gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP MLA Chaitar Vasava and Wife Sentenced to 7 Years Jail: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. 

ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવી કરી હતી મારામારી-ફાયરિંગ 

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

સરકારી વકીલ: ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો દોષિત જાહેર

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

તમામ 9 આરોપીઓ જેલહવાલે, ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફરની અરજી કરાઈ

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં 

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
Next Post
ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્…

ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્...

અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLન…

અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLન...

ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar…

ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી | PM Modi to …

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી | PM Modi to …

1 year ago
પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

1 year ago
ટેકનોલોજી ફેકલ્ટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની ૯૯માંથી ૪૪ બેઠકો જ ભરાઈ | seats vacant in part time de…

ટેકનોલોજી ફેકલ્ટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની ૯૯માંથી ૪૪ બેઠકો જ ભરાઈ | seats vacant in part time de…

4 weeks ago
ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News