gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in INDIA
0 0
0
વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Earthquack News : સમગ્ર વિશ્વના અલગ-અલગ હિસ્સાઓમાં ગુરુવારે ધરતી ધ્રુજવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવી છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા 7.1 અને 7.5 ની તીવ્રતાના મહાવિનાશક ભૂકંપ બાદ હવે જાપાન, ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રચંડ કુદરતી આફતોના કારણે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે, જોકે સદનસીબે વેનેઝુએલા સિવાય અન્ય સ્થળોએ કોઈ મોટા જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

જાપાનમાં સવારના સમયે 6.9 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

જાપાનના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં ગુરુવારે સવારે ઓફિસ સમય (મોનિંગ રશ અવર્સ) દરમિયાન 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. જાપાન મેટોરોલોજિકલ એજન્સી અને યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા મુજબ, આ ભૂકંપ ઇવાટે (Iwate) ના પૂર્વી તટ નજીક જમીનથી આશરે 50 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ આંચકા એટલા તીવ્ર હતા કે રાજધાની ટોક્યો પણ સામાન્ય ધ્રુજી ઉઠ્યું હતું.

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા 2 - image

સરકારી પ્રવક્તા મિનોરુ કિહારાએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની વિગતો નથી, જ્યારે વડાપ્રધાન સનાએ તાકાઇચિએ આપત્તિ પ્રબંધન ટીમને એલર્ટ કરીને નાગરિકોને આફ્ટરશોક્સ સામે સાવધ રહેવા અપીલ કરી છે. ભૂકંપના કારણે સાવચેતીના ભાગરૂપે બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલ સેવાઓ રોકી દેવાઈ હતી, તેમજ આઓમોરી પ્રાંતના હાશિકામીમાં શાળાના બાળકો ભયભીત થતાં એક દિવસ માટે વર્ગો સ્થગિત કરી દેવાયા હતા. સદનસીબે એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી.

ભારતના જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે આંચકો

વેનેઝુએલા અને જાપાનની સાથે-સાથે ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી હચમચી ગઈ હતી. કાશ્મીરના પુલવામા (Pulwama) વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે 2 વાગ્યાને 36 મિનિટે 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના ડેટા અનુસાર, આ ભૂકંપ જમીનથી 15 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. સ્થાનિક સ્તરે લોકોમાં સામાન્ય ફફડાટ ફેલાયો હતો, પરંતુ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલ મળ્યા નથી.

પાડોશી દેશ નેપાળમાં પણ 3.8 ની તીવ્રતા

ભારતના પાડોશી પર્વતીય દેશ નેપાળમાં પણ ગુરુવારે વહેલી સવારે ભારતીય સમયાનુસાર (IST) 5 વાગ્યાને 21 મિનિટે 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ અગાઉ રવિવારે પણ નેપાળના દુર્ગમ પહાડી વિસ્તાર એવા હુમલા (Humla) જિલ્લાના શ્રીનગર ક્ષેત્રમાં 4.1 ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો. નેપાળમાં પણ આ તાજેતરના આંચકાઓથી કોઈ જાનહાનિ થઈ નથી.

વેનેઝુએલામાં 22 માળની ઇમારત ધરાશાયી, ભારે તબાહી

આ વૈશ્વિક ભૂકંપના સિલસિલામાં સૌથી ભયાનક અસર દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં જોવા મળી છે, જેને છેલ્લા 100 વર્ષના સૌથી વિનાશક ભૂકંપોમાંથી એક ગણવામાં આવી રહ્યો છે. બુધવારે સાંજે ત્યાં આવેલા 7.2 અને 7.5 ના બે બેક-ટુ-બેક આંચકાના કારણે રાજધાની કૅરાકસમાં એક 22 માળની વિશાળ ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને એરપોર્ટના માળખાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…
INDIA

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

June 25, 2026
Next Post
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

8 months ago
ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

12 months ago
સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો | parents alleged seventh day sch…

સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો | parents alleged seventh day sch…

10 months ago
શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી | gyan sahayak appointment…

શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી | gyan sahayak appointment…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News