gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in Business
0 0
0
એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk Net Worth: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમની કંપની ‘સ્પેસએક્સ’ (SpaceX) શેરબજારમાં લિસ્ટ થતાં જ તેના શેરોમાં ભારે તેજી જોવા મળી છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, સ્પેસએક્સના સ્ટોકમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે એલોન મસ્કની કુલ સંપત્તિ (નેટવર્થ) વધીને 1.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે. નવાઈની વાત એ છે કે મસ્કે માત્ર એક જ દિવસમાં 164 અબજ ડૉલર કમાયા છે, જે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની આખી જિંદગીની કુલ સંપત્તિ 148 અબજ ડૉલર કરતાં પણ ઘણી વધારે છે.

વૈશ્વિક અમીરોની યાદીમાં મસ્કનો દબદબો

આ રેકોર્ડબ્રેક વધારા સાથે એલોન મસ્ક દુનિયાના અન્ય અમીરો કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. વૈશ્વિક અમીરોની યાદીમાં હવે ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ 314 બિલિયન ડૉલર સાથે બીજા નંબરે, સર્ગેઈ બ્રિન 292 બિલિયન ડૉલર સાથે ત્રીજા નંબરે અને એમેઝોનના જેફ બેઝોસ 267 બિલિયન ડૉલર સાથે ચોથા નંબરે છે. મસ્ક અને બીજા નંબરના અમીર વચ્ચે હવે એટલો મોટો તફાવત છે જેને પાર કરવો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

ઇતિહાસનો સૌથી મોટો IPO અને શેરમાં તેજી

એલોન મસ્કની સંપત્તિ આટલી ઝડપથી વધવાનું મુખ્ય કારણ સ્પેસએક્સનો બ્લોકબસ્ટર આઈપીઓ (IPO) છે, જેને ઇતિહાસનો સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો છે. કંપનીએ શરૂઆતમાં 135 ડૉલર પ્રતિ શેરના ભાવે શેર વેચીને બજારમાંથી રેકોર્ડ 75 અબજ ડૉલર એકઠા કર્યા હતા. શુક્રવારે નાસ્ડેક (Nasdaq) બજારમાં લિસ્ટિંગના પહેલા જ દિવસે શેરમાં 19% નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોમવારે ટ્રેડિંગના બીજા દિવસે શેર વધુ 19.6% વધીને 192.46 ડૉલર પર બંધ થયો હતો. આ ધમાકેદાર પ્રદર્શનને કારણે સ્પેસએક્સ બજાર કિંમતની દ્રષ્ટિએ અમેરિકાની છઠ્ઠી સૌથી મોટી કંપની બની ગઈ છે.

સ્પેસએક્સમાં મસ્કની હિસ્સેદારી ફાઇનાન્સિયલ ગ્રોથનું એન્જિન

સરકારી ફાઇલિંગ મુજબ, એલોન મસ્ક પાસે સ્પેસએક્સના આશરે 4.8 બિલિયન શેર અને 350 મિલિયન સ્ટોક ઓપ્શન્સ છે. કંપનીમાં તેમની આશરે 38% ની ઇક્વિટી ભાગીદારી જ તેમની સંપત્તિ વધારવાનું મુખ્ય એન્જિન સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ મસ્કે દાવો કર્યો છે કે સ્પેસએક્સ વર્ષ 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડૉલરની કમાણી (રેવન્યુ) કરી શકે છે. જો કે, વર્ષ 2025 માં કંપનીની આવક 18.7 અબજ ડૉલર હતી અને કંપનીએ હજુ સુધી કોઈ નફો કર્યો નથી, તેમ છતાં રોકાણકારોને મસ્કના વિઝન પર પૂરો ભરોસો છે.

ગ્લોબલ ઇન્ડેક્સમાં સામેલ થવાની તૈયારી અને એનાલિસ્ટ્સની સલાહ

સ્પેસએક્સના શેરની ભારે માંગને જોતા તેને ટૂંક સમયમાં જ વૈશ્વિક શેરબજારના મોટા ઇન્ડેક્સ જેવા કે ‘નેસ્ડેક 100’ (Nasdaq 100) માં સામેલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જૂન મહિનાના અંત સુધીમાં વૈશ્વિક સૂચકાંકો જેવા કે FTSE રસેલ અને MSCI માં પણ આ કંપનીનો સમાવેશ થઈ જશે. જેના કારણે મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFs માટે આ સ્ટોક ખરીદવો ફરજિયાત બનશે અને શેરમાં હજુ વધુ તેજી આવી શકે છે.

આ પણ વાંચો: Explainer: મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ, જાણો ભારતીયો રોકાણ કરી શકશે કે નહીં!

જો કે, બજારના નિષ્ણાતો અને પોર્ટફોલિયો મેનેજર્સે સામાન્ય રોકાણકારોને થોડી સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે સ્પેસએક્સ હજુ નવી પબ્લિક કંપની બની છે અને તેનું વેલ્યુએશન ખૂબ ઊંચું છે, તેથી આગામી સમયમાં આ શેરમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. મસ્કની આ સંપત્તિ ઓક્ટોબરમાં 500 બિલિયન ડૉલર હતી, જે ડિસેમ્બરમાં 600 બિલિયન ડૉલર અને હવે સ્પેસએક્સના લિસ્ટિંગ બાદ સીધી 1.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં ! ઉદ્ધવ ઠાકરેને સ્થાપના દિવસ પહેલાં લાગશે મોટો ઝટકો | Uddhav …

9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં ! ઉદ્ધવ ઠાકરેને સ્થાપના દિવસ પહેલાં લાગશે મોટો ઝટકો | Uddhav ...

મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba…

મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba...

VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do…

VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

5 months ago
VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …

11 months ago
માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

10 months ago
કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો | sc takes suo motu cogni…

કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો | sc takes suo motu cogni…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News