gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in Business
0 0
0
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું અને લેબનોનથી સૈન્ય હટાવી લેવાનો ઈન્કાર કરી રહ્યું હોઈ અને હોર્મુઝને ગમે ત્યારે ઈરાન બંધ કરવાનો અધિકાર ધરાવતું હોવાના અને ઈરાને વેપારી જહાજ પર હોર્મુઝમાં ડ્રોન હુમલો કર્યાના અહેવાલો વચ્ચે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં અટકતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે સતત તેજી જોવાઈ હતી. તેજી પાછળ પ્રમુખ પરિબળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થવાના અહેવાલોની પોઝિટીવ અસર બજાર પર જોવાઈ હતી. આ સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારામને ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધે એ માટે પ્રોત્સાહનો, પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે તેજી બળવતર બની હતી. ફોરેન ફંડોની શેરોમાં ખરીદી વધતાં  અમેરિકી ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યો હતો. ફંડોએ આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી કર્યા સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી કરતાં નિફટીએ ૨૪૦૦૦ની સપાટી અને  સેન્સેક્સે ૭૭૦૦૦ની સપાટી કુદાવી હતી. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ અંતે ૯૬.૫૫ પોઈન્ટ વધીને ૨૪૦૮૫.૭૦ અને સેન્સેક્સ ૩૪૭.૧૪ પોઈન્ટ વધીને ૭૭૧૫૫.૬૨ બંધ રહ્યો હતો. ઓટોમોબાઈલ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.

કેપિટલ ગુડઝ શેરોમાં ડાટાપેટર્નસ, કાર્બોરેન્ડમ, ભારત ડાયનામિક્સ, જીઈ વર્નોવા, સુઝલોન, સિમેન્સ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. ડાટાપેટર્નસ રૂ.૨૯૬.૬૦ ઉછળીને રૂ.૪૭૭૩.૭૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૬૬.૬૫  વધીને રૂ.૧૧૩૧.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૭૩.૭૫ વધીને રૂ.૧૩૧૦.૩૦, કોચીન શિપ રૂ.૬૯.૨૦ વધીને રૂ.૧૫૦૧.૦૫, જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૨૭૯.૯૦ વધીને રૂ.૫૧૫૩.૨૫, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૭૭.૧૫ વધીને રૂ.૩૭૮૩.૮૦, કોચીન શિપ રૂ.૬૯.૨૦ વધીને રૂ.૧૫૦૧.૦૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૦૩.૯૦ વધીને રૂ.૪૪૬૦.૩૫, કેઈઆઈ રૂ.૨૪૭.૧૦ વધીને રૂ.૫૬૩૨.૨૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૭૧.૬૦ વધીને રૂ.૧૯૯૨.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૧૨૩૩.૨૫ વધીને રૂ.૩૫,૯૬૮, પોલીકેબ રૂ.૩૩૮.૪૦ વધીને રૂ.૯૯૨૭.૮૫, મઝગાંવ ડોક રૂ.૮૪.૭૫ વધીને રૂ.૨૫૫૧.૬૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૨.૪૫ વધીને રૂ.૪૧૯.૮૦, સીજી પાવર રૂ.૨૩ વધીને રૂ.૯૬૩.૭૫, સિમેન્સ રૂ.૮૬.૮૦ વધીને રૂ.૩૭૨૪.૧૦, સુઝલોન એનજીૅ રૂ.૧.૩૪ વધીને રૂ.૫૯.૨૬, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૩.૮૦ વધીને રૂ.૭૧૭૧, ભેલ રૂ.૮ વધીને રૂ.૩૯૨.૧૫, ઝેનટેક રૂ.૩૩.૭૦ વધીને રૂ.૧૮૮૮.૫૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૦.૦૫ વધીને રૂ.૪૫૭૪ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૨૦૭.૩૮ પોઈન્ટની છલાંગે ૮૨૩૨૮.૫૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સતત આકર્ષણ : ડિક્સન રૂ.૬૦૮, બ્લુ સ્ટાર રૂ.૭૪, ક્રોમ્પ્ટન રૂ.૧૧ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું સતત ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. ડિક્સન ટેકનોલોજી રૂ.૬૦૭.૭૫ વધીને રૂ.૧૨,૮૩૨.૫૫, બ્લુ સ્ટાર રૂ.૭૪.૪૦ વધીને રૂ.૧૬૯૬.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૧૧ વધીને રૂ.૨૭૫.૯૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૮.૪૫ વધીને રૂ.૫૪૫.૬૫, વોલ્ટાસ રૂ.૨૩.૬૫ વધીને રૂ.૧૩૫૧ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૩૪.૬૧ પોઈન્ટ વધીને ૬૦૯૮૮.૪૨ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ટાટા સ્ટીલની આગેવાનીએ તેજી : હિન્દાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ વેચવાલી અટકાવીને ટાટા સ્ટીલની આગેવાનીએ  તેજી કરી હતી. હિન્દાલ્કો રૂ.૨૫.૫૫ વધીને રૂ.૧૦૦૭.૯૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૮.૩૫ વધીને રૂ.૭૨૭.૬૦, ટાટા સ્ટીલ રૂ.૩ વધીને રૂ.૧૯૯, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૦૫ વધીને રૂ.૫૭૨.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૨૮૭.૧૦, નાલ્કો રૂ.૩.૨૫ વધીને રૂ.૩૬૯.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૭૬.૯૫ પોઈન્ટ વધીને ૪૧૯૦૮.૩૮ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડો હળવા થયા : ટાટા મોટર્સ રૂ.૩૩ તૂટયો : મધરસન, આઈશર, મારૂતી સુઝુકી ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ત્રણ દિવસ તેજી બાદ આજે ફંડોએ ટાટા મોટર્સના જેગુઆર લેન્ડ રોવરના નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના પરિણામ બાદ વેચવાલી કરતાં નરમાઈ જોવાઈ હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૩૨.૫૫ ઘટીને રૂ.૩૬૧.૦૫, મધરસન રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૪૫.૨૦, આઈશર મોટર્સ રૂ.૪૪.૭૦ ઘટીને રૂ.૭૫૧૨.૮૦, મારૂતી સુઝુકી રૂ.૬૧.૩૫ ઘટીને રૂ.૧૩,૬૩૧.૫૦, હીરો મોટોકોર્પ રૂ.૧૬.૪૦ ઘટીને રૂ.૫૦૧૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૯૫.૮૫ પોઈન્ટ ઘટીને ૫૮૯૭૦.૨૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ : યશ બેંક, આઈડીબીઆઈ ઉછળ્યા : બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડો સતત ખરીદદાર રહ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોના હિતમાં પ્રોત્સાહક પગલાં લીધાની પોઝિટીવ અસર અને બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધી રહ્યાના અહેવાલે ફંડો બેંક શેરોમાં લેવાલ રહ્યા હતા. યશ બેંક રૂ.૧.૨૨ ઉછળીને રૂ.૨૫.૧૧, આઈડીબીઆઈ બેંક રૂ.૧૩.૩૪ ઉછળીને રૂ.૯૦.૪૭, યુકો બેંક રૂ.૧.૯૦ વધીને રૂ.૨૮.૨૨, બેંક ઓફ બરોડા રૂ.૬.૫૫ વધીને રૂ.૨૮૨.૮૫, કેનેરા બેંક રૂ.૨.૪૫ વધીને રૂ.૧૩૫.૨૦, યુનિયન બેંક રૂ.૩ વધીને રૂ.૧૭૩.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૦૨૬ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૦.૫૨ પોઈન્ટ વધીને ૬૪૯૦૫.૬૦ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં આકર્ષણ : સાસ્કેન રૂ.૨૧૯, જેનેસીસ રૂ.૨૮, રેટગેઈન રૂ.૪૨, એનપીએસટી રૂ.૬૭ ઉછળ્યા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ બાબતે આઈટી ઉદ્યોગમાં ચિંતા હળવી થતાં અને એઆઈ ક્ષેત્રે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓ દ્વારા રોકાણ વધારીને વ્યુહ બદલવામાં આવતાં પોઝિટીવ અસરે ફંડો આઈટી શેરોમાં લેવાલ રહ્યા હતા. સાસ્કેન રૂ.૨૧૯.૨૦ વધીને રૂ.૨૪૧૧.૩૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૩૪૮.૫૦, ડિજીટ્રેડ રૂ.૬.૧૬ વધીને રૂ.૮૯.૯૩, રેટગેઈન રૂ.૪૨.૩૦ વધીને રૂ.૮૮૬.૬૦, ટીવીએસ ઈલેક્ટ્રોનિક રૂ.૨૨.૮૫ વધીને રૂ.૪૮૨.૩૦, એનપીએસટી રૂ.૬૬.૮૦ વધીને રૂ.૧૬૨૫.૪૦, નેલ્કો રૂ.૧૭.૮૦ વધીને રૂ.૭૪૩, ઈન્ફોસીસ રૂ.૧૪.૮૦ ળદીને રૂ.૧૧૫૮.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૯૦ વધીને રૂ.૧૪૬૨, ટીસીએસ રૂ.૨૩.૭૫ વધીને રૂ.૨૨૨૨.૬૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૨૪.૫૯ પોઈન્ટ વધીને ૨૮૧૩૭.૦૩ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૨૩ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓનું ખરીદીનું આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૫૧  સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૩૨૩  અને ઘટનારની સંખ્યા ૧૯૫૬  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૫૬૧ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦૧.૫૯  કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૧૪,૮૦૬.૩૦  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૭૦૪.૭૧ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૫૬૧.૪૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૬૧૧.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૫૦.૪૭ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૮૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૨ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટીમાં સતત ચોથા દિવસે તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૮૮  લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૨  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના 'ઓપરેશન ટાઇગર 2' થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash...

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: ...

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

1 year ago
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

3 months ago
કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu…

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu…

7 months ago
પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…

પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News