Haryana AC Compressor Blast : હરિયાણા ઈજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક રહેણાંક મકાનમાં ભયાનક ધડાકો થયો છે. રિપોર્ટ મુજબ એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી છે, જેના કારણે પરિવારના ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. ઘટનામાં એક વ્યક્તિને પણ ઈજા થઈ છે, જેમને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તની હાલત નાજુક
મળતા અહેવાલો મુજબ બહાદુરગઢ શહેરના સેક્ટર-9 પોલીસ સ્ટેશન પાસેના એક રહેણાંક મકાનમાં બનેલી ઘટના એસી કોમ્પ્રેસર ફાટી જવાના કારણે બ્લાસ્ટ થયો છે. ધડાકામાં ત્રણ બાળકો, એક મહિલાની દર્દનાક મોત થઈ છે. જ્યારે પરિવારનો એક પુરુષ પણ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે, જેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ભ્રામક સામગ્રી મુદ્દે SEBIની કડક કાર્યવાહી, 70,000 એકાઉન્ટ અને પોસ્ટ કર્યા ડિલીટ
બ્લાસ્ટ બાદ ઘરમાં લાગી ભયાનક આગ
રિપોર્ટ મુજબ ઘરમાં એસી કોમ્પ્રેસર બ્લાસ્ટ થવાનાને કારણે આખા ઘરમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધૂમાળાના ગોટેગોટા જોવા મળતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી