gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

G METRO NEWS by G METRO NEWS
July 13, 2026
in GUJARAT
0 0
0
મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:
1
VIEWS
Share on FacebookShare on Twitter

૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન

10-07-2026

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન: ૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન
ઘટતી ઉત્પાદકતા અને રોગ-જીવાતના કાયમી ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય આંબા પાક તજજ્ઞ ધવલસિંહ ચૌહાણ દ્વારા મહત્વપૂર્ણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું.

પીડિલાઇટ Industries Limited (CSR) અને કૃષિ-બાગાયત વિકાસ કેન્દ્ર દ્વારા ખેડૂતોની ચિંતા દૂર કરતું ભવ્ય આયોજન
કરવામાં આવ્યું

ભાવનગર જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ Industries Limited (CSR) સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર (CAHD) ખાતે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પર એક વિશાળ અને ભવ્ય તકનીકી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા હવામાન અને રોગ-જીવાતના કારણે આંબાના પાકમાં આવી રહેલી ગંભીર સમસ્યાઓના કાયમી નિવારણ માટે યોજાયેલા આ સેમિનારમાં સમગ્ર ગુજરાત તેમજ પડોશી રાજ્યોમાંથી ૨૫૦ થી વધુ પ્રગતિશીલ આંબા ઉત્પાદક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય તજજ્ઞ દ્વારા ‘A to Z’ વૈજ્ઞાનિક માર્ગદર્શન: કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ૧૨ થી વધુ દેશોમાં આંબાની ખેતી માટે તકનીકી માર્ગદર્શન પૂરું પાડનાર દેશના જાણીતા આંબા પાક તજજ્ઞ અને આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ શ્રી ધવલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના ખેડૂતો આંબાવાડીમાં ઘટતું ઉત્પાદન, રોગ-જીવાતનો ઉપદ્રવ, અનિયમિત ચોમાસું અને વધતા જતા ઉત્પાદન ખર્ચથી પરેશાન થઈને આંબાવાડીઓ કાઢી રહ્યા હતા.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા ખેડૂતોને સીધા વૈજ્ઞાનિકો સાથે જોડવા આ વિશેષ સત્ર યોજાયું હતું. જેમાં શ્રી ધવલસિંહ ચૌહાણે આંબાવાડીનું નવસર્જન, વૈજ્ઞાનિક છાંટણી (પ્રુનિંગ), પોષણ અને પાણી વ્યવસ્થાપન, સંકલિત જીવાત નિયંત્રણ, મોર (ફ્લાવરિંગ) અને ફળ બેસવાની તકનીકો તેમજ લણણી પછીના વ્યવસ્થાપનની ઝીણવટભરી માહિતી આપી હતી.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ અને ક્ષેત્ર મુલાકાત: આ પ્રસંગે ગર્વમેન્ટ ઑફ ગુજરાતના કૃષિ અધિકારીઓ અને વિજ્ઞાન કેન્દ્રોના નિષ્ણાતો ખાસ હાજર રહ્યા હતા, જેમાં KVK સણોસરાના વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લા, કૃષિ નિષ્ણાત ડૉ. વિનીતભાઈ સવાણી, શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ (આંબલા-મણાર) ના ડિરેક્ટર આદરણીય શ્રી મેહુલભાઈ ભટ્ટ તેમજ KVK તાલાલાના વડા અને અન્ય વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો.

વર્કશોપના બીજા સત્રમાં મણાર કેન્દ્રના આંબા પ્રદર્શન પ્લોટ અને નજીકની આંબાવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં શ્રી ધવલસિંહ ચૌહાણે ખેતરમાં જઈને રોગ ઓળખવા અને ઉત્પાદકતા તેમજ ગુણવત્તા સુધારવા માટેની પ્રાયોગિક પદ્ધતિઓનું લાઈવ પ્રદર્શન કરી બતાવ્યું હતું.

ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા આભાર દર્શન: કાર્યક્રમના અંતમાં મણાર કેન્દ્રના વડા (Chief) ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા ઉપસ્થિત તમામ વૈજ્ઞાનિકો, સરકારી અધિકારીઓ, પધારેલા અતિથિ વિશેષો અને સમગ્ર રાજ્યમાંથી આવેલા ઉત્સાહી ખેડૂતોનો આ સંયુક્ત પ્રયાસને ભવ્ય સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો (Vote of Thanks).

આ ઐતિહાસિક વર્કશોપ આ વિસ્તારમાં આંબાની ખેતીને પુનઃ જીવંત કરવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મણાર કેન્દ્રનું એક મજબૂત કદમ સાબિત થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie ...

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

6 months ago
ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ અને વિઝાના નિર્ણયોથી પરેશાન | India upset by Donald Trump’s tariff and v…

ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ અને વિઝાના નિર્ણયોથી પરેશાન | India upset by Donald Trump’s tariff and v…

10 months ago
Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

5 months ago
તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News