્લા, ટાટા ટેકનોલોજી, ઝેનસાર તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ પડકાર બની રહ્યું હોઈ ઉદ્યોગ માટે સંકટ વધતાં વૈશ્વિક બજારોમાં આઈટી શેરોમાં વેચવાલી સાથે ભારતીય શેર બજારોમાં  પણ ફંડો વેચવાલ રહ્યા હતા. યુનીઈકોમર્સ રૂ.૯.૯૫ તૂટીને રૂ.૯૮.૪૭, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૩.૯૫ તૂટીને રૂ.૫૫૯.૭૦, ટાટા ટેકનોલોજી રૂ.૨૨.૬૫ તૂટીને રૂ.૫૬૯.૯૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૫૨૮.૩૫, માસ્ટેક રૂ.૫૩.૮૦ ઘટીને રૂ.૧૬૮૩.૩૦, સિએન્ટ રૂ.૨૫.૫૫ ઘટીને રૂ.૮૫૯.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૨.૪૫ ઘટીને રૂ.૧૧૯૬.૨૫, રામકો સિસ્ટમ રૂ.૯.૭૦ ઘટીને રૂ.૪૨૦.૧૦, ઝેગલ રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૫૪.૬૫, જેનેસીસ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૬૭.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૨૧ પોઈન્ટ ઘટીને ૨૮૦૩૬.૩૧ બંધ રહ્યો હતો. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત બીજા દિવસે ફંડો લેવાલ : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, અદાણી ગેસ વધ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચોથા ત્રિમાસિકના પરિણામમાં નફામાં ઘટાડા છતાં કંપની દ્વારા આંધ્ર પ્રદેશમાં ૧૭ અબજ ડોલરથી વધુ રોકાણ ૨૦૩૦ સુધીમાં કરીને સૌથી વિશાળ ૧.૫ ગીગાવોટ ડાટા સેન્ટર કલ્સ્ટરનું નિર્માણ કરવાનું જાહેર કરાતાં શેરમાં આકર્ષણે રૂ.૨૨.૯૫ વધીને રૂ.૧૩૮૮.૯૦ રહ્યો હતો. ઓએનજીસી રૂ.૧૫.૫૦ વધીને રૂ.૩૦૧.૩૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૨૧.૪૫ વધીને રૂ.૪૯૭.૪૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૭.૯૦ વધીને રૂ.૬૫૪ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૧૦.૭૨ પોઈન્ટ વધીને ૨૭૮૩૯.૦૫ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડો લેવાલ : અદાણી એન્ટરપ્રાઈસીઝ, લોઈડ્સ મેટલ, હિન્દાલ્કો, સેઈલમાં ફંડોની તેજી

મેટલની વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રકચર માંગ વધવાની અપેક્ષા અને ઘર આંગણે પણ મોટા પ્રોજેક્ટોના નિર્માણ માટે માંગ વધવાના અંદાજોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૯.૫૦ વધીને રૂ.૨૪૧૦.૮૫, લોઈડ્સ મેટલ રૂ.૨૦.૯૫ વધીને રૂ.૧૭૫૦.૯૫, હિન્દાલ્કો રૂ.૧૨.૪૦ વધીને રૂ.૧૦૭૪.૩૦, સેઈલ રૂ.૧.૬૦ વધીને રૂ.૧૮૫.૭૫, ટાટા સ્ટીલ રૂ.૧.૫૫ વધીને રૂ.૨૧૫.૦૫ રહ્યા હતા.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : કોવઈ રૂ.૩૧૭ તૂટયો : માર્કસન્સ, વનશોર્સ, થેમીસ મેડી, લૌરસ ઘટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. કોવઈ રૂ.૩૧૬.૯૫ ઘટીને રૂ.૫૬૫૯.૮૦, માર્કસન્સ રૂ.૭.૪૦ ઘટીને રૂ.૧૮૪.૫૫, વનશોર્સ રૂ.૬૫.૭૦ ઘટીને રૂ.૧૭૬૨.૫૦, થેમીસ મેડી રૂ.૩.૦૮ ઘટીને રૂ.૯૪.૪૨, લૌરસ લેબ્સ રૂ.૩૩.૪૫ ઘટીને રૂ.૧૦૯૦.૪૦, ટારસન્સ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૧૨.૪૫, પિરામલ ફાર્મા રૂ.૪.૪૫ ઘટીને રૂ.૧૬૪.૩૦, મેદાન્તા રૂ.૨૮.૮૫ ઘટીને રૂ.૧૧૩૬.૪૦, બજાજ હેલ્થકેર રૂ.૮.૩૦ ઘટીને રૂ.૩૨૪.૭૦ રહ્યા હતા.

કોહાન્સ, ટાટા કેમિકલ્સ, એચસીસી, ચેન્નઈ પેટ્રો, આરકે ફોર્જિંગ, આરઆર કાબેલ, કેએનઆરમાં તેજી

ખરાબ બજારે આજે એ ગુ્રપના પસંદગીના શેરોમાં કોર્પોરેટ પરિણામો સારા આવ્યાની તેજી જોવાઈ હતી એજીઆઈ રૂ.૧૦૮.૮૫ ઉછળીને રૂ.૬૭૩.૪૦, કોહાન્સ રૂ.૬૧.૪૫ વધીને રૂ.૪૯૪.૧૫, એચસીસી રૂ.૧.૬૮ વધીને રૂ.૨૨.૪૨, ઈપેક રૂ.૨૧.૩૫ વધીને રૂ.૨૯૧.૦૫, ચેન્નઈ પેટ્રો રૂ.૭૪.૭૫ વધીને રૂ.૧૦૭૨.૦૫, કેએનઆર કન્સ્ટ્રકશન રૂ.૮.૬૫ વધીને રૂ.૧૩૦.૭૫, આરકે ફોર્જ રૂ.૩૮.૮૫  વધીને રૂ.૬૦૨.૨૦, આરઆર કાબેલ રૂ.૧૦૨.૫૦ વધીને રૂ.૧૬૧૦.૩૫, વોલ્ટેમ્પ રૂ.૩૦૬.૬૦ વધીને રૂ.૧૧,૪૯૮.૭૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૫.૯૦ વધીને રૂ.૧૭૨૫.૫૫, ઈન્ડસ ટાવર રૂ.૧૦.૯૫ વધીને રૂ.૪૧૩.૯૦ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપમાં શેરોમાં ઉછાળે એચએનઆઈ, ફંડોનું પ્રોફિટ બુકિંગ : ૨૩૫૧ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આજે તેજીને બ્રેક લાગ્યા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ થતાં  માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૩  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૦૨૩થી ઘટીને ૧૯૧૦  અને ઘટનારની સંખ્યા ૧૩૪૫થી વધીને ૨૩૫૧  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૮ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૬.૯૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ફરી ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે ઘણા શેરોના ભાવમાં ઘટાડાએ આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯૮ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૬.૯૩ લાખ કરોડ રહી ગયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …
Business

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

April 29, 2026
નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…
Business

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

April 29, 2026
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…
Business

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…

April 29, 2026
Next Post
સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv...

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો ...

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha…

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha…

8 months ago
શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

2 months ago
જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

1 year ago
સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News