gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સરકારની નવી શિક્ષણ નીતિનો વાજતે ગાજતે પ્રચાર કરીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આજથી ત્રણ વર્ષ પહેલા વિવિધ ફેકલ્ટીઓમાં ચાર વર્ષના ડિગ્રી ઓનર્સ કોર્સ શરુ કર્યા હતા.હવે જ્યારે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં પ્રવેશ આપવાનો આવ્યો છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ હાથ અધ્ધર કરી દીધા છે.

બે દિવસ પહેલા મળેલી ફેકલ્ટી ડીનોની બેઠકમાં થયેલી ચર્ચા બાદ ઓનર્સ કોર્સના ભાગરુપે ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને ભણાવવા કે વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ત્રીજા વર્ષમાં પાસ થનારા વિદ્યાર્થીઓને ડિગ્રી આપી દેવી તેનો નિર્ણય સત્તાધીશોએ ફેકલ્ટી ડીનો પર છોડયો છે અને મળતી જાણકારી પ્રમાણે આર્ટસ, કોમર્સ અને સાયન્સ સિવાયની બાકીની ફેકલ્ટીઓએ ચાર વર્ષની જગ્યાએ ત્રણ વર્ષનો જ કોર્સ રાખવાનું પસંદ કર્યું છે.આ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી નહીં પણ માત્ર ડિગ્રી જ મળશે અને અગાઉની જેમ તેમને માસ્ટર કોર્સમાં પ્રવેશ લેવાનો રહેશે.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓએ અગાઉ પ્રસિધ્ધ કરેલા એડમિશન બ્રોશરમાં મોટા ઉપાડે ઓનર્સ કોર્સનો ઉલ્લેખ કર્યો હતો પણ હવે ફેકલ્ટી ડીનો અને અધ્યાપકો ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને ભણાવીને ઓનર્સ ડિગ્રી આપવા માટે ઉત્સુક નથી.

નવી શિક્ષણ નીતિનું બાળમરણ થવાના ભણકારા

સરકારનો ચોથા વર્ષ માટે વધારાના અધ્યાપકો મંજૂર કરવાનો ઈનકાર

યુનિ.સત્તાધીશો અને સરકાર વચ્ચેના ટકરાવમાં હજારો વિદ્યાર્થીઓ સાથે એક પ્રકારે છેતરપિંડી

યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, નવી શિક્ષણ નીતિનું સરકારના પાપે બાળમરણ થવા જઈ રહ્યું છે.કારણકે ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં ભણાવવા માટે વધારાના અધ્યાપકોની જરુર પડવાની છે.આ માટેની વધારાની જગ્યાઓ મંજૂર કરવા માટે સરકારે એમ.એસ.યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓને ઘસીને ના પાડી દીધી છે.આમ સરકાર અને યુનિવર્સિટી વચ્ચે થયેલા ટકરાવથી  એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો માટે કટોકટી સર્જાઈ છે.કારણકે યુનિવર્સિટી જાતે વધારાના હંગામી અધ્યાપકોની વ્યવસ્થા કરી શકે તેમ નથી અથવા તો સત્તાધીશોની દાનત નથી.જોકે તેના કારણે હજારો વિદ્યાર્થીઓ  સાથે એક પ્રકારે છેતરપિંડી થશે.તેની પાછળનું કારણ એ છે કે, જે તે  સમયે આ વિદ્યાર્થીઓને ચાર વર્ષના ડિગ્રી ઓનર્સ કોર્સમાં પ્રવેશ અપાયો હતો.

તમામ વિભાગો બીએ ઓનર્સ ચાલુ રાખશેઃ આર્ટસ ડીન

આર્ટસ ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ કહ્યું હતું કે, અમે તમામ વિભાગોમાં બીએ ઓનર્સ ચાલુ રાખીશું.આ માટે તમામ હેડ સાથે બેઠક પણ યોજી છે.વિદ્યાર્થીઓએ જે માળખામાં પ્રવેશ લીધો છે તે જ માળખા પ્રમાણે અભ્યાસ કરવાની તેમને તક મળવી જોઈએ.સંસ્થાની વિશ્વસનિયતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જળવાય તે જરુરી છે.

મર્યાદિત સંખ્યામાં ચોથા વર્ષમાં પ્રવેશ અપાશેઃ કોમર્સ ડીન

કોમર્સ ફેકલ્ટી ડીન પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, બીકોમ ઓનર્સ ચાલુ રખાશે પણ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આગળ ભણવા ઈચ્છુક બાકીના વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષોની જેમ એમકોમની ઉપલબ્ધ બેઠકો પર પ્રવેશ મેળવવા પ્રયત્ન કરવો પડશે.

ઓનર્સ કોર્સ ચાલુ રાખવામાં આવશેઃ સાયન્સ ડીન

સાયન્સ ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે કહ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટી પણ બીએસસી ઓનર્સ કોર્સ ચાલુ રાખશે અને જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવે છે તે તમામને ચોથા વર્ષમાં એડમિશન ઓફર કરવામાં આવશે.વિદ્યાર્થીઓને ચાર વર્ષનું શિક્ષણ આપવા માટે ફેકલ્ટી પ્રતિબધ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude...

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy...

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

10 months ago
ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

1 year ago
2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત | 26 770 deaths in accidents on Nati…

1 year ago
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ | Gujarat youth attacks Delhi Chief…

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ | Gujarat youth attacks Delhi Chief…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News