gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Acb Raid’s Exclusive Story : ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)ના સત્તાવાર વિશ્વસનીય સૂત્રો થકી મળેલા આંકડા અને જાણકારી અનુસાર એક ચિંતાજનક ચિત્ર જોવા મળ્યું છે. સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોના કામો માટે ટેબલ નીચેથી થતી આર્થિક લેવડદેવડ અટકવાનું નામ નથી લેતી. વર્ષ 2025ના વાર્ષિક અહેવાલથી લઈને 15 જૂન 2026 સુધીના તાજા આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવનારો ‘ગૃહ વિભાગ’ અને સામાન્ય જનતા સાથે સીધો સંકળાયેલો ‘મહેસૂલ તેમજ પંચાયત વિભાગ’ ભ્રષ્ટાચારના મામલામાં મોખરે છે. સત્તાનો દુરુપયોગ, અપ્રમાણસર મિલકતો (DA) અને મસમોટી લાંચના છટકાઓ સાબિત કરે છે કે, વહીવટી તંત્રમાં ઉચ્ચ વર્ગ-1ના અધિકારીઓથી લઈને વર્ગ-3ના કર્મચારીઓ સુધી ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા ઉતરી ગયા છે.  વર્ષ 2025ના સમગ્ર ગાળા દરમિયાન ગુજરાતમાં કુલ 213 આર્થિક ગુનાઓ નોંધાયા હતા, જેમાં 174 સફળ ટ્રેપ અને 16 અપ્રમાણસર મિલકતોના કેસનો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં વર્ગ-1 ના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 310 આરોપીઓ સામે કાયદાકીય સકંજો કસાયો હતો, અને અંદાજે રૂ. 1.72 કરોડથી વધુની લાંચની રકમ રિકવર થઈ હતી. ચાલુ વર્ષે એટલે કે, 15 જૂન 2026ની સ્થિતિએ પણ માત્ર સાડા પાંચ મહિનામાં જ રાજ્યમાં 83 ગંભીર ભ્રષ્ટાચારના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 126 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને રૂપિયા 75.71 લાખથી વધુની લાંચ પકડાઈ છે. આ આંકડા દર્શાવે છે કે, એસીબીની સક્રિયતા છતાં સરકારી બાબુઓમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી.

લાંચ કેસની વિભાગવાર અને આંકડાકિય માહિતી

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો 'લાંચિયો'?, ACBના આંકડા જોઈ ચોંકી જશો 2 - image

સરકારી વિભાગનું નામ    વર્ષ 2025 : કુલ કેસ (લાંચની રકમ રૂપિયામાં)  વર્ષ 2026 (15 જૂન સુધી) : કુલ કેસ (લાંચની રકમ રૂપિયામાં)

ગૃહ વિભાગ (પોલીસ)                              62 કેસ (રૂ. 66,47,500)           19 કેસ (રૂ. 9,91,000)

મહેસૂલ વિભાગ                                      32 કેસ (રૂ. 24,63,400)           15 કેસ (રૂ. 9,48,500)

પંચાયત અને ગ્રામ વિકાસ                       29 કેસ (રૂ. 23,10,550)           15 કેસ (રૂ. 8,45,870)

શહેરી વિકાસ વિભાગ                      12 કેસ (રૂ. 3,95,300)                   12 કેસ (રૂ. 6,91,000)

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ                      08 કેસ (રૂ. 1,78,500)                   03 કેસ (રૂ. 50,000)

કેન્દ્ર સરકાર સંબંધિત (CGST વિ.)            15 કેસ (રૂ. 20,58,650)                   06 કેસ (રૂ. 35,02,100)

સરકારી તંત્રને હચમચાવતા ‘મેગા કેસ’

ભ્રષ્ટાચારના આ મહાસાગરમાં સૌથી ચોંકાવનારા એવા બે ‘મેગા કેસ’ સામે આવ્યા છે, જે સરકારી તંત્રની નૈતિકતાના લીરેલીરા ઉડાડે છે.  

રૂપિયા 20 લાખની લાંચનો કેસ: વર્ષ 2026નો અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેપ કેસ રાજકોટ સી.જી.એસ.ટી. (CGST) કચેરીમાં નોંધાયો, જ્યાં વર્ગ-2ના સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર બોધ્ધે એક વ્યક્તિ સાથે મળીને જીએસટી નંબર ભરવા તથા ખોટા બિલની અરજી પતાવવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ. 25 લાખની લાંચ માંગી હતી, જે રકઝકના અંતે રૂ. 20 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.

કરોડોની અપ્રમાણસર મિલકત: ઊર્જા વિભાગના વર્ગ-1 ના ઉચ્ચ અધિકારી અશ્વિન ચૌધરી (મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ગાંધીનગર) સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી. સોલાર પ્રોજેક્ટના સેફ્ટી સર્ટિફિકેટ માટે લાંચ લેતા આ અધિકારીના ગાંધીનગર અને સુરતના નિવાસ સ્થાનેથી સર્ચ દરમિયાન કુલ રૂ. 2,64,97,880ની અપ્રમાણસર રોકડ અને સોના-ચાંદીની લગડીઓ મળી આવી હતી.

પોલીસ-શિક્ષણ વિભાગ પણ ACBની રડારમાં: આ સિવાય વર્ષ 2025ના ઇતિહાસ પર નજર કરીએ તો, શિક્ષણ વિભાગ હેઠળ સર્વ શિક્ષા અભિયાનમાં ડેપ્યુટેશન પર કાર્યરત માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2ના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર, નિપૂણ ચોક્સી સામે રૂ. 3,08,90,279 (62.43% અપ્રમાણસર મિલકત)નો સૌથી મોટો ડી.એ. કેસ નોંધાયો હતો. તેમજ વર્ષ 2025ના સૌથી મોટા ટ્રેપ કેસમાં સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદી વિરૂદ્ધ કેસ ન કરવા માટે રૂ. 30 લાખની લાંચ લેતા ગુનામાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. બીજી તરફ, વન અને પર્યાવરણ, શ્રમ, નાણાં, તેમજ માહિતી પ્રસારણ જેવા વિભાગોમાં કેસોની સંખ્યા મર્યાદિત કે ઝીરો રહી છે.

ભ્રષ્ટાચાર સામે ક્યાં ફરિયાદ કરવી?

નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે, ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ માત્ર એસીબીની નથી, પરંતુ સમગ્ર સમાજની છે. વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવા માટે જનજાગૃતિ અનિવાર્ય શસ્ત્ર છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કાયદેસરના કામ માટે લાંચની માંગણી કરે, તો નાગરિકોએ ડર્યા વગર તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ. તમારો એક જાગૃત ફોન કોલ ભ્રષ્ટાચારીને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…
GUJARAT

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

June 16, 2026
ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …
GUJARAT

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

June 16, 2026
TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat …
GUJARAT

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat …

June 16, 2026
Next Post
પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી 'ભોપલી ગેંગ' સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa...

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins...

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey's S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

4 months ago
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

4 months ago
‘2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો, રાહુલ ગાંધીએ બાજી બગાડી’, દિગ્ગજે કોંગ્રેસ છોડવાની કહાની જણાવી | …

‘2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો, રાહુલ ગાંધીએ બાજી બગાડી’, દિગ્ગજે કોંગ્રેસ છોડવાની કહાની જણાવી | …

4 months ago
ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News