![]()
રાણપુરના
બુબાવાવ ગામના બસ સ્ટેશન પાસે
85
ટન સાદી માટી રૃ.૪.૨૫નું ખનન કરી વહન કર્યું હતુ, ડમ્પર ખાલી કરી નાસી છૂટયા
ભાવનગર
– રાણપુરના બુબાવાવ ગામમાંથી ખનિજ માફિયા
માટીનું ખનન કરી ગામ બસ સ્ટેન્ડ પાસે તેમજ રસ્તા પર ડમ્પરમાં ભરેલ માટી ખનીજ ખાલી
કરી નાસી છૂટયા હતા. બોટાદ ભુસ્તર વિભાગમાં માઇન્સના અધિકારીઓની ટીમે રોયલ્ટી
ભર્યાં વગરની સાદી માટીનું વહન કરનાર ત્રણ ડમ્પર ચાલક અને માલિક વિરૃધ્ધ ફરિયાદ
નોંધાવી છે.
બોટાદના
ગઢડા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે રહેતા અને બોટાદ ભુસ્તર વિભાગમાં
માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચિમનભાઈ અતુલભાઈ લંગાલિયા સહિતનો સ્ટાફને બાતમી
મળેલ કે, બુબાવાવ
ગામમાં બસ સ્ટેન્ડ પાસે ૦૩ ડમ્પર માટી ખનીજ ભરેલ છે. જેમાં કોઈપણ પ્રકારનો રોયલ્ટી
પાસ કે આધા૨ પુરાવા નથી. જેથી ટીમ બુબાવાવ ગામમાં પહોચે તે પહેલા જ ત્રણેય ડમ્પરના
ડ્રાઇવર દ્રારા બુબાવાવ ગામ બસ સ્ટેન્ડ પાસે તેમજ રસ્તા પર ડમ્પરમાં ભરેલ માટી
ખનીજ બળજબરીપુર્વક ખાલી કરી અને સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમજ રસ્તા પર પીપળાના
ઝાડને નુકસાન પણ પહોંચાડયું હતી. આમ, ડમ્પરના ડ્રાઈવરો
દ્વારા પાસ પરમીટ વગર ખનીજ વહન કરી તેમજ સરકરી સંપત્તીને નુકસાન પહોંચાડયું હતું.
તેમજ ત્રણ ડમ્પર ચાલક અને માલિકે ૮૫ ટન સાદી માટી રૃ.૪,૨૫,૦૦૦નું ખનન કરી વાહન કર્યું હતુ. આ બનાવ સંદર્ભે માઇન્સ સુપરવાઇઝર ચિમનભાઈ
અતુલભાઈ લંગાળિયાએ ત્રણ ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ગુજરાત મીનરલ્સ (પ્રી વેન્શન
ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૃલ્સ-૨૦૧૭ની કલમ ૩,૧૨ તેમજ એમ. એમ.ડી. આ ૨ એક્ટ ૧૯૫૭ની કલમ ૪(૧), ૪(૧)(એ)
તથા ૨૧ મુજબ તેમજ બી.એન.એસ કલમ-૩૦૩(૨), ૫૪ની વિવિધ જોગવાઈઓ
મુજબ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બુબાવાવ
ગામના સરપંચે ખાનન કરતા ડમ્પરનો વીડિયો બનાવ્યો હતો
બુબાવાવ
ગામના સરપંચ દ્વારા અધિકારીઓને ફોનમા ઉતારેલ વીડિયો બતાવવામાં આવ્યો હતો જે
વીડિયોમા નંબર વગરનું આદિત્ય એન્ટરપ્રાઇઝ લખેલ ટાટા કંપનીનું ડમ્પર ૩૫૩૦ ટી. (સફેદ
કલર) તથા નંબર વગરનું પીળા કલરનું આદિત્ય એન્ટરપ્રાઇઝ લખેલ અશોક લેલન કંપનીનું
ડમ્પર તથા નંબર વગરનું પીળા કલરનું આદિત્ય એન્ટરપ્રાઇઝ લખેલ એક અન્ય ડમ્પર જણાતું
હતું.










