મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા.વિશ્વ બજાર ઘટતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ઝડપી ઉછળતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડો થયો છે અને તેના પગલે આજે દેશના ઝવેરી બજારોમાં ઉંચેથી ઘટતા ભાવો વચ્ચેો વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૦૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૮૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૪૧થી ૩૦૩૫ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૩.૪૩થી ૩૩.૨૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૧૫૨ વાળા રૂ.૮૭૮૧૬ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૫૦૬ વાળા રૂ.૮૮૧૬૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૮૩૯૨ વાળા રૂ.૯૭૬૨૦ બોલાતા થયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૯૮૯ રહ્યા પછી ઘટી ૯૭૫ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા.
જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૮૯ રહ્યા પછી ઘટી ૯૭૫ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૭ તથા નીચામાં ૯૪૬ થઈ ૯૪૯થી ૯૫૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધતા અટકી પાંચ મહિનાની ટોચ પરથી આજે ૦.૭૦ટકા ઘટયા હતા. કોપરના ભાવ ઉંચામાં ટનના ૧૦ હજાર ડોલરને આંબી ગયા પછી પીછેહટ બતાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમં બેતરફી ચાલ દેખાી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૮૯ વાળા ઉંચામાં ૭૨.૫૧ થઈ ફરી ઘટી નીચામાં ભાવ ૭૧.૫૧ થઈ ૭૧.૮૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૭.૨૦ વાલા ઉંચામાં ૬૮.૬૫ તથા નીચામાં ૬૭.૬૯ થઈ ૬૮.૦૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ભારતના ઝવેરી બજારોમાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ સોનાના ભાવમાં ડિસ્કાઉન્ટ વધી ૮ મહિનાની ટોચે પહોંચ્યાનાી વાવડ હતા. આવા ડિસ્કાઉન્ટ ઔંશના ૩૯ ડોલરથી વધી હવે ૪૧ ડોલર સુધી પહોંચ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવાઓ ૨૦૦૦ વધ્યાના વાવડ હતા.