gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાની કેન્દ્રીય મંત્રીશ્રીને રજૂઆત

ઉના:
દેશના અર્થતંત્રના મુખ્ય આધાર એવા ખેડૂતોને ખેતીકામમાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ લાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજ, ગુજરાતના પ્રદેશ મહામંત્રી શ્રી રસિક ચાવડા દ્વારા ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના માનનીય મંત્રીશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન સમયમાં ખેતીમાં આધુનિકીકરણ અને યાંત્રીકીકરણ ખૂબ જ વધ્યું છે. ટ્રેક્ટર, થ્રેસર, પંપસેટ જેવા અનિવાર્ય કૃષિ સાધનો ચલાવવા માટે ડીઝલ એ ખેડૂતોની પ્રાથમિક અને સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલના સપ્લાયમાં તંગી વર્તાઈ રહી છે,

જેના કારણે જગતના તાતને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે, તો તેની સીધી નકારાત્મક અસર કૃષિ ઉત્પાદન અને દેશની ખાદ્ય સુરક્ષા પર પડી શકે છે.

ખેડૂતોના હિતમાં શ્રી રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી સમક્ષ મુખ્યત્વે નીચે મુજબની માગણીઓ મૂકવામાં આવી છે. વાવણી અને લણણી જેવી મુખ્ય ખેતીની સીઝન દરમિયાન ગ્રામીણ વિસ્તારના તમામ પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે.

ગ્રામ્ય વિસ્તારના પંપો પર કૃષિ સાધનો માટે ડીઝલ લેવા આવતા ખેડૂતોને અગ્રતાના ધોરણે ઇંધણ મળી રહે તેવા સ્પષ્ટ નિર્દેશો જારી કરવામાં આવે. કટોકટી કે તંગીના સમયે પણ ખેતીકામ ખોરવાય નહીં તે માટે સ્થાનિક ડેપો સ્તરે ખેડૂતો માટે ડીઝલનો ચોક્કસ જથ્થો અનામત રાખવાની જોગવાઈ ઊભી કરવામાં આવે.ખેડૂતો જ્યારે કેન (કેરબા) કે બેરલમાં ખેતીના હેતુ માટે ડીઝલ લેવા જાય, ત્યારે તેમને કોઈ પણ પ્રકારની વહીવટી કે ટેકનિકલ મુશ્કેલી ન નડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.

અખબારી યાદી અંતે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી શ્રી રસિક ચાવડાએ આશા વ્યક્ત કરી છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી આ બાબતની ગંભીરતા સમજીને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તથા ઓઇલ કંપનીઓને તાકીદે યોગ્ય પગલાં લેવા સૂચના આપશે અને ખેડૂત હિતમાં સત્વરે હકારાત્મક નિર્ણય લેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople …

8 months ago
માતરના મહેલજ ગામમાં વાત્રક નદી પર ગેરકાયદે બનાવેલો બ્રિજ તોડી પડાયો | Illegally constructed bridge o…

1 year ago
રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar …

6 months ago
જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News