gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે બેથી ત્રણ દિવસમાં ડિલ થવાના ટ્રમ્પના નિવેદન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ફરી યુદ્વ વિરામને કારણે વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકતાં અને ઘર આંગણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિદેશી ફંડ પ્રવાહ ભારતમાં વહેતો કરવા પગલાંની પોઝિટીવ અસરે આજે ફંડોએ બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી કરી હતી. ગઈકાલે ઘટાડા બાદ આજે ફંડોએ આરંભથી જ તેજી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહના અંતે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર(બી)) ડિપોઝિટ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ (ઈસીબીઝ) માટે એક ખાસ માળખું રજૂ કરવાનો નિર્ણય લેતાં અને આરબીઆઈએ જાહેર ક્ષેત્રના ઉપક્રમો ઉપરાંત બેંકોને ફોરેન કરન્સી બોરોઈંગ્સ એકત્ર કરવાની મંજૂરી આપવા માટે ઈસીબી સ્કિમનો વ્યાપ વધારતાં પોઝિટીવ અસરે બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બેંકિંગ સાથે ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ક્રુડ ઓઈલના ભાવ પણ બે ટકા જેટલા ઘટી આવતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૩૭ પૈસા સુધરીને ૯૫.૩૫ થઈ જતાં  પોઝિટીવ અસર જોવાઈ હતી.સેન્સેક્સ ૩૯૪.૫૦ પોઈન્ટ વધીને ૭૩૯૧૮.૭૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૧૯.૧૦ પોઈન્ટ વધીને ૨૩૨૪૨.૧૦ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૧૩૨૬ પોઈન્ટ ઉછળ્યો : બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પગલાંના પરિણામે આકર્ષણ રહ્યું હતું. બેંક ઓફ બરોડા રૂ.૧૪.૬૫ વધીને રૂ.૨૭૩.૮૦, કેનેરા બેંક રૂ.૫.૬૫ વધીને રૂ.૧૩૭.૫૦, પીએનબી રૂ.૩.૯૦ વધીને રૂ.૧૦૯.૭૦, ફેડરલ બેંક રૂ.૧૦.૩૫ વધીને રૂ.૩૧૫.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૯ વધીને રૂ.૯૨૩.૯૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૩૧ વધીને રૂ.૭૩.૭૧, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૦ વધીને રૂ.૧૭૦.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૯૫ વધીને રૂ.૧૦૦૨.૮૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૯.૬૦ વધીને રૂ.૯૭૮, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૫.૪૦ વધીને રૂ.૧૨૭૫.૪૦, એક્સિસ બેંક રૂ.૨૪.૪૫ વધીને રૂ.૧૨૯૨.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૨૬.૦૭ પોઈન્ટ ઉછળીને ૬૨૨૬૪.૮૧ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૭૫૮ પોઈન્ટ વધ્યો : ઉનો મિન્ડા રૂ.૪૦, બોશ રૂ.૧૨૬૦, આઈશર રૂ.૧૫૩ ઉછળ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટી આવતાં રાહત સાથે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો તરફ ઓટોમોબાઈલ કંપનીઓનો ઝુકાવ વધતાં અને ઈવીનું  વેચાણ અપેક્ષાથી વધુ વધી રહ્યું હોઈ ફંડોની ઓટો શેરોમાં ઘટાડે લેવાલી રહી હતી. ઉનો મિન્ડા રૂ.૪૦.૫૦ વધીને રૂ.૧૦૯૪.૩૫, મધરસન રૂ.૫.૨૫ વધીને રૂ.૧૪૪.૧૫, બોશ રૂ.૧૨૬૦.૨૫ વધીને રૂ.૩૭૮૧૪, સોનો કોમ રૂ.૧૩.૬૫ વધીને રૂ.૬૦૧.૯૫, આઈશર મોટર્સ રૂ.૧૫૩ વધીને રૂ.૭૨૦૬.૨૫, અશોક લેલેન્ડ રૂ.૨.૮૦ વધીને રૂ.૧૪૩.૮૦, એક્સાઈડ રૂ.૭.૨૫ વધીને રૂ.૩૯૨.૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬.૬૦ વધીને રૂ.૨૧૩૧.૦૫, અપોલો ટાયર રૂ.૬.૬૫ વધીને રૂ.૩૯૧.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૭૯.૩૫ વધીને રૂ.૪૮૫૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૫૮.૩૭ પોઈન્ટ વધીને ૫૭૩૨૫.૪૫ બંધ રહ્યો હતો.

પાવર ગુડઝ શેરોમાં કવરિંગ : જીઈ વર્નોવા, અદાણી ગ્રીન, ભેલ, ડાટા પેટર્નસ, જયોતી સીએનસી વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ ખરીદી કરી હતી. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૯૨.૬૫ વધીને રૂ.૪૯૨૯.૪૫, અદાણી ગ્રીન રૂ.૪૩.૧૦ વધીને રૂ.૧૫૩૪.૭૫, ભેલ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૩૯૬.૩૫, ડાટા પેટર્નસ રૂ.૪૧૩.૧૫ વધીને રૂ.૪૫૫૪.૩૦, જયોતી સીએનસી રૂ.૨૫.૮૦ વધીને રૂ.૬૩૬.૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩૨ વધીને રૂ.૧૩,૬૦૩.૨૫, કેઈઆઈ રૂ.૧૨૬.૬૦ વધીને રૂ.૫૨૮૩.૬૦, કોચીન શિપ રૂ.૩૩.૨૦ વધીને રૂ.૧૪૪૦.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૦૨.૧૦ પોઈન્ટ વધીને ૭૯૨૨૭.૧૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૦ પોઈન્ટ ઉછળ્યો : મોરપેન  લેબ, સુવેન, પેનેશિયા, માર્કસન્સ, શિલ્પા મેડી વધ્યા 

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની  આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. મોરપેન લેબ રૂ.૫.૮૩ વધીને રૂ.૪૮.૬૪, સુવેન રૂ.૩૦.૮૫ વધીને રૂ.૨૬૪.૮૦, પેનેશિયા બાયોટેક રૂ.૫૫.૨૦ વધીને રૂ.૬૦૮.૪૫, સોલારા રૂ.૫૨.૨૦ વધીને રૂ.૫૭૭.૯૫, માર્કસન્સ રૂ.૧૬.૫૫ વધીને રૂ.૨૫૨.૬૦, શિલ્પા મેડી રૂ.૩૪.૧૫ વધીને રૂ.૫૬૬.૯૫, કોન્કોર્ડ બાયો રૂ.૭૪.૦૫ વધીને રૂ.૧૨૭૧.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૦.૯૩ પોઈન્ટ વધીને ૪૭૨૦૬.૭૪ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ : પરાગ મિલ્ક, ગોડફ્રે ફિલિપ, જીએમ બ્રિવરીઝમાં તેજી

એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. પરાગ મિલ્ક ફૂડ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૨૪૪.૨૫, ગોડફ્રે ફિલિપ રૂ.૮૮.૫૦ વધીને રૂ.૨૨૬૭.૦૫, જીએમ બ્રિવરીઝ રૂ.૩૪.૩૫ વધીને રૂ.૮૯૭.૬૫, ક્યુપિડ રૂ.૫.૪૫ વધીને રૂ.૧૪૫.૮૫, એડીએફ ફૂડ્સ રૂ.૮.૧૦ વધીને રૂ.૨૮૬.૭૦,  ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૧૦.૨૫ વધીને રૂ.૩૭૬ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૩૪.૬૧ પોઈન્ટ વધીને ૧૭૯૮૫.૪૯ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફંડોનો ઘટાડે ટેકો : એમ્બેસી ડેવલપમેન્ટ્સ, ઓબેરોય રિયાલ્ટી, ગોદરેજ વધ્યા

રિયાલ્ટી શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી વેચવાલી બાદ આજે ઘટાડે ખરીદીનો સપોર્ટ મળતો જોવાયો  હતો. એમ્બેસી ડેવલપમેન્ટ્સ રૂ.૩.૮૦ વધીને રૂ.૬૦.૯૨, ડીએલએફ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૫૭૫.૨૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૪.૩૦ વધીને રૂ.૧૬૩૩.૪૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૩.૫૦ વધીને રૂ.૧૬૮૪.૦૫,  લોઢા ડેવલપર્સ રૂ.૧૭.૨૦ વધીને રૂ.૮૮૮.૦૫, પ્રેસ્ટિજ રૂ.૨૫.૪૦ વધીને રૂ.૧૩૫૨.૧૫, બ્રિગેડ રૂ.૬.૫૦ વધીને રૂ.૬૪૯.૭૦, અનંતરાજ રૂ.૩.૩૦ વધીને રૂ.૫૪૦.૮૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૦૨.૬૯ પોઈન્ટ વધીને ૫૯૪૪.૧૫ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં પસંદગીનું આકર્ષણ : નાલ્કો, હિન્દાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, સેઈલ, જિન્દાલ સ્ટેનલેસ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોએ ઘટાડે સિલેક્ટિવ શેરોમાં ખરીદી કરી હતી. નાલ્કો રૂ.૬.૧૦ વધીને રૂ.૩૮૪, હિન્દાલ્કો રૂ.૧૫.૪૫ વધીને રૂ.૧૦૭૭.૫૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૮૫ વધીને રૂ.૫૬૩.૭૦, સેઈલ રૂ.૧.૯૦ વધીને રૂ.૧૮૫.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧.૭૫ વધીને રૂ.૬૬૬ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૧.૨૧ પોઈન્ટ વધીને ૪૨૩૫૫.૫૦ બંધ રહ્યો હતો.હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૪૫૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૧૫૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૫૬૬  કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૭૩૫.૪૭  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૩૦૧.૫૦ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૬૧૫૯.૪૮કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૬૬૪.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૦૫.૫૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૨૮ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૫૬ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટીમાં રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૨૮  લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૫૬  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…
Business

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

June 21, 2026
ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…
Business

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

June 21, 2026
Next Post
વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the...

કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો | Liquor worth Rs 31 lakhs seiz…

કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો | Liquor worth Rs 31 lakhs seiz...

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 12…

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 12…

10 months ago
બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

1 year ago
નર્મદાના એક આશ્રમના સાધુની કામલીલાનો વીડિયો વાઈરલ, પોલીસમાં અરજી બાદ સાધુ ભૂગર્ભમાં | Video of monk …

નર્મદાના એક આશ્રમના સાધુની કામલીલાનો વીડિયો વાઈરલ, પોલીસમાં અરજી બાદ સાધુ ભૂગર્ભમાં | Video of monk …

7 months ago
નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News