gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક પહેલા ભાજપના કેટલાક દાવેદારોમાં એવો અતિઆત્મવિશ્વાસ છવાઈ ગયો હતો કે જાણે મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની ખુરશી તેમના નામે પહેલેથી જ લખાઈ ગઈ હોય. ભલામણો, લોબિંગ, બિલ્ડર-ઉદ્યોગપતિઓના ટેકા અને ગાંધીનગર સુધીની ગોઠવણોના જોરે નામ ફાઈનલ હોવાના દાવા કરતા કેટલાક કોર્પોરેટરો તો પહેલેથી જ પદાધિકારી જેવી સાહેબી કરવા લાગ્યા હતા. કેટલાક દાવેદારો પરિવાર અને ટેકેદારો સાથે ઉજવણીની તૈયારી કરીને પણ પહોંચી ગયા હતા. પરંતુ પ્રદેશના અંતિમ મેન્ડેટ આખું રાજકીય ગણિત પલટી નાખતા ખુરશીના સપનામાં ઉડતા દાવેદારોની હવા એક જ ઝાટકે નીકળી ગઈ હતી.

હાલત એવી બની કે મોટા ભાગના દાવેદારો બીજા દિવસે નવા વરાયેલા પદાધિકારીઓને શુભેચ્છા આપવા પણ પાલિકા કાર્યાલય સુધી આવ્યા નહોતા. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના કેટલાક દાવેદારોમાં એવો અતિઆત્મવિશ્વાસ જોવા મળી રહ્યો હતો કે જાણે મેયર કે સ્થાયી અધ્યક્ષની જાહેરાત માત્ર ઔપચારિકતા જ બાકી હોય. કેટલાક તો પોતાને ફાઈનલ ગણાવી રહ્યા હતા અને નામ જાહેર થાય તે પહેલાં જ પદાધિકારીઓ જેવી વર્તણૂક કરવા લાગ્યા હતા. અગાઉ ભાગ્યે જ પાલિકાના કાર્યક્રમોમાં દેખાતા કેટલાક ચહેરા અચાનક દરેક કાર્યક્રમમાં હાજરી આપવા લાગ્યા હતા અને અધિકારીઓ વચ્ચે પણ પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભાજપના અંદરના વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેટલાક દાવેદારો પાસે સંગઠનાત્મક કાબેલિયત કે વહીવટી અનુભવ ન હોવા છતાં માત્ર ભલામણ, ગોઠવણો અને પૈસાની તાકાતના આધારે ખુરશી સુધી પહોંચી જવાની ગણતરી ચાલી રહી હતી. કેટલાક દાવેદારોને તો એટલો વિશ્વાસ હતો કે તેઓ નિમણૂંક પહેલા જ પરિવારજનો અને ટેકેદારો સાથે પાલિકા પહોંચી ગયા હતા અને ઉજવણી સુધીની તૈયારી પણ કરી દેવાઈ હતી. પરંતુ પ્રદેશમાંથી નામ જાહેર થતા જ સમગ્ર દ્રશ્ય બદલાઈ ગયું હતું. જે લોકો થોડા કલાકો પહેલા સુધી ભાવિ મેયર અને ભાવિ સ્થાયી અધ્યક્ષની છબી ઉભી કરી રહ્યા હતા તેમના ચહેરા એકાએક ઉતરી ગયા હતા.

આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચર્ચાનો વિષય સ્થાયી સમિતિના એક સભ્યની નારાજગી બની હતી. સ્થાયી અધ્યક્ષ બનવાની આશા રાખતા આ દાવેદારને માત્ર સમિતિમાં સભ્યપદ મળતા જ પાલિકા કાર્યાલય ખાતે શહેર પ્રમુખ સામે બળાપો કાઢ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાયી અધ્યક્ષ તો બન્યો નહીં, હવે સભ્ય હોવાથી બીજી સમિતિમાં અધ્યક્ષ પણ બની શકીશ નહીં તેવી નારાજગી વ્યક્ત કરી હોવાની પણ અંદરખાને ચર્ચા છે. બીજી તરફ નવા વરાયેલા પદાધિકારીઓને શુભેચ્છા આપવા માટે કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો પાલિકા કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. પરંતુ ખુરશીના સપના જોનારા મોટાભાગના દાવેદારો ગમગીનીમાંથી બહાર ન આવ્યા હોય તેમ આખો દિવસ પાલિકા કેમ્પસમાં પણ જોવા મળ્યા નહોતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
‘જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું…’, રાબડી દેવીનો પડકાર | Rabri …

'જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું...', રાબડી દેવીનો પડકાર | Rabri ...

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre...

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા | Indian …

'નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ...', ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા | Indian ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

4 months ago
પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

3 months ago
ગજબનો ભક્ત ! તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનું ચઢાવ્યું, કિંમત 140 કરોડ રૂપિયા

ગજબનો ભક્ત ! તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનું ચઢાવ્યું, કિંમત 140 કરોડ રૂપિયા

1 year ago
સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News