gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય બફારા બાદ સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બાવળા તાલુકા સહિત આસપાસના પંથકમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેહુલિયાએ અમી છાંટણા કરીને જાણે ચોમાસાની સિઝનની શરૂઆત કરી હતી. આ બદલાયેલા હવામાનને કારણે સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડૂતો હાલ આગોતરી ખેતીના કામોમાં જોતરાયા

બીજી તરફ, બગોદરામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. સિઝનના આ પહેલા ધીમીધારે શરૂ થયેલા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે જ ધોલેરા પંથકમાં પણ મેઘમહેર થતાં વાતાવરણ આહલાદક બની ગયું છે. વરસાદના આગમનની સાથે જ ખેડૂતો હવે આગોતરી ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે.

મકરબા-સરખેજ વિસ્તારમાં પડ્યું વરસાદી ઝાપટું

અમદાવાદ શહેરમાં પણ રાત્રે 9:30 વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના પગલે એસ.જી. હાઈવે, મકરબા અને સરખેજ સહિતના આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ અણધાર્યા વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારાથી હેરાન થતા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે.

ગોધરામાં વરસાદી માહોલ

પંચમહાલના ગોધરા પંથકમાં આખા દિવસના અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનને કારણે મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ગોધરાના ભુરાવાવ, વાવડી, ગોવિંદી અને બમરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે.પંચમહાલના ગોધરા પંથકમાં આખા દિવસના અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનને કારણે મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ગોધરાના ભુરાવાવ, વાવડી, ગોવિંદી અને બમરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે.

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં 2 - image

નૈઋત્યનું ચોમાસું સ્લો-મોશનમાં આવી ગયું 

હવામાન વિભાગ મુજબ પશ્ચિમના દરિયાકાંઠે 8 જૂનથી જ નૈઋત્યનું ચોમાસું સ્લો-મોશનમાં આવી ગયું છે. બંગાળની ખાડીમાં કોઈ મજબૂત ડિપ્રેશન(વરસાદી સિસ્ટમ) ન સક્રિય થવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે, જેને લીધે ચાલુ વર્ષે વરસાદ માટે હજુ વધુ થોડા દિવસો રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભદ્રાચલમમાં અટકેલી સિસ્ટમ, મુંબઈમાં પણ વિલંબ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા છ દિવસથી ચોમાસું તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં સ્થિર થઈ ગયું છે. આગામી એક સપ્તાહ સુધી નવી કોઈ મજબૂત સિસ્ટમ બને તેવા સંકેતો નથી. આ ધીમી ગતિના કારણે મુંબઈ સુધી ચોમાસું પહોંચતા હજુ 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આગામી 4થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસું ધીમે-ધીમે આગળ વધે તેવી સાનુકૂળ શક્યતાઓ સેવાઈ રહી છે. ચોમાસાની આ ધીમી ચાલના કારણે દેશના 723 જિલ્લાઓમાંથી અત્યાર સુધી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? અમદાવાદમાં ઉકળાટ

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ સુધી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવામાં હજુ સમય લાગી શકે છે. હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, પરંતુ તેના કારણે ગરમીમાં રાહત મળવાને બદલે અસહ્ય ઉકળાટ વધી ગયો છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી

ચોમાસું ભલે મોડું હોય, પરંતુ સ્થાનીય સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આજથી બે દિવસ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

દક્ષિણ ગુજરાત: સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સિસ્ટમ સક્રિય થતાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે.

બીજી તરફ, આવતીકાલ ગુરુવારથી દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને મેદાની ભાગોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આશંકા છે. આ ઉપરાંત પાકિસ્તાન અને રાજસ્થાન સરહદ પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનો દાવો પણ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ...

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: ...

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુલાઈમાં મ્યુ. ફંડોની માર્કેટ કેપ બાસ્કેટ બદલાશે, 20થી વધુ શેરોમાં ફેરફાર થશે | In July the market c…

જુલાઈમાં મ્યુ. ફંડોની માર્કેટ કેપ બાસ્કેટ બદલાશે, 20થી વધુ શેરોમાં ફેરફાર થશે | In July the market c…

1 year ago
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

3 months ago
સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

1 year ago
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News