gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET-UG-2026 Paper Leak Case Latest Update : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કૌભાંડમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના લાતુર સ્થિત જાણીતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘RCC ક્લાસીસ'(રેણુકાઈ કરિયર સેન્ટર)ના સ્થાપક શિવરાજ મોટેગાંવકરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નીટ પેપર લિક કેસમાં સીબીઆઇ દ્વારા આ 10મી ધરપકડ છે. મોટેગાંવકર મહારાષ્ટ્રના કોચિંગ જગતમાં ‘M Sir’ (એમ સર) તરીકે પણ ખૂબ જાણીતા છે.

પેપર લીક નેટવર્કના ‘સક્રિય સભ્ય’ હોવાનો આક્ષેપ

સીબીઆઇના જણાવ્યાનુસાર, એક અઠવાડિયામાં બીજી વખત પૂછપરછ કર્યા બાદ રવિવારે મોટેગાંવકરની ધરપકડ કરાઈ હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે 3 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષા યોજાય તે પહેલા જ પ્રશ્નપત્રો લીક કરવા અને તેને ફેલાવવાના નેટવર્કમાં મોટેગાંવકર ‘સક્રિય સભ્ય’ તરીકે સામેલ હતા.

રેણુકા ક્લાસીસની મોક ટેસ્ટના વીડિયોનો પુરાવો   

સીબીઆઇએ એ કોચિંગ ક્લાસ દ્વારા પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં “ગેસ ક્વેશ્ચન્સ” (અંદાજિત પ્રશ્નો) તરીકે વહેંચવામાં આવેલા કેમિસ્ટ્રીના 42 પ્રશ્નોની તપાસ હાથ ધરી છે, જે લીક થયેલા પેપરના ભાગો સાથે આબેહૂબ મળતા આવે છે. આ સિવાય, તાજેતરમાં એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં મોટેગાંવકર વિદ્યાર્થીઓને પૂછી રહ્યા હતા કે રેણુકાઈ કરિયર સેન્ટરની મોક ટેસ્ટમાંથી કેટલા પ્રશ્નો અસલી NEET પેપરમાં આવ્યા હતા, જેના જવાબમાં વિદ્યાર્થીઓએ મોટા ભાગના પ્રશ્નો આવ્યા હોવાનું જણાવ્યું હતું. મોટેગાંવકર સામેની કાર્યવાહીમાં આ વીડિયો મહત્ત્વનો પુરાવો સાબિત થયો હોવાનું કહેવાય છે. 

પરીક્ષા બાદ પુરાવા નાશ કરવા પ્રશ્નપત્રો સળગાવી દીધા?  

આ તપાસ દરમિયાન 14 મેના રોજ મોટેગાંવકરના લાતુર સ્થિત નિવાસસ્થાનેથી તેમનો મોબાઇલ ફોન જપ્ત કરાયો હતો, જેમાં લીક થયેલા પ્રશ્નો મળી આવ્યા હતા. આરોપ છે કે તેમણે અન્ય આરોપીઓ સાથે મળીને પરીક્ષા પહેલા જ પ્રશ્નો અને જવાબો મેળવી લીધા હતા અને પરીક્ષા બાદ પુરાવા નાશ કરવા માટે પ્રશ્નપત્રો સળગાવી કે ફાડી નાખ્યા હતા. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને જાહેર પરીક્ષા (ગેરરીતિ નિવારણ) અધિનિયમ, 2024 હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત અગાઉ ધરપકડ કરાયેલા નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણી સાથેના તેમના સંબંધોની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા

સાયકલ પર ટ્યુશનથી લઈને 40,000 વિદ્યાર્થીના સામ્રાજ્ય સુધી…  

શિવરાજ મોટેગાંવકરની આ ધરપકડથી મહારાષ્ટ્રના શૈક્ષણિક જગતમાં મોટો ફાટો પડ્યો છે, કારણ કે તેઓ લાતુર અને સમગ્ર રાજ્યમાં એક પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે ઓળખાય છે. કેમિસ્ટ્રીમાં એમ.એસસી. ગોલ્ડ મેડલિસ્ટ એવા મોટેગાંવકર લાતુરના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.

તેમણે કારકિર્દીની શરૂઆત ખૂબ જ સંઘર્ષ સાથે કરી હતી. શરૂઆતના દિવસોમાં તેઓ સાયકલ પર આખા શહેરમાં ફરીને વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પ્રાયવેટ ટ્યુશન આપતા હતા. વર્ષ 1999ની આસપાસ તેમણે લાતુરમાં એક ભાડાના રૂમમાં માત્ર 10 વિદ્યાર્થી સાથે પોતાના કોચિંગ ક્લાસની શરૂઆત કરી હતી. તેઓ પોતે હાથે લખેલી નોટ્સ બનાવતા અને કેમિસ્ટ્રી ભણાવતા.

શાંતિથી ભણાવવાની તેમની શૈલીથી લોકપ્રિયતા હાંસલ 

મોટેગાંવકર ખૂબ જ શાંતિ અને ધીરજથી ભણાવવા માટે જાણીતા હતા, જે ‘લાતુર પેટર્ન’ તરીકે જાણીતી થઈ અને તેમની લોકપ્રિયતા પણ વધી. આજે બે દાયકા બાદ, તેમનું રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) મહારાષ્ટ્રના સૌથી મોટા કોચિંગ નેટવર્કમાંનું એક બની ગયું છે. હાલમાં લાતુર ઉપરાંત પૂણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, સોલાપુર, અકોલા અને કોલ્હાપુર જેવા શહેરોમાં RCCના સેન્ટરો કાર્યરત છે, જ્યાં દર વર્ષે અંદાજે 40,000 જેટલા વિદ્યાર્થીઓ NEET, JEE અને CETની તૈયારી માટે એડમિશન લે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પણ તેમના 66,000થી વધુ ફોલોઅર્સ છે, પરંતુ હવે દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં નામ આવતા તેમનું શૈક્ષણિક સામ્રાજ્ય કાયદાના સકંજામાં સપડાયું છે.

M સર પર શું છે આરોપ? 

શિવરાજ મોટેગાંવકર પર આક્ષેપ છે કે તેઓ NEET પેપર લીક કાંડના મુખ્ય આરોપી અને રિટાયર્ડ કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીના સીધા સંપર્કમાં હતા. કુલકર્ણીની તાજેતરમાં જ સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રોફેસર કુલકર્ણી ભૂતકાળમાં મોટેગાંવકરની સંસ્થા RCCમાં જ કેમિસ્ટ્રી ભણાવતા હતા. આમ આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : નીતિન ગડકરીના પરિવારનો બિઝનેસ ચોપટ, યુદ્ધના કારણે 700 કન્ટેનર ફસાયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…
INDIA

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

May 18, 2026
દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…
INDIA

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…

May 18, 2026
Next Post
ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

3 months ago
મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…

મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…

1 year ago
‘નલ સે જલ’ની સિદ્ધિ! ગુજરાતમાં 57 ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી, મંત્રાલયની ‘કબૂલાત’ | nal se jal sc…

‘નલ સે જલ’ની સિદ્ધિ! ગુજરાતમાં 57 ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી, મંત્રાલયની ‘કબૂલાત’ | nal se jal sc…

4 months ago
ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News