મુંબઈ : ભારતીય સૈન્યએ પાકિસ્તાનને તેમની આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપતી કાર્યવાહીનો અપેક્ષા મુજબ જડબાતોડ જવાબ આપીને ઘૂંટણિયે આવવા મજબૂર કરી દીધા બાદ યુદ્વની સ્થિતિને વિરામ આપવા સંમતિ સાધતાં અને બીજી તરફ અમેરિકા અને ચાઈના ટેરિફ યુદ્વ બાદ હવે ૯૦ દિવસ માટે ટેરિફમાં ૧૩૦ ટકા ઘટાડો કરવા સંમત થયાની ડિલને પરિણામે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં સાર્વત્રિક તોફાની તેજી જોવાઈ હતી. જીઓપોલિટીકલ ટેન્શન હાલ તુરત દૂર થતાં અને ફરી દેશ આર્થિક વિકાસની પટરી પર આવી જતાં ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો શેરોમાં મોટાપાયે ખરીદદાર બની તેજીમાં આવી ગયા હતા. દલાલ સ્ટ્રીટમાં આજે ફરી તેજી ઝળહળી ઊઠી હતી. શેરોમાં સાર્વત્રિક ધૂમ ખરીદીએ આક્રમક તેજી થતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં સર્વાધિક રૂ.૧૬.૧૬ લાખ કરોડના વિક્રમી ઉછાળાએ રૂ.૪૩૨.૫૬ લાખ કરોડ પહોંચી ગયું હતું.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ સાથે લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારોએ આજે શેરોમાં મોટી ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, હોટલ-ટુરિઝમ, એરલાઈન્સ, બેંકિંગ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સ એક તબક્કે ૩૦૪૧.૫૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૨૪૯૫.૯૭સુધી જઈ અંતે ૨૯૭૫.૪૩ પોઈન્ટ ઉછળીને ૮૨૪૨૯.૯૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે ૯૩૬.૮૦ પોઈન્ટની છલાંગે ઉપરમાં ૨૪૯૪૪.૮૦ સુધી જઈ અંતે ૯૧૬.૭૦ પોઈન્ટ ઉછળીને ૨૪૯૨૪.૭૦ બંધ રહ્યો હતો.
અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ મામલે ડિલ થતાં અને જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ મોટાપાયે ખરીદી કરી હતી. ઈન્ફોસીસ રૂ.૧૧૯.૨૫ ઉછળી રૂ.૧૬૨૬.૭૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૪૬.૬૫ વધીને રૂ.૬૯૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૪૮.૧૦ વધીને રૂ.૭૫૦.૫૫, રામકો સિસ્ટમ રૂ.૨૪.૫૫ વધીને રૂ.૩૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૯૯.૭૫ વધીને રૂ.૧૬૬૯.૬૫, ટાટા એલેક્સી રૂ.૩૫૮.૪૫ વધીને રૂ.૬૦૯૬.૯૦, એમ્ફેસીસ રૂ.૧૩૬.૪૫ વધીને રૂ.૨૫૨૨.૩૦, ટેક મહિન્દ્રા રૂ.૮૦.૦૫ વધીને રૂ.૧૫૭૩, ટીસીએસ રૂ.૧૭૮.૧૦ વધીને રૂ.૩૬૨૦.૩૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૨.૦૫ વધીને રૂ.૬૭૩.૩૦ રહ્યા હતા.
ચાઈના અને અમેરિકા ૯૦ દિવસ માટે ટેરિફમાં ૧૩૦ ટકા જેટલો ઘટાડો કરવા સંમત થતાં આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ મોટી ખરીદી કરી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૬.૮૫ વધીને રૂ.૪૩૪.૯૫, ટાટા સ્ટીલ રૂ.૮.૮૦ વધીને રૂ.૧૫૧.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪૯ વધીને રૂ.૯૦૪.૮૫, એનએમડીસી રૂ.૩.૬૮ વધીને રૂ.૬૮.૦૪, હિન્દાલ્કો રૂ.૨૪.૫૫ વધીને રૂ.૬૫૧.૮૫, જેએસડબ્લુ સ્ટીલ રૂ.૪૮.૨૫ વધીને રૂ.૧૦૦૫.૧૦, કોલ ઈન્ડિયા રૂ.૧૨.૮૦ વધીને રૂ.૩૯૫.૪૫ રહ્યા હતા.
અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ ડિલ અને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ હળવી થતાં ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આક્રમક ખરીદી કરી હતી.અશોક લેલેન્ડ રૂ.૯.૫૫ વધીને રૂ.૨૩૧.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨૧.૭૫ વધીને રૂ.૩૧૦૪.૫૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૦૫.૨૦ વધીને રૂ.૨૯૫૯.૩૫, આઈશર મોટર્સ રૂ.૧૯૫.૩૫ વધીને રૂ.૫૫૨૦.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૩૬.૨૫ વધીને રૂ.૩૯૯૦.૫૫, ટીવીએસ મોટર રૂ.૯૩ વધીને રૂ.૨૭૬૦.૧૫, બોશ રૂ.૯૬૯.૪૦ વધીને રૂ.૩૦,૯૭૭.૧૦, મારૂતી સુઝુકી રૂ.૩૬૩.૦૫ વધીને રૂ.૧૨,૬૧૫.૪૦, ટાટા મોટર્સ રૂ.૧૨.૦૫ વધીને રૂ.૭૨૦.૫૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. એક્સિસ બેંક રૂ.૫૦.૭૫ વધીને રૂ.૧૨૦૪.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬૧ વધીને રૂ.૧૪૪૯.૭૦, એચડીએફસી બેંક રૂ.૬૮.૩૫ વધીને રૂ.૧૯૫૭.૫૫, ફેડરલ બેંક રૂ.૬.૭૫ વધીને રૂ.૧૯૪.૪૦, કેનેરા બેંક રૂ.૩.૧૬ વધીને રૂ.૧૦૦.૮૧, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૨.૨૦ વધીને રૂ.૮૦૧.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૨.૩૦ વધીને રૂ.૨૧૪૬.૦૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે મોટી તેજી કરી હતી. એનબીસીસી રૂ.૭.૬૯ ઉછળી રૂ.૯૯.૭૯, આઈનોક્સ વિન્ડ રૂ.૧૩ વધીને રૂ.૧૬૯.૮૫, ટીટાગ્રહ રૂ.૫૬.૯૦ વધીને રૂ.૭૪૪.૦૫, સુઝલોન રૂ.૪.૩૧ ઉછળી રૂ.૫૬.૯૪, ભેલ રૂ.૧૬.૨૦ વધીને રૂ.૨૩૨.૯૫, અદાણી ગ્રીન રૂ.૬૨.૩૫ વધીને રૂ.૯૪૧.૨૫, એનએચપીસી રૂ.૫.૪૧ વધીને રૂ.૮૩.૪૫, ટોરન્ટ પાવર રૂ.૯૦.૩૫ વધીને રૂ.૧૪૬૪.૪૫, અદાણી પાવર રૂ.૩૨.૯૫ વધીને રૂ.૫૪૬.૪૫, ટાટા પાવર રૂ.૨૦.૫૦ વધીને રૂ.૩૯૧.૬૫, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૨૧.૦૫ વધીને રૂ.૪૮૧.૨૦, કલ્પતરૂ પાવર રૂ.૫૭.૨૦ વધીને રૂ.૯૭૮.૭૫, કેઈન્સ રૂ.૩૧૧ વધીને રૂ.૫૯૭૯.૧૦ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડો આજે લેવાલ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૮.૮૦ ઉછળીને રૂ.૧૪૩૬.૫૫, અદાણી ટોટલ ગેસ રૂ.૨૮.૭૫ વધીને રૂ.૬૩૧.૩૫, ઓએનજીસી રૂ.૯.૨૫ વધીને રૂ.૨૪૪, ગેઈલ રૂ.૬.૧૦ વધીને રૂ.૧૮૭.૮૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૩.૪૫ વધીને રૂ.૪૧૬.૩૫ રહ્યા હતા.શેરોમાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપ શેરોમાં ફરી ઓલ રાઉન્ડ ધૂમ તેજીના મંડાણ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી ફરી અત્યંત પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૫૪૧ અને ઘટનારની સંખ્યા ૫૮૨ રહી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોના માર્કેટ કેપમાં રૂ.૫.૨૭ લાખ કરોડનો જંગી વધારો
શેરોમાં આજે ઓલ રાઉન્ડ તોફાની તેજી થઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય લેવાલ બની ગયા હતા. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪.૧૮ ટકા એટલે કે ૧૯૫૧.૮૦ પોઈન્ટની છલાંગે ૪૮૬૯૩.૭૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૩.૮૫ ટકા એટલે કે ૧૬૨૦.૧૦ પોઈન્ટ ઉછળીને ૪૨૭૩૧.૬૦ રહ્યા હતા. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોનું મળીને એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૫,૨૭,૨૦૦ કરોડ વધ્યું હતું.
સ્મોલ, મિડ કેપ શેરોના માર્કેટ કેપમાં રૂ.૫.૨૭ લાખ કરોડનો જંગી વધારો
શેરોમાં આજે ઓલ રાઉન્ડ તોફાની તેજી થઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય લેવાલ બની ગયા હતા. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪.૧૮ ટકા એટલે કે ૧૯૫૧.૮૦ પોઈન્ટની છલાંગે ૪૮૬૯૩.૭૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૩.૮૫ ટકા એટલે કે ૧૬૨૦.૧૦ પોઈન્ટ ઉછળીને ૪૨૭૩૧.૬૦ રહ્યા હતા. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોનું મળીને એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૫,૨૭,૨૦૦ કરોડ વધ્યું હતું.
ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકાની જનતાને હેલ્થકેર સર્વિસિઝ પાછળનો ખર્ચ ઘટાડવા પગલાંના ભાગરૂપ વિવિધ દવાઓના ભાવોમાં ૩૦થી ૮૦ ટકા ઘટાડો કરવાનું પ્રસ્તાવિત કરતાં આજે અમેરિકામાં દવાઓની નિકાસ કરતી અને મેન્યુફેકચરીંગ-સપ્લાય કરતી વૈશ્વિક કંપનીઓની સાથે ભારતીય ફાર્મા કંપનીઓને અસર થવાના અંદાજોની અસર આજે શેરોમાં જોવાઈ હતી. ટ્રમ્પની આ હલચલથી ભારત સહિત એશીયાના દેશોની ફાર્મા કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કેટલીક કંપનીઓના શેરોમાં મર્યાદિત સુધારો નોંધાયો હતો.
સન ફાર્માસ્યુટિકલ્સ રૂ.૫૮.૬૦ તૂટીને રૂ.૧૬૮૬.૨૫, એલેમ્બિક-એપીએલ લિમિટેડ રૂ.૨૨.૧૦ ઘટીને રૂ.૮૭૯.૬૦, અજન્તા ફાર્મા રૂ.૫૯.૭૫ વધીને રૂ.૨૪૮૦.૩૦, દિવીઝ લેબોરેટરીઝ રૂ.૬૦.૨૫ ઘટીને રૂ.૫૯૪૦.૮૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૨૭૨૧.૨૫, અબોટ ઈન્ડિયા રૂ.૧૦૪.૭૦ ઘટીને રૂ.૩૦,૦૪૨.૯૫, ઝાયડસ લાઈફસાયન્સિસ નીચામાં રૂ.૮૬૫.૮૦ સુધી જઈ અંતે નજીવો રૂ.૬.૭૫ વધીને રૂ.૮૮૪.૬૫, ઓરોબિન્દો ફાર્મા નીચામાં રૂ.૧૧૨૦ સુધી ઘટી અંતે રૂ.૪૨.૩૫ વધીને રૂ.૧૨૦૬ રહ્યા હતા. ભારતીય બજારોમાં આજે અન્ય ઘણા સેક્ટરલ કંપનીઓના શેરોમાં તોફાની તેજી છતાં ટ્રમ્પના દવાઓના ભાવ ઘટાડાની અસર થવાની શકયતા ધરાવતી ઘણી કંપનીઓના શેરોમાં ગાબડાં પડયા સાથે કેટલીક કંપનીઓના શેરોમાં આજે મર્યાદિત સુધારો જોવાયો હતો. ફાઈઝર રૂ.૪.૫૫ વધીને રૂ.૪૨૪૯.૯૦, એસ્ટ્રાઝેનેકા ફાર્મા રૂ.૧૨૬.૧૫ વધીને રૂ.૮૧૧૮.૬૦ રહ્યા હતા.
એરલાઈન્સ, હોટલ-ટુરિઝમ શેરોમાં ચાર થી નવ ટકાનો તોફાની ઉછાળો
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વનું ટેન્શન બન્ને દેશો વચ્ચે સંમતિએ હળવું થતાં દેશના હોટલ-ટુરિઝમ ઉદ્યોગ માટે રાહત સાથે ફરી ઉદ્યોગ ધમધમતો થવાની અપેક્ષા અને દેશના તમામ એરપોર્ટ ફરી કાર્યરત થઈ જતાં એરલાઈન્સ કંપનીઓનો બિઝનેસ પણ રાબેતા મુજબ થવાના પોઝિટીવ પરિબળે આજે એરલાઈન્સ, હોટલ્સ, ટુર્સ-ટ્રાવેલ્સ કંપનીઓના શેરોમાં આજે તેજી આવી હતી. એરલાઈન્સ કંપનીઓના શેરોમાં ઈન્ટરગ્લોબ એવિયેશન ૭.૮૪ ટકા રૂ.૩૯૯.૯૫ ઉછળીને રૂ.૫૫૦૦ રહ્યો હતો.
સ્પાઈસજેટ ૬.૯૯ ટકા રૂ.૩.૦૨ ઉછળીને રૂ.૪૬.૨૦ બંધ રહ્યો હતો. હોટલ્સ ઉદ્યોગની કંપનીઓના શેરોમાં ઈન્ડિયન હોટલ્સ કંપની ૬.૯૪ ટકા રૂ.૪૯.૯૫ ઉછળીને રૂ.૭૬૯.૩૫, ઈઆઈએચ લિમિટેડ ૫.૫૬ ટકા રૂ.૧૯.૩૫ ઉછળી રૂ.૩૬૭.૨૫, ઈઆઈએચ એસોસીયેટેડ હોટલ્સ ૬.૩૧ ટકા રૂ.૨૧.૬૫ ઉછળી રૂ.૩૬૫, આઈટીસી હોટલ્સ ૮.૩૦ ટકા રૂ.૧૫.૨૦ ઉછળી રૂ.૧૯૮.૩૫,લેમન ટ્રી હોટલ્સ ૬.૫૩ ટકા રૂ.૮.૪૫ ઉછળી રૂ.૧૩૭.૯૫, અપીજય સુરેન્દ્ર પાર્ક હોટલ્સ ૮.૧૬ ટકા રૂ.૧૧.૪૦ ઉછળી રૂ.૧૫૧.૧૫, યુ.પી. હોટલ્સ ૪.૩૧ ટકા રૂ.૭૦ વધીને રૂ.૧૬૯૫, ટુરિઝમ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૪.૩૦ ટકા રૂ.૮.૪૫ વધીને રૂ.૨૦૪.૭૫,આઈટીડીસી ૫.૯૦ટકા રૂ.૩૧.૨૦ વધીને રૂ.૫૫૯.૬૦, ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન-આઈઆરસીટીસી ૫.૭૫ ટકા રૂ.૪૧.૫૫ વધીને રૂ.૭૬૩.૭૦ રહ્યા હતા.
FPIs/FII રૂ.૧૨૪૬ કરોડેની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે સોમવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૧૨૪૬.૪૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૭૭૫.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૨૮.૮૭કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૪૪૮.૩૭ કરોડની ચોખ્ખી ખરીદીરહી હતી. કુલ રૂ.૧૪,૬૮૪.૧૦કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૩૫.૭૩ કરોડની વેચવાલી કરી હતી.