gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter



મુંબઈ : ડોનાલ્ડ  ટ્રમ્પ ઈરાન સાથે ડિલ કરવાની તૈયારીમાં હોવાના અને ઈરાન આવી કોઈ  વાત નહીં હોવાના નિવેદન અને બીજી તરફ પાકિસ્તાન જીનીવામાં કરાર થવાની વાત કરતાં રહીને સતત વિશ્વને બાનમાં રાખી વૈશ્વિક બજારોને અનિશ્ચિતતામાં જ ગરકાવ રાખી રહ્યા છે. વિશ્વ બજારોમાં જાણે  નિવેદનોના નામે મોટો જુગાર રમાઈ રહ્યો હોય એમ ક્રુડ ઓઈલ, વૈશ્વિક શેર બજારો, સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ થતી જોવાઈ રહી છે. આ પરિસ્થતિ વચ્ચે ભારતીય શેર બજારોમાં શુક્રવારે મોટી તેજી જોવાઈ છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશમાં ડોલરિયો રોકાણ પ્રવાહ ફરી વહેતો થાય અને એફઆઈઆઈની શેરોમાં વેચવાલીરૂપી ઓટ અટકે એ માટેના પ્રોત્સાહનોના પગલાંની પોઝિટીવ અસર જરૂર જોવાઈ છે. પરંતુ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડવાનું જોખમ, ક્રુડ ઓઈલના ભાવ ઘટયામથાળેથી ફરી વધી આવવા અને ઘર આંગણે ચોમાસું આ વખતે સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ ચોમાસાની પ્રગતિ પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. જીઓપોલિટીકલ ટેન્શન, ક્રુડ ઓઈલના ભાવ, ચોમાસા સહિતના પરિબળો પર નજરે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૨૯૧૧થી ૨૩૮૬૬ વચ્ચે અને સેન્સેક્સ ૭૩૨૫૫ થી ૭૬૨૮૮ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : CRISIL LTD.

બીએસઈ (૫૦૦૦૯૨), એનએસઈ (CRISIL) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, ક્રિસિલ  લિમિટેડ(CRISIL LIMITED), એ વૈશ્વિકગ સ્તરે વૈવિધ્યસભર વિશ્લેષણાત્મક-એનાલિટીકલ કંપની છે, જે રેટિંગ્સ, રિસર્ચ, રિસ્ક અને પોલીસી એડવાઈઝરી સર્વિસિઝ પૂરી પાડે છે. ક્રિસિલ ભારતની અગ્રણી રેટિંગ એજન્સી છે અને મોટી બેંકો અને અગ્રણી કોર્પોરેશનોને હાઈ-એન્ડ રિસર્ચ પ્રદાન કરતી અગ્રણી કંપની છે.

પ્રમુખ મુદ્દાઓ :

રેટિંગ્સ બિઝનેસ (આવકના ૨૮ ટકા ) : ભારતની અગ્રણી રેટિંગ એજન્સી જેણે ૩૫,૦૦૦થી વધુ મોટા અને મધ્યમ સ્તરની એન્ટિટીઓને રેટ કરી છે. આ કંપનીનો સૌથી નફાકારક વ્યવસાય છે અને કુલ નફાના ૫૧ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે આવકમાં માત્ર ૨૮ ટકા હિસ્સો આપે છે. સેબીના ધોરણોમાં ફેરફારને અનુસરીને કંપનીએ તેના ક્રેડિટ રેટિંગ વ્યવસાયને સંપૂર્ણ માલિકીની પેટા કંપની, ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડમાં અલગ કર્યો છે.

રિસર્ચ બિઝનેસ ( આવકના ૬૫ ટકા) : આ વ્યવસાય ચાર ક્ષેત્રોમાં ફેલાયેલો છે : 

(૧) ઈન્ડિયા રિસર્ચ : જે એક અગ્રણી સ્વતંત્ર સંશોધન ગૃહ-ઈન્ડિપેન્ડેન્ટ રિસર્ચ હાઉસ છે અને ૧૨૦૦ ભારતીય અને વૈશ્વિક ગ્રાહકો સાથે કામ કરે છે, જેમાં એસેટ્સ બેઝની રીતે ભારતના બેંકિંગ ઉદ્યોગના ૯૦ ટકાનો સમાવેશ છે. ટોચની ૨૫ સ્થાનિક કંપનીઓમાંથી ૧૫, તમામ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો અને જીવન વીમા કંપનીઓ તમ જ વિશ્વની અગ્રણી કન્સલ્ટિંગ કંપનીઓમાંથી ચારનો સમાવેશ છે.

(૨) ગ્લોબલ રિસર્ચ એન્ડ એનાલિટિક્સ : કંપની ૧૪૦થી વધુ વૈશ્વિક અને પ્રાદેશિક નાણા સંસ્થાઓને ઉચ્ચ-સ્તરિય રિસ્ક, એનાલિટિક્સ અને રિસર્ચ સર્વિસિઝ પૂરી પાડે છે. તે વૈશ્વિક સ્તરે અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ અને કમર્શિયલ બેંકો, પ્રાઈવેટ ઈક્વિટી સાહસિકો, હેજ ફંડો અને એસેટ મેનેજમેન્ટ અને ઈન્સ્યોરન્સ કંપનીઓને સર્વિસ પૂરી પાડે છે અને વૈશ્વિક સ્તરે આર્જેન્ટિના, ચીન, પોલેન્ડ, લંડન, મેલબોર્ન, સિડની અને ન્યુયોર્કમાં કેન્દ્રો ધરાવે છે, જે ટાઈમ ઝોન અને ભાષાઓમાં ગ્રાહકોને સહાય કરે છે.

(૩) ક્રિસિલ કોલિએશન-ગઠબંધન : કંપની વૈશ્વિક ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઉદ્યોગમાં ૨૫થી વધુ કોર્પોરેટસ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકોને બિઝનેસ ઈન્ટેલિજન્સ સર્વિસિઝ પૂરી પાડે છે.

(૪) ગ્રીનવિચ એસોસિયેટ્સ : જે ક્લાયન્ટ્સને તેમના વ્યવસાયિક પરિણામો સુધારવામાં મદદ કરવા માટે હાઈ-વેલ્યુડ ડેટા અને કાર્યક્ષણ ભલામણો પ્રદાન કરવામાં નિષ્ણાત છે. ગ્રીનવિચ ૨૦૨૦માં હસ્તગત કરવામાં આવી હતી અને હવે તે ક્રિસિલની ૧૦૦ ટકા પેટા-સબસીડિયરી કંપની છે.

એડવાઈઝરી બિઝનેસ (કુલ આવકના ૭ ટકા) : આ વ્યવસાય બે ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

(૧) ઈન્ફ્રાસ્ટ્રકચર એડવાઈઝરી : જે માળખાગત વિકાસ ચક્રમાં સર્વિસિઝનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જે નીતિ અને નિયમનકારી સલાહ, ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્શિંગ, પ્રોગ્રામ મેનેજમેન્ટ અને અન્ય ક્ષેત્રોમાં સંશોધન દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલમેન્ટને સરળ બનાવવામાં મદદ કરે છે. કંપનીની ટીમો શહેરી વિકાસ, ઊર્જા અને નેચરલ રિર્સોસીઝ, પરિવહન અને લોજિસ્ટિક્સ તેમ જ ભારત અને અન્ય ઉભરતા દેશોમાં મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને પબ્લિક ફાઈનાન્સ પર ક્રોસ-સેકટરલ કુશળતા ધરાવે છે.

(૨) બિઝનેસ ઈન્ટેલિજન્સ અને રિસ્ક સોલ્યુશન્સ : કંપની બેંકો અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશ્સને નિયમનકારી અને બિઝનેસ એનાલિટિક્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી અગ્રણી પ્રદાતા છે. જેની ઓફર ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન્સને કોર્પોરેટ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, કમર્શિયલ અને રિટેલ બેંકિંગ, કાર્ડસ, એસેટ મેનેજમેન્ટ અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રોમાં જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે.

ભૌગોલિક હાજરી : કંપની ૧૨થી વધુ દેશોમાં ૪૭૦૦થી વધુ કર્મચારીઓ સાથે અસ્તિત્વ ધરાવે છે. જે યુ.એસ.એ., યુ.કે., સ્વિટ્ઝર્લેન્ડ, યુ.એ.ઈ., પોલેન્ડ, જાપાન, ચીન વગેરેમાં અસ્તિત્વ ધરાવે છે. 

ભૌગોલિક આવક વિભાજન : હાલમાં, કંપની તેની આવકના ૪૧ ટકા ઉત્તર અમેરિકામાંથી કમાય છે, ત્યાર બાદ ભારત (૨૮ ટકા), યુરોપ (૨૩ ટકા) અને બાકીના વિશ્વમાંથી (૮ ટકા) આવે છે. કંપનીના ૮૬ ટકા કાર્યબળ ભારતમાંથી કાર્યરત છે, ત્યારબાદ અમેરિકામાં (૭ ટકા), યુરોપ (૪ ટકા), એપીએસી (૨ ટકા), યુ.એ.ઈ.(૧ ટકા) આવે છે.

એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ક. સાથે જોડાણ :

કંપની એસ એન્ડ પી ગ્લોબલ ઈન્કની પેટા કંપની છે. એસ એન્ડ પી સાથે તેનું જોડાણ ક્રિસિલની વ્યુહરચના અને ગવર્નન્સ સિસ્ટમને આકાર આપવામાં સ્થાનિક અને વૈશ્વિક દ્રષ્ટિકોણને મિશ્રિત કરવામાં મદદ કરે છે. ક્રિસિલ પાસે આંતરરાષ્ટ્રીય બજારમાં રેફરલ્સ અને ભાગીદારી દ્વારા એસ એન્ડ પી ગ્લોબલ બ્રાન્ડનો લાભ લેવાની તકો છે. મેનેજમેન્ટ ટીમો વચ્ચે નિયમિત ઈન્ટરફેસ જ્ઞાાન વહેંચણી અને વિચારોના ક્રોસ ફર્ટિલાઈઝેશન તરફ દોરી જાય છે.

ક્રિસિલ લિમિટેડમાં હાલમાં, એસ એન્ડ પી ગ્લોબલ ૬૭ ટકા હોલ્ડિંગ ધરાવે છે.

એક્વિઝિશન : નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં, કંપનીએ બ્રિજ ટુ ઈન્ડિયા એનજીૅ પ્રાઈવેટ લિમિટેડ, એક રિન્યુએબલ એનજીૅ કન્સલ્ટન્ટ અને નોલેક સર્વિસિઝ પૂરી પાડતી કંપની હસ્તગત કરી હતી.

કોન્ફરેન્સ કોલ સારાંશ : એપ્રિલ ૨૦૨૬ : નાણા વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં આવક સાથે વૃદ્વિ નોંધનીય રહી ૩૦.૧ ટકા વૃદ્વિ, પીબીટીમાં ૩૫.૭ ટકા વૃદ્વિ, ચોખ્ખા નફામાં ૪૫.૯ ટકા વૃદ્વિ, જે (૧) તમામ બિઝનેસોમાં ગતિ (૨) એક વૈશ્વિક વ્યવસાયમાં ઝડપી નવીકરણ (૨) એફએક્સ સ્વિંગ (આગલા રૂ.૫.૨ કરોડના નુકશાન  સામે ગત વર્ષે રૂ.૧૪.૪ કરોડનો  વધારો થયો છે) દ્વારા સંચાલિત છે. કેનેડાએ સંપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાઓને વધુ ગાઢ બનાવવા માટે પ્રાઈસ મેટ્રિક્સ (ટોરન્ટો)નું એક્વિઝિશન કરી ભૌગોલિક વિસ્તાર કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં પ્રાઈસ મેટ્રિક્સનો સંપૂર્ણ ત્રિમાસિક સમાવેશ થયો છે. મેનેજમેન્ટની વ્યુહાત્મ સ્થિતિ સુસંગત છે. મુખ્ય બજારોમાં વોલેટ શેર વધારો તેમ જ સંલગ્નતાઓ ભૌગોલિક ક્ષેત્રોમાં વિસ્તરણ કરવું. જ્યારે મેન-ઈન-લૂપ-ગવર્નન્સ સાથે ડોમેઈન નેતૃત્વ (જેનએઆઈ)ને પ્રોડક્ટ અને પ્રોડક્ટિવિટીના મુખ્ય લીવર તરીકે આગળ ધપાવવું. મેક્રો જોખમ સ્પષ્ટ રીતે ઊંચું છે (વેસ્ટ એશિયા સંઘર્ષ ), મેનેજમેન્ટ વૈશ્વિક સ્તરે ખર્ચ અને મૂડી ખર્ચ/જારી રાખવાના નિર્ણયો/વિવેકપૂર્ણ વિલંબના સંકેત આપે છે. પરંતુ એ પણ નોંધે છે કે, અનિશ્ચિત વાતાવરણ વિશ્વસનીય જોખમ મંતવ્યો અને આંતરદ્વષ્ટિની માંગમાં વધારો કરી શકે છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ : કુલ આવક રૂ.૩૨૬૦ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૯૨૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૯૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૮૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૩.૫૫ હાંસલ કરી, બુક વેલ્યુ રૂ.૨૪૪.૨૭ નોંધાવી છે.

(૨) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ : કુલ આવક  ૧૧.૯૭  ટકા વૃદ્વિએ રૂ.૩૬૪૯  કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૪૧ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૬૬  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૪.૭૫ હાંસલ કરી છે.

(૩) પ્રથમ ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૬થી માર્ચ ૨૦૨૬ : કુલ આવક ૩૦ ટકા વૃદ્વિએ  રૂ.૧૦૫૮ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૬ ટકા વૃદ્વિએ રૂ.૩૦૮ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૨ ટકા થકી ચોખ્ખો નફો ૪૫ ટકા વૃદ્વિએ રૂ.૨૩૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૧.૯૦ નોંધાવી   છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૬ થી ડિસેમ્બર ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક રૂ.૪૬૫૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૩૧૦ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૧.૧૨ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૯૮૩ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૩૪ અપેક્ષિત છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : ૬૬.૬૪ ટકા એસ એન્ડ પી ગ્લોબલ પ્રમોટર્સ હોલ્ડિંગ, રિટેલ પબ્લિક ઈન્વેસ્ટરો પાસે ૮.૭૬ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૬.૯૫ ટકા, ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૫.૨૮ ટકા, એફઆઈઆઈઝ પાસે ૭.૧૮ ટકા અને એચએનઆઈઝ પાસે ૫.૧૯ ટકા  છે.

 ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૩૯૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૪૮૦૦  ટકા, વર્ષ ૨૦૨૩માં ૫૪૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૫૬૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૬૧૦૦ ટકા.

બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૧માં રૂ.૧૪૧, વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૭, વર્ષ ૨૦૨૩માં રૂ.૨૦૪, વર્ષ ૨૦૨૪માં  રૂ.૨૪૪, વર્ષ ૨૦૨૫માં રૂ.૨૭૭, અપેક્ષિત  વર્ષ ૨૦૨૬માં  રૂ.૪૧૧

આરઓઈ : ૧૦ વર્ષમાં ૨૯ ટકા, પાંચ વર્ષમાં ૨૮ ટકા, ત્રણ વર્ષમાં ૨૭ ટકા, છેલ્લા વર્ષમાં ૨૪ ટકા

શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૬ ટકા, પાંચ વર્ષમાં ૧૦ ટકા,  ત્રણ વર્ષમાં ૦ ટકા, એક વર્ષમાં ૨૯ ટકા

કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૦ ટકા, પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ  વર્ષમાં ૭ ટકા અને  ટીટીએમ ૧૯ ટકા.

કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ :  ૧૦ વર્ષમાં ૧૦ ટકા, પાંચ વર્ષમાં ૧૩ ટકા, ત્રણ વર્ષમાં ૧૦ ટકા અને ટીટીએમ ૧૭ ટકા

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ક્રેડિટ રેટિંગ્સ, રિસર્ચ, રિસ્ક અને પોલીસી એડવાઈઝરી સર્વિસિઝ પૂરી પાડતી, વૈશ્વિક વૈવિધ્યિકૃત એનાલિટીકલ કંપની, ક્રિસિલ લિમિટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૩૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૧૧ સામે શેર રૂ.૩૮૯૮ ભાવે ૨૯ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.



Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…
Business

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

June 14, 2026
AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…
Business

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

June 14, 2026
મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી | Edible oil imports rose by over 6% to 1 33…
Business

મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી | Edible oil imports rose by over 6% to 1 33…

June 14, 2026
Next Post
પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve...

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar's Yajurvi Joshi's achievemen...

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સ…

‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સ…

1 year ago
નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

11 months ago
સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

9 months ago
બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સ…

‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સ…

1 year ago
નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

11 months ago
સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

9 months ago
બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News