gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SC to Hear Twisha Sharma Bhopal Dowry Death Case : 33 વર્ષીય કોર્પોરેટ પ્રોફેશનલ અને ભૂતપૂર્વ અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત અને દહેજ ઉત્પીડનના મામલામાં હવે દેશની સર્વોચ્ચ અદાલતે એન્ટ્રી કરી છે. તપાસમાં ન્યાયિક પ્રભાવ, સંસ્થાકીય પક્ષપાત અને પ્રક્રિયાગત ક્ષતિઓના ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે સંજ્ઞાન (Suo Motu Cognisance) લીધું છે. 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચ, જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સામેલ છે, તે આગામી સોમવાર એટલે કે 25 મેના રોજ આ હાઇ પ્રોફાઇલ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ સુઓ મોટો કેસને એક ખાસ શીર્ષક આપ્યું છે:  ‘અકાળે સાસરીમાં યુવતીના થયેલા શંકાસ્પદ મોતની તપાસમાં સંસ્થાકીય પક્ષપાત અને પ્રક્રિયાગત વિસંગતતાઓ.’

સાસુ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ હોવાથી તપાસ દબાવવાનો આક્ષેપ!

ટ્વિશા શર્માનું ગત 12મે ના રોજ ભોપાલમાં તેના સાસરીયાના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી દ્વારા સીજીઆઈ સૂર્યકાંત સમક્ષ રજૂ કરાયેલી સિક્રેટ નોટમાં મીડિયા રિપોર્ટ્સ અને હાઈકોર્ટના અવલોકનોને ટાંકીને મોટો ખુલાસો કરાયો છે. આ નોટ અનુસાર, ટ્વિશાના સાસુ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ હોવાથી ન્યાયિક પ્રભાવનો ઉપયોગ કરીને આ કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.

દહેજ ઉત્પીડન અને સંસ્થાકીય કવર-અપનો ગંભીર આક્ષેપ

ટ્વિશા શર્માના પરિવાર વતી સાસરીયાઓ પર માનસિક ત્રાસ, દહેજની માંગણી અને સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર મામલા પર પડદો પાડવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાસરી પક્ષનો ન્યાયિક તંત્ર સાથે ઊંડો સંબંધ હોવાને કારણે પીડિત પરિવારે આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ કરી હતી, જેને સીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.

હાઈકોર્ટે આપ્યો AIIMSની ટીમ પાસે બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવાનો આદેશ

આ પહેલાં ટ્વિશાના પરિવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આ મામલાની ગંભીરતા અને પરિવારની શંકાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું હતું કે, દરેક સામાન્ય માણસનો સમગ્ર ન્યાય પ્રણાલી પર ભરોસો અકબંધ રહે અને તમામ શંકાઓ દૂર થાય તે માટે આ કેસમાં બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય છે. હાઈકોર્ટે એઇમ્સના ડાયરેક્ટરને ભોપાલ આવીને નિષ્ણાત ડોક્ટરોની સ્વતંત્ર ટીમ પાસે આ તપાસ કરાવવાનો કડક આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ હવે સમગ્ર દેશ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે

સીજીઆઈ સૂર્યકાંતે આ મામલાને સુઓ મોટો ફોજદારી રિટ પિટિશન તરીકે નોંધવાની મંજૂરી આપી દીધી છે. સોમવારે થનારી આ સુનાવણી માત્ર ટ્વિશા કેસ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં આવા સંવેદનશીલ કેસોમાં જ્યારે પ્રભાવશાળી લોકો સામેલ હોય, ત્યારે તપાસની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવા માટે સુપ્રીમ કોર્ટ એક કડક પ્રોટોકોલ અથવા નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …
INDIA

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

May 23, 2026
બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…
INDIA

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

May 23, 2026
ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …
INDIA

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

May 23, 2026
Next Post
કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો ‘હાઈ’કમાન્ડને ‘આદ…

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો 'હાઈ'કમાન્ડને 'આદ...

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન ...

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ 'દિલ્હી જીમખાના ક્લબ'નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

8 months ago
જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

5 months ago
સુરત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓમાંથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરમાં સમાવવા માટેની ભરતી પ્રક્રિયા …

સુરત પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓમાંથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરમાં સમાવવા માટેની ભરતી પ્રક્રિયા …

10 months ago
મહાત્મા મંદિર ‘ધોળા હાથી’ સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે! | Mahatma Mandir more than two Crores in Rent Dues Risk of Closure

મહાત્મા મંદિર ‘ધોળા હાથી’ સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે! | Mahatma Mandir more than two Crores in Rent Dues Risk of Closure

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News