Akhilesh Yadav On India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમતિ દાખવી છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. વિદ્ધવિરામ મામલે ભારતના વિદેશ મંત્રી, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સહિતના નેતા પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી કહ્યું કે, ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે…’
અખિલેશ યાદવે શું કહ્યું?
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, શાંતિ સર્વોપરિ છે અને સમ્પ્રભુતા પણ! આ પહેલા સપા ચીફ અખિલેશે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરકારના સમર્થનમાં રહ્યા હતા. અખિલેશે કહ્યું હતું કે, ‘આતંકવાદ સામેની કાર્યવાહી અંગે અમે સરકારની સાથે છીએ.’
આ પણ વાંચો: VIDEO : ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’, ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે (10 મે, 2025) ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે.’
આ પણ વાંચો: પાકિસ્તાનના DGMOએ ભારતને ફોન કર્યો, બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ લાગુ: ભારતીય વિદેશ મંત્રાલય
શું હતી સમગ્ર ઘટના?
જમ્મી કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. જેમાં ગુરુવારે (8 મે, 2025) મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે 10 મેના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ અંગે જાણકારી આપી હતી.