gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in Business
0 0
0
ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crude oil price surge: અમેરિકા અને ઈરાન વચ્ચે જો ફરીથી મોટો વિવાદ કે યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી શકે છે. એનર્જી રિસર્ચ ફર્મ ‘રિસ્ટાડ એનર્જી’ના રિપોર્ટ પ્રમાણે, આ ભાવ પ્રતિ બેરલ $150 (આશરે 12,500 રૂપિયાથી વધુ) સુધી પહોંચી જવાની આશંકા છે. બંને દેશો વચ્ચે અત્યારે એટલો બધો તણાવ વધી ગયો છે કે એપ્રિલ મહિનામાં થયેલી શાંતિ કે યુદ્ધવિરામની સમજૂતી પણ હવે તૂટવાના આરે છે. આ આંતરરાષ્ટ્રીય લડાઈની સીધી અસર ઓઇલના ભાવો પર પડી રહી છે અને તેના કારણે અમેરિકા સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આધુનિક ઇતિહાસનો સૌથી મોટો સપ્લાય કટોકટી

મિડલ ઈસ્ટના આ સંઘર્ષને કારણે ખાડી દેશોના 6 અગ્રણી ઓઇલ ઉત્પાદકોનું આશરે 11.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) ઓઇલ ઉત્પાદન હાલમાં ઠપ થઈ ગયું છે. આધુનિક ઊર્જા બજારના ઇતિહાસમાં ઓઇલ પુરવઠામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અને ચિંતાજનક અવરોધ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આગામી થોડા દિવસો વૈશ્વિક બજાર માટે ખૂબ જ નાજુક સાબિત થશે. હાલમાં રાજદ્વારી રીતે આ વિવાદ ઉકેલાવાની શક્યતા અગાઉના 40%થી ઘટીને ઘણી ઓછી થઈ ગઈ છે, જેના કારણે ઓઇલના ભાવમાં ભારે અસ્થિરતા રહેશે.

બજારમાં ક્રૂડ ઓઇલની ભારે અછત અને વૈશ્વિક અસર

રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ, આ સંઘર્ષની શરૂઆત થયાના માત્ર ત્રણ મહિનાની અંદર જ વૈશ્વિક બજારમાંથી આશરે 1 અબજ (1 બિલિયન) બેરલ ક્રૂડ ઓઇલનો સપ્લાય ગાયબ થઈ ચૂક્યો છે. આ જથ્થો અમેરિકાના કુલ વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત કરતા પણ અઢી ગણો વધારે છે. જો કે, ચીન દ્વારા ક્રૂડ ઓઇલની ઓછી આયાત અને સાઉદી અરેબિયાના યાન્બુ નિકાસ રૂટ દ્વારા થતા પરિવહનને કારણે આ આંચકાને થોડો અંશે અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જો તણાવ લાંબો ચાલશે તો સ્થિતિ બેકાબૂ બની શકે છે.

આ પણ વાંચો: સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના વર્તમાન ભાવ

આ વૈશ્વિક તણાવની સીધી અસર ગુરુવારે બજાર પર સ્પષ્ટ જોવા મળી હતી. ઇન્ટરનેશનલ ઓઇલ બેન્ચમાર્ક ગણાતું ‘બ્રેન્ટ ક્રૂડ’ 2%થી વધુ ઉછાળા સાથે પ્રતિ બેરલ $95ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે બીજી તરફ, અમેરિકાનું ‘વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ’ (WTI) ક્રૂડ પણ 4%ના તોતિંગ ઉછાળા સાથે પ્રતિ બેરલ $93.64 પર પહોંચી ગયું હતું. જો બંને દેશો વચ્ચે મંત્રણા સફળ નહીં થાય તો આગામી દિવસોમાં ઇંધણના ભાવ સામાન્ય નાગરિકોનું બજેટ પણ ખોરવી નાખશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરા પાલિકાને લેબર કોર્ટનો મોટો ફટકો: 24 વર્ષની કાનૂની લડત બાદ ડ્રાઈવરની જીત, ₹5.92 લાખ ચૂકવવાનો આ…

વડોદરા પાલિકાને લેબર કોર્ટનો મોટો ફટકો: 24 વર્ષની કાનૂની લડત બાદ ડ્રાઈવરની જીત, ₹5.92 લાખ ચૂકવવાનો આ...

યાત્રાધામ નારેશ્વરમાં પીધેલા ડમ્પર ચાલકે હદ વટાવી, રેતી સાથેનું ડમ્પર પગથિયાથી નદીમાં ઉતારી દીધું | …

યાત્રાધામ નારેશ્વરમાં પીધેલા ડમ્પર ચાલકે હદ વટાવી, રેતી સાથેનું ડમ્પર પગથિયાથી નદીમાં ઉતારી દીધું | ...

સરકારની એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56084 કરોડની નિકાસ કરી | Central Gujara…

સરકારની એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56084 કરોડની નિકાસ કરી | Central Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack…

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack…

3 months ago
ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર | Bitcoin hits new high of 112 000 amid tariff ro…

ટેરિફના હાઉ વચ્ચે બિટકોઈન 112000 ડોલરની નવી ટોચ પર | Bitcoin hits new high of 112 000 amid tariff ro…

1 year ago
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

11 months ago
ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…

ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News