![]()
Vadodara Crime : વડોદરાના પ્રતાપ નગર રોડ પર ડીઝલ એપાર્ટમેન્ટ પણ રહેતા તુષાર અશોકભાઈ પટણી થ્રી-વ્હીલર ટેમ્પો ચલાવે છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં તેમને પટેલ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 10:30 વાગે હું ટેમ્પો લઈને હાથીખાના માર્કેટ ખાતે દુકાનમાં સામાન ભરવા માટે ગયો હતો. હું મારી થ્રી-વ્હીલર ગાડી ચલાવતો હતો તે દરમિયાન રસ્તામાં આગળ ખાડા હોવાથી મારી ગાડીને મેં બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી ડબલ સવારી પર આવતો ટુ વ્હીલર ચાલક મારી ગાડીના પાછળના ભાગે અથડાયો હતો. ટુ વ્હીલર પર બેસેલા વ્યક્તિએ મારી ગાડીની આગળ આવી કહ્યું કે અમારી ગાડીને નુકસાન ખર્ચો આપો નહિતર હું તમારી ગાડીનો કાચ તોડી નાખીશ. તેણે ઉશ્કેરાઈને ગાળો બોલી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. બાજુમાં પડેલી ઈંટનો ટુકડો મારી ગાડીની આગળને લાઈટ મારી દીધો હતો. બીજા આરોપીએ મારા પર લાકડી વડે હુમલો કર્યો હતો. પોલીસે ટુ વ્હીલરના નંબરના આધાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.










