gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના 9 વર્ષીય વિહાને 5,289 મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કરી રચ્યો ઇતિહાસ | youngest indian moun…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
જામનગરના 9 વર્ષીય વિહાને 5,289 મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કરી રચ્યો ઇતિહાસ | youngest indian moun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vihan Chetariya Friendship Peak Record: જામનગર શહેરના પ્રતિભાશાળી બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલા અતિ દુર્ગમ અને પડકારજનક ફ્રેન્ડશીપ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. 5289 મીટરની ઊંચાઈ ધરાવતા આ શિખરને સર કરીને વિહાને દેશભરમાં જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માત્ર 9 વર્ષ અને 4 મહિનાની નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર વિહાને અગાઉનો 10 વર્ષ અને 2 મહિનાની ઉંમરનો કીર્તિમાન પાછળ છોડી દીધો છે. આ સાથે તે ફ્રેન્ડશીપ શિખર સર કરનાર ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે.

જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરીયાએ સર કર્યો ફ્રેન્ડશીપ શિખર

હિમાલય ક્ષેત્રમાં આવેલા ફ્રેન્ડશીપ પિક તકનીકી રીતે પડકારજનક અને જોખમી શિખરોમાં સ્થાન ધરાવે છે. આ શિખરનું આરોહણ કરવા માટે વિશેષ પર્વતારોહણ કૌશલ્ય, બરફ અને હિમનદી વિસ્તારમાં ચાલવાની તાલીમ, દોરડા, બરફકુહાડી, પગમાં બાંધવાના વિશેષ લોખંડી સાધનો તથા અન્ય જરૂરી સાધનોનો કુશળ ઉપયોગ તેમજ મજબૂત શારીરિક અને માનસિક ક્ષમતા જરૂરી બને છે.

અભિયાન દરમિયાન વિહાને કપરા હવામાન, ઓક્સિજનની ઓછી માત્રા અને બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો જેવા અનેક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બની છે.

હિમાલયના અનેક પર્વતીય પ્રવાસો અને શિખરો પૂર્ણ કર્યા 

વિહાન ચેતરીયા અગાઉ પણ હિમાલયના અનેક પર્વતીય પ્રવાસો અને શિખરો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે. બાળ પર્વતારોહણ ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરીને તે અન્ય બાળકો અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. તેની આ ઐતિહાસિક સફળતા સાહસિક રમતો, પર્વતારોહણ અને પ્રકૃતિપ્રેમ પ્રત્યે નવી પેઢીમાં ઉત્સાહ જગાવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે ભારે હોબાળો, બે સંગઠનો આમનેસામને, 3ની અટકાયત

વિહાન ચેતરીયાની આ અસાધારણ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક, રમતગમત અને સાહસિક ક્ષેત્રની સંસ્થાઓ તેમજ નાગરિકો દ્વારા તેને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જામનગરના આ સાહસિકે પોતાની પ્રતિભા, હિંમત અને અડગ મનોબળના બળે સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…
GUJARAT

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

June 21, 2026
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…
GUJARAT

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

June 21, 2026
અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
Next Post
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ | tamil nadu amm…

તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ | tamil nadu amm...

NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક…

NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-'પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક...

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બફર સ્ટોક ઊભો કરવા બજાર ભાવે કઠોળની ખરીદી કરવા માટે વિચારણા | Consideration to purchase pulses at ma…

બફર સ્ટોક ઊભો કરવા બજાર ભાવે કઠોળની ખરીદી કરવા માટે વિચારણા | Consideration to purchase pulses at ma…

1 year ago
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…

4 weeks ago
ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

8 months ago
CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News