નવી દિલ્હી : વર્તમાન વર્ષના પાંચમી ફેબુ્રઆરી સુધીમાં સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ (એસઈઝેડ) અને નિકાસ લક્ષી એકમો ખાતેથી જે કંપનીઓએ માલસામાનની નિકાસ કરી છે તેઓ રેમિસન ઓફ ડયૂટીસ એન્ડ ટેકસિસ ઓન એકસપોર્ટડ પ્રોડકટસ (આરઓડીટીઈપી) સ્કીમ હેઠળના લાભો માટે દાવા કરી શકે છે.
આ અગાઉ સરકારે દાવા માટેની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ નિશ્ચિત કરી હતી. રાજ્યો તથા કેન્દ્ર દ્વારા ઈનપુટ પ્રોડકટસ તથા અન્ય પર વસૂલવામાં આવતી ડયૂટીસ, ટેકસિસ તથા લેવીસનું સદર સ્કીમ હેઠળ નિકાસકારોને રિફન્ડ અપાય છે.
એડવાન્સ ઓથોરાઈઝેશન, એસઈઝેડ તથા નિકાસ લક્ષી એકમો ખાતે ઉત્પાદિત માલસામાનની નિકાસને આરઓડીટીઈપી સ્કીમ હેઠળના ટેકાને પાંચમી ફેબુ્રઆરી સુધી લંબાવવામાં આવ્યો છે, એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા એક નોટિફિકેશનમા ંજણાવાયું છે.
જો કે ૬ ફેબુ્રઆરી બાદની નિકાસને આ લાભો મળી શકશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અન્ય શ્રેણીઓ માટે એટલે કે સ્થાનિક ટેરિફ વિસ્તારના એકમો (એસઈઝેડ તથા નિકાસ લક્ષી એકમોની બહારના)ને આ સ્કીમ હેઠળ ૩૦ સપ્ટેમ્બર સુધી લાભો મળવાનું ચાલુ રહેશે.