gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nikol Jewellery Theft Case: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શોરૂમમાંથી થોડા દિવસો પહેલા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી હર્ષિદા શેટ્ટી નામની મહિલા કર્મચારી રૂ. 1.66 કરોડના સોનાના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આરોપી મહિલાની ધરપકડ બાદ હવે સેલ્સગર્લ હર્ષિદાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાના આક્ષેપ બાદ સમગ્ર મામલે કોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે કોર્ટે નિકોલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નોટિસ ફટકારી કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે. 

નિકોલના જ્વેલર્સમાં કરોડોના સોનાના દાગીના ચોરનાર મહિલા સેલ્સગર્લનો પોલીસ પર ગંભીર આક્ષેપ

આરોપી મહિલાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વકીલ મારફતે આરોપી હર્ષિદાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ‘પોલીસની ધરપકડની કામગીરી દરમિયાન સર્વોચ્ચ અદાલતની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી અને મહિલાઓની ધરપકડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેમજ મારું શારીરિક ચેકિંગ કરતી વખતે કોઈપણ મહિલા પોલીસકર્મી હાજર ન હતા અને પુરુષ પોલીસકર્મી દ્વારા ચેકિંગ કરાયું હતું, જે કાયદાકીય રીતે ગુનો બને છે.’

25 મેએ વધુ સુનાવણી

વધુમાં હર્ષિદાએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસે સોનું રિકવર કરતી વખતે તેની પાસે રૂ. 1 લાખ રોકડ પડાવી લીધા હતા. પોલીસની કામગીરી મામલે કોર્ટમાં અરજી કરતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી હવે સોમવારે(25 મે) થશે. 

ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી અને તેના ભાગીદાર પુરુષ આરોપી મયુર માળીને પોલીસે ઝડપી પાડ્યા છે. તે પૈકી મહિલા આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જયારે મયુર માળી 25 મે સુધી રિમાન્ડ ઉપર છે. આરોપીઓ પાસેથી 800 ગ્રામ જેટલું સોનું રિકવર કરવાનું બાકી છે. મયુર માળીએ બાકીનું સોનુ ઉદેપુરથી 40 કિલોમીટર દૂર બઠેડા ગામમાં દાટ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તેને લઈને ઉદેપુર તપાસ કરવા જવાની હતી.

જો કે આરોપી મહિલાને પુરુષ મિત્રે જ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તેને આશરે 22 લાખના ઘરેણા સાથે ઝડપી પાડી હતી.

શું છે સમગ્ર ઘટના?

નિકોલમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલા આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે(9 મે) બપોરે 2 વાગ્યે તેઓ જમવા માટે ઘરે ગયા હતા. આ દરમિયાન શોરૂમમાં મેનેજર અને અન્ય 19 જેટલા કર્મચારીઓ હાજર હતા. સાંજે 5 વાગ્યે જ્યારે માલિક પરત આવ્યા ત્યારે સ્ટાફે અમુક દાગીના ગાયબ હોવાની જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં ભાંડો ફૂટ્યો

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સેલ્સગર્લ તરીકે કામ કરતી હર્ષિદાબહેન રાજેન્દ્રભાઈ શેટ્ટી કોઈને કહ્યા વગર શોરૂમમાંથી નીકળી ગઈ હતી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદાબહેન પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી. સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

October 6, 2026
Next Post
પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa…

પંચમહાલ: મોરવા હડફના કુવાઝર ગામે ડીજે હરીફાઈ પર તંત્રની તવાઈ, પોલીસે ડીજેના 2 વાહન કર્યા ડિટેઈન | pa...

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A…

અમદાવાદ: દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો | A...

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V…

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

2 years ago
ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

11 months ago
ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે | PM M…

ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે | PM M…

1 year ago
7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 3 કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ | 7 Gujarat Dist…

7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 3 કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ | 7 Gujarat Dist…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News