gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in Business
0 0
0
શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાનને ડિલ કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અલ્ટિમેટમ અને ગમે તે ઘડીએ ફરી ઈરાન-અમેરિકા વચ્ચે ભીષણ યુદ્વ ફાટી નીકળવાના એંધાણ અને બીજી તરફ યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા અસંખ્યા ડ્રોન થકી તબાહી મચાવતા હુમલાને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારો પર માઠી અસર જોવાઈ છે. યુદ્વના ટેન્શને ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટના વધીને ૧૧૦ ડોલર નજીક પહોંચી જતાં અને  અમેરિકી ડોલર સામે રૂપિયો ૩૮ પૈસા તૂટીને ૯૬.૩૪ની નવી નીચી સપાટીએ પહોંચી જતાં આરંભિક કલાકોમાં શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. સાર્વત્રિક ગાબડાં બોલાઈ ફંડોએ મોટું સેલિંગ કર્યું હતું.

 પેટ્રોલ, ડિઝલનો વપરાશ ઘટવાને બદલે વધ્યો ! નવો ભાવ વધારો અથવા રેશનિંગ સહિતના તોળાતા પગલાં

પેટ્રોલ, ડિઝલના ભાવમાં તાજેતરનો  વધારો અમેરિકા ડોલર સામે રૂપિયાના ધોવાણના કારણે અસરહિન બની જતાં અને ઈંધણનો વપરાશ ઘટાડવાની વડાપ્રધાનની અપીલ છતાં વપરાશ ઘટવાના બદલે વધ્યો હોવાના અહેવાલોએ ફરી પેટ્રોલ, ડિઝલના ભાવમાં નવા વધારા અથવા રેશનિંગ સહિતના પગલાં તોળાઈ રહ્યા હોઈ સેન્ટીમેન્ટ ખરડાયું હતું. ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝ યુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોના હેમરિંગે સેન્સેક્સ આરંભમાં ૧૦૫૭.૭૩ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૪૧૮૦.૨૬ સુધી પટકાયો હતો. જે ઘટયામથાળે ફંડોએ આઈટી શેરોમાં મોટું બાઈંગ કરતાં અને ભારતી એરટેલ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સહિતમાં ઝડપી રિકવરીએ ઘટાડો પચાવીને ઉપરમાં ૭૫૪૬૬.૬૦ સુધી જઈ અંતે ૭૭.૦૫ પોઈન્ટ વધીને ૭૫૩૧૫.૦૪ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં કડાકામાં નીચામાં ૨૩૩૧૭.૧૦ સુધી પટકાઈ ઘટયામથાળેથી ઝડપી રિકવરીએ ઉપરમાં ૨૩૬૯૫.૬૫ સુધી પહોંચી અંતે ૬.૪૫ પોઈન્ટ વધીને ૨૩૬૪૯.૯૫ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૯૯૮ પોઈન્ટ તૂટયો : ટીવીએસ મોટર રૂ.૧૭૮ તૂટયો : અપોલો, હ્યુન્ડાઈ, બજાજ ઓટો ઘટયા

યુદ્વના  ફરી ટેન્શને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૧૧૧ ડોલર નજીક પહોંચી જતાં અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો તોળાઈ રહ્યો હોઈ આજે ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણ પર માઠી અસરના અંદાજોએ ફંડોની આજે ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૧૭૮.૨૫ તૂટીને રૂ.૩૨૮૮.૮૫, અપોલો ટાયર રૂ.૧૯.૩૦ ઘટીને રૂ.૩૭૫.૧૦, ઉનો મિન્ડા રૂ.૫૨.૨૦ ઘટીને રૂ.૧૦૭૦.૨૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૪૩.૭૫ ઘટીને રૂ.૧૭૮૨, હીરો મોટોકોર્પ રૂ.૧૦૯.૨૦ ઘટીને રૂ.૪૯૫૬.૧૦, એક્સાઈડ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૩૪૨.૮૦, બજાજ ઓટો રૂ.૧૭૯.૪૫ ઘટીને રૂ.૧૦,૧૯૮.૬૫, મારૂતી સુઝુકી રૂ.૨૧૧.૧૦ ઘટીને રૂ.૧૩,૦૧૪.૭૫, આઈશર મોટર્સ રૂ.૧૧૧.૩૦ ઘટીને રૂ.૬૯૧૦.૫૦, બોશ રૂ.૫૪૦.૨૦ ઘટીને રૂ.૩૭,૧૫૭.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૯.૩૫ ઘટીને રૂ.૩૦૮૩.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૯૮.૪૯ પોઈન્ટ તૂટીને ૫૬૪૨૬.૧૬ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું વધતું વેચવાલીનું પ્રેશર : ટાટા સ્ટીલ, લોઈડ્સ, હિન્દાલ્કો, એનએમડીસી ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજ સતત વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. ટાટા સ્ટીલ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૨૦૯.૮૫, લોઈડ્સ મેટલ રૂ.૩૯.૦૫ ઘટીને રૂ.૧૬૯૫.૨૫, એનએમડીસી રૂ.૧.૨૭ ઘટીને રૂ.૯૦.૧૫, હિન્દાલ્કો રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૧૦૫૨.૫૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૬૦ ઘટીને રૂ.૨૬૯૦.૩૦, નાલ્કો રૂ.૩.૧૦ ઘટીને રૂ.૪૦૦.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૮૯.૭૭ પોઈન્ટ ગબડીને ૪૨૮૯૬.૦૮ બંધ રહ્યો હતો.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો વેચવાલ : કોચીન શિપ, કેઈન્સ, અપાર, જયોતી સીએનસી ગબડયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ  સાવચેતીમાં  વેચવાલી કરી હતી. કોચીન શિપ રૂ.૮૧.૫૦ ઘટીને રૂ.૧૫૧૩.૬૫, કેઈન્સ રૂ.૧૫૩.૫૦ ઘટીને રૂ.૩૧૧૯.૦૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦૯.૩૫ ઘટીને રૂ.૧૨,૧૩૫.૨૫, જયોતી સીએનસી રૂ.૨૫.૪૦ ઘટીને રૂ.૬૮૨.૦૫, સીજી પાવર રૂ.૨૯.૧૦ ઘટીને રૂ.૮૦૮.૮૦, ડાટા પેટર્નસ રૂ.૧૧૮.૭૫ ઘટીને રૂ.૩૭૫૪.૭૦, ટીમકેન રૂ.૧૦૩.૭૫ ઘટીને રૂ.૩૪૨૮.૯૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૫.૩૦ ઘટીને રૂ.૧૬૯૯.૧૦, થર્મેક્સ રૂ.૧૧૧.૦૫ ઘટીને રૂ.૪૩૯૧.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૦૭.૪૧ પોઈન્ટ ગબડીને ૭૬૨૧૯.૦૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી પેનિક સેલિંગ : અંબર એન્ટ. રૂ.૧૩૨૭ તૂટયો : પીજી ઈલેક્ટ્રો, ક્રોમ્પ્ટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સની માંગ ઘટી રહી હોવાનું અને સોના તેમ જ ચાંદીની આયાત પર અંકુશોના પરિણામે તૂટતાં ભાવોને લઈ જવેલરી ખરીદી પર પણ મોટી અસરના અહેવાલોએ આજે જવેલરી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વધુ પેનિક સેલિંગ થયું હતું.  ડિક્સન ટેકનોલોજી રૂ.૨૦૦.૮૦ ઘટીને રૂ.૧૦,૭૭૭.૬૫, બર્જર પેઈન્ટ રૂ.૮.૮૫ ઘટીને રૂ.૫૨૪.૩૦, બ્લુ સ્ટા રૂ.૨૪.૭૫ ઘટીને રૂ.૧૬૩૩.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૦૮.૯૯ પોઈન્ટ ઘટીને ૫૭૫૫૩.૯૩ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડો મોટી તેજી : સાસ્કેન રૂ.૧૨૪, બ્લેક બોક્સ રૂ.૫૩, ૬૩ મૂન્સ રૂ.૩૩ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો ફરી મોટાપાયે લેવાલ બન્યા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયાના ઐતિહાસિક ધોવાણને કારણે આઈટી કંપનીઓની ડોલરમાં કમાણી વધવાની અપેક્ષા અને નેધરલેન્ડ સહિત યુરોપના  દેશો સાથે ભારતના સેમીકન્ડકટર્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધ્યાના અહેવાલોએ  ફંડો  આઈટી શેરોમાં લેવાલ રહ્યા હતા. ઓરેકલ ફિનસર્વ રૂ.૩૯૮.૯૦ વધીને રૂ.૯૪૦૫.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૬૦.૨૦ વધીને રૂ.૧૪૩૦.૩૫, એમ્ફેસીસ રૂ.૬૪.૭૫ વધીને રૂ.૨૧૪૭.૨૫, ઈન્ફોસીસ રૂ.૨૪ વધીને રૂ.૧૧૪૨.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૧૦ વધીને રૂ.૧૧૪૬.૮૦, વિપ્રો રૂ.૨.૨૫ વધીને રૂ.૧૯૨.૨૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૬.૧૪ પોઈન્ટ વધીને ૨૭૪૯૦.૪૦ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ તેજી : સુવેન, ગ્લેન્ડ ફાર્મા, સેનોરેસ, કોપરાન, પેનેશિયા બાયો, માર્કસન્સ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. સુવેન લાઈફ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૨૫૩.૧૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૨૯૨.૧૦ વધીને રૂ.૨૧૫૯.૨૦, સેનોરેસ રૂ.૭૭.૭૦ વધીને રૂ.૧૧૩૦.૦૫, કોપરાન રૂ.૯ વધીને રૂ.૧૬૪.૯૫, પેનેશિયા બાયોટેક રૂ.૨૦.૭૦ વધીને રૂ.૪૦૭.૭૦, માર્કસન્સ રૂ.૧૦ વધીને રૂ.૨૧૭.૬૫, બ્લિસ જીવીએસ રૂ.૮.૪૫ વધીને રૂ.૨૮૬.૬૫, લાલપથ લેબ રૂ.૪૪.૮૦ વધીને રૂ.૧૬૪૬.૪૦ રહ્યા હતા.  બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૫.૦૯ પોઈન્ટ વધીને ૪૭૨૯૮.૨૨ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી છતાં ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૩૧૧૭ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી, પરંતુ ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતાં અને એ ગુ્રપના શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૦૩ સ્ક્રિપમાંથી ઘટનારની સંખ્યા ૩૧૧૭ અને વધનારની સંખ્યા ૧૧૯૯ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૮૧૪ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૬૮૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૮૧૩.૬૯ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી.  સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૬૮૨.૧૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૮.૩૭ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં  આજે અસાધારણ વોલેટીલિટી જોવાયા સાથે  ઘણા શેરોમાં નફારૂપી વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૨૨  લાખ કરોડ ઘટીને રૂ.૪૫૮.૩૭  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…
Business

મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…

May 19, 2026
Next Post
સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા! સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ | Sugam…

સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા! સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ | Sugam...

ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા | BJP M…

ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા | BJP M...

અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | A…

અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader…

વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader…

1 year ago
હિડમાના ખાત્મા બાદ નક્સલીઓ સામૂહિક આત્મસમર્પણ કરવા તૈયાર, 3 રાજ્યના CMને લખ્યો પત્ર | After Hidma’s …

હિડમાના ખાત્મા બાદ નક્સલીઓ સામૂહિક આત્મસમર્પણ કરવા તૈયાર, 3 રાજ્યના CMને લખ્યો પત્ર | After Hidma’s …

6 months ago
ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

10 months ago
તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News