gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in Business
0 0
0
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

May Inflation Shock: ઉનાળાનો મે મહિનો અડધો પૂરો થયો છે, પરંતુ આ 15 દિવસ દેશના સામાન્ય નાગરિકો માટે આકરા સાબિત થયા છે. એક તરફ સૂર્યદેવનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. સવારના ચા-દૂધથી લઈને વાહનના પેટ્રોલ અને CNG સુધીની તમામ આવશ્યક ચીજોમાં ભાવવધારો ઝીંકાયો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને લીધે ક્રૂડ ઓઈલના વધતા વૈશ્વિક ભાવ અને ડોલર સામે રૂપિયાના નબળા દેખાવને કારણે દેશમાં મોંઘવારીનું નવું મોજું આવ્યું છે. ચાલો વિગતવાર સમજીએ કે આ 15 દિવસમાં કઈ વસ્તુ પર કેટલો બોજ વધ્યો છે.

રસોડાથી લઈને હોટેલ સુધી મોંઘવારી

મે મહિનાની પહેલી જ તારીખે સરકારી ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતા અને વેપારીઓને મોટો ઝટકો આપ્યો હતો.

•શું વધારો થયો?: 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 993 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો.

•નવી કિંમત: આ વધારા સાથે દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત 3,071.50 રૂપિયા પર પહોંચી ગઈ છે, જ્યારે મુંબઈ સહિતના મોટા શહેરોમાં પણ ભાવ 3,000 રૂપિયાની આસપાસ છે.

•અસર: જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ રાંધણ ગેસ (14.2 કિલો) ના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થતાં બહાર ખાવા-પીવાનું મોંઘું થયું છે.

સોના પર આયાત ડ્યુટીમાં ધરખમ વધારો

દેશના અર્થતંત્રને ચાલુ ખાતાની ખાધ (CAD) અને વિદેશી હૂંડિયામણના ઘટાડાથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને આગામી એક વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા વિનંતી કરી છે. આ અપીલને પગલે સરકારે કડક પગલું ભરીને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત કર)ને 6%થી વધારીને સીધી 15% કરી દીધી છે. આનાથી સોનાની આયાત ઘટશે અને દેશનું હૂંડિયામણ બચશે, પરંતુ સ્થાનિક બજારમાં સોનું મોંઘું થશે.

દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો

સામાન્ય પરિવારના રોજિંદા બજેટને સૌથી મોટો ફટકો 13મી મે, 2026 ના રોજ લાગ્યો, જ્યારે દેશની બે સૌથી મોટી ડેરી

બ્રાન્ડ્સ અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ ભાવવધારાની જાહેરાત કરી. બંને કંપનીઓએ દૂધના તમામ વેરિઅન્ટ્સ પર પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. મધર ડેરીના જણાવ્યા મુજબ, પાછલા એક વર્ષમાં ખેડૂતો પાસેથી કાચું દૂધ ખરીદવાનો ખર્ચ (Procurement Cost) લગભગ 6% જેટલો વધી ગયો છે, જેના કારણે આ વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

આ પણ વાંચો: હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી

CNG ના ભાવ આસમાને

દૂધના વધેલા ભાવ જે દિવસથી લાગુ થવાના હતા, બરાબર તે જ દિવસે એટલે કે 14મી મે, 2026 ના રોજ મુંબઈમાં CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો ઝીંકાયો. મુંબઈમાં હવે CNGનો ભાવ 84 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જેના કારણે આગામી દિવસોમાં ઓટો અને ટેક્સીના ભાડા વધવાની પૂરી શક્યતા છે. બીજા દિવસે, 15મી મે ના રોજ દિલ્હી-NCR માં પણ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, જે બાદ ત્યાં નવી કિંમત 79.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો

મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધવા છતાં ભારતીય સરકારી તેલ કંપનીઓ લાખો કરોડનું નુકસાન વેઠી રહી હતી. અંતે, સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો મોટો વધારો જાહેર કર્યો છે. આ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ (પરિવહન ખર્ચ) પર પડશે, જેનાથી શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજો પણ આગામી દિવસોમાં મોંઘી થઈ શકે છે.

મુખ્ય આંકડાઓ પર એક નજર

•પહેલી મેથી જ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો થતાં દિલ્હીમાં તેની નવી કિંમત રૂ. 3,071 રૂપિયા થઈ ગઈ છે

•મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સોના પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કરાઈ છે

•13મી મેથી અમૂલ અને મધર ડેરીના દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે

•સીએનજી (CNG)માં પ્રતિ કિલોએ 2 રૂપિયા વધતા 14મી મેથી મુંબઈમાં નવો ભાવ 84 રૂપિયા અને 15મી મેથી દિલ્હીમાં 73.09 રૂપિયા થયો છે

•મે મહિનાના મધ્યથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લિટરે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ઇંધણ અને ચીજોનો વપરાશ સમજી-વિચારીને કરવો રહ્યો

મે મહિનાના આ 15 દિવસોએ સાબિત કર્યું છે કે વૈશ્વિક બજારની હલચલથી ભારત અછૂતું નથી. સરકાર એક તરફ વિદેશી નાણું બચાવવા આકરા પગલાં લઈ રહી છે, તો બીજી તરફ સામાન્ય માણસે પોતાના ઘરનું બજેટ ટકાવી રાખવા માટે હવે ઇંધણ અને અન્ય વસ્તુઓનો વપરાશ સમજી-વિચારીને કરવો પડશે. જો વૈશ્વિક તણાવ જલ્દી શાંત નહીં થાય, તો આગામી દિવસો વધુ પડકારજનક બની શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…
Business

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

May 17, 2026
Next Post
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો | Corporate sector cuts revenue growth forecast

કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો | Corporate sector cuts revenue growth forecast

3 weeks ago
139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન

1 year ago
વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

9 months ago
જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો | Mother in law and other in laws attacked son in…

જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો | Mother in law and other in laws attacked son in…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News