![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ તૂટયા હતા. નવ ા વેપાર ધીમા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરી બજારોમાં ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગબડી ચાર મહિનાના તળિયે ઉતરી ગયા હતા.
ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિ કરારના માહોલમાં હોર્મુઝ રુટ પર ઓઈલ ટેન્કરોની અવરજવર વધ્યાના વાવડ હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ફેૂબુ્રઆરીના અંતભાગમાં યુદ્ધ શરૂ થયું એ અગાઉ ક્રૂડના જે ભાવ હતા તે ભાવ આજે ફરી જોવા મળ્યા હતા. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આ જે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૨૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.૫૦૦૦ ગબડયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૧૨૫થી ૪૧૨૬ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૦૩૭ થઈ ૪૦૪૭થી ૪૦૪૮ ડોલર રહ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. દરમિયાન, ક્રૂડતેલના વિશ્વ બજારમાં આજે ભાવ વધુ ૩ ટકા તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૪.૬૮ થઈ ૭૪.૭૭ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૦.૯૮ થઈ ૭૧.૧૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૩૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૬૨.૨૫ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૫૯.૩૩ થઈ ૫૯.૪૪થી ૫૯.૪૫ ડોલર રહ્યા હતા. મ ુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૨૮૦૦ તૂટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૫૫૦૦ તૂટયા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૧૬૦૯ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૨૧૭૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૨૨૦૩૫ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આ જે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૦૦ ઘટી રૂ.૫૭૦૮૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૧૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૦૦ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે વધુ ૧.૪૩ ટકા માઈન્સમાં રહ્યા હતા.










