મુંબઈ : વિશ્વ એક તરફ ઈરાન-ઈઝરાયેલ યુદ્વ વિરામથી રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું અને રશીયા-યુક્રેન મામલો થાળે પડવાની અપેક્ષા હતી, પરંતુ રશીયાના યુક્રેન પર વધતાં હુમલા અને ગાઝામાં ઈઝરાયેલની યુદ્વ કાર્યવાહી ચાલુ રહેતાં અને હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને રશીયાની માન્યતા મળતાં અને ચાઈનાના સમર્થનના અહેવાલોએ અમેરિકાની ટ્રમ્પ સરકાર પરની ભીંસ વધારવાના પ્રયાસોને જોતાં ફરી યુદ્વનું ટેન્શન વધવાનું જોખમ છે. આ સામે ટ્રમ્પની ટેરિફનું શસ્ત્ર અવારનાવર ઉગામતા રહીને દેશોને ટ્રેડ ડિલ કરવા મજબૂર કરવાની નીતિથી ખફા ઘણા દેશો પણ ઈચ્છે છે કે અમેરિકા પરની ભીંસ વધવી જોઈએ. અમેરિકાની ચાઈના સાથે ટ્રેડ ડિલ છતાં વિયેતનામ સાથે ડિલ અને એના થકી ચાઈનાને પાંગળું બનાવવાની કોશીષ જોતાં આગામી દિવસોમાં ડ્રેગન ફરી ફૂંફાળા મારે તો નવાઈ નહીં. રશીયા, ચાઈના અને ઈરાન સહિતના દેશો એકછત્ર હેઠળ આવતાં હોવાને જોતાં અને ભારત પણ કૂટનીતિમાં આ દેશો માટે સોફ્ટ કોર્નર રાખીને અમેરિકા પરની ભીંસ વધારવાના પ્રયાસ કરી શકે છે. આ બદલાતાં સમીકરણો વચ્ચે અમેરિકા માટે ભારતનું મહત્વ વધી જવાની અને અમેરિકાની ભારત પર ટ્રેડ ડિલમાં કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોને અમેરિકા માટે ખોલવાની દબાણની નીતિ અમેરિકા છોડી શકે છે. જેને જોતાં ટ્રેડ ડિલમાં ભારતનો હાથ ઉપર રહેવાની એક શકયતા આગામી સપ્તાહમાં ફળીભૂત થવાના સંજોગોમાં બજારમાં તેજીનો દોર આગળ વધવાની શકયતા રહેશે. ૯, જુલાઈની ટ્રેડ ડિલની ડેડલાઈનને લઈ આગામી સપ્તાહમાં ભારત-અમેરિકા વચ્ચે ડિલ જાહેર થવા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ જોતાં અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિકની કામગીરી જાહેર થનાર હોઈ આગામી સપ્તાહમાં બજાર સ્ટોક સ્પેસિફિક ચાલ સાથે ઈન્ડેક્સ બેઝડ ફંગોળાતી ચાલ બતાવી શકે છે. આ પરિબળો વચ્ચે સેન્સેક્સ ૮૨૫૮૮ની ટેકાની સપાટીએ ૮૪૨૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૫૧૧૧ અને નિફટી સ્પોટ ૨૫૨૧૧ની ટેકાની સપાટીએ ૨૫૭૨૨ઉપર બંધ થતા ૨૫૯૭૭ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : STEELCAST LTD.
બીએસઈ(૫૧૩૫૧૭), એનએસઈ(STEELCAS) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, સ્ટીલકાસ્ટ લિમિટેડ(STEELCAST LIMITED), ૧૦૦ ટકા ડેટ-ઋણ મુક્ત, ૬૫ વર્ષથી મેન્યુફેકચરીંગ ક્ષેત્રે, ૯ ક્ષેત્રોને આવરી લેતી, ૮૦ ટકા રીન્યુએબલ એનજીૅ પ્લાન્ટોની સ્વવપરાશી પાવર સપ્લાય ધરાવતી, વાર્ષિક ૨૯,૦૦૦ ટન ક્ષમતા ધરાવતી, ૭૫ ટકા સંપૂર્ણપણે મશીન થકી મોકલતી, ટુ-સ્ટાર એક્સપોર્ટ હાઉસ, પાંચ કિલોગ્રામથી ૨૫૦૦ કિલોગ્રામ વજનના પ્રોડક્ટસ ઉત્પાદન સક્ષમ, સેન્ડ અને શેલ કાસ્ટિંગ મેન્યુફેકચરીંગ પ્રોસેસ સાથે એડવાન્સ્ડ મેન્યુફેકચરીંગ સુવિધાઓ અને એક મશીન શોપ સહિત ચાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ધરાવે છે. કંપની ભારત અને ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ સહિત વિદેશમાં ખૂબ જ પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય ગ્રાહકોને ઉત્પાદનો પૂરા પાડે છે, જેમાં કાસ્ટિંગની વિશાળ શ્રેણી ભારતમાં ઓસ્ટેનિટિક મેંગેનીઝ સ્ટીલ અને ઉચ્ચ ક્રોમિયમ ફેરો એલોય સહિત ઉત્પાદનો અને વૈશ્વિક સ્તરે સ્ટ્રકચરલ સ્ટીલનું ઉત્પાદન કરે છે. કંપની કુલ આવકના ૪૬ ટકા સ્થાનિકમાંથી અને ૫૪ ટકા નિકાસ થકી મેળવે છે. ૧૦૦ ટકા ઓઈએમ વેચાણ સાથે કંપની ૧૬ દેશોમાં અસ્તિત્વ ધરાવે છે અને વર્ષ ૨૦૨૬ સુધીમાં વધીને ૧૮થી વધુ દેશોમાં અસ્તિત્વ થવાની અપેક્ષા ધરાવે છે.
ચાર વર્ષ ૨૪ ટકા સીએજીઆર, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮.૨ ટકા ઈબીટા માર્જિન અને ૧૯.૨ ટકા ચોખ્ખા નફાનું પેટ માર્જિન હાંસલ કર્યું છે. કંપનીની ખાસ સક્ષમતા ઉચ્ચ ગુણવતાના ઉત્પાદનોની માંગને પહોંચી વળવાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકવાની છે. હાઈ ઈન્ટીગ્રીટી કાસ્ટિંગની પ્રમુખ ઉત્પાદન શ્રેણીમાં કંપની અગ્રણી ઓળખ ધરાવે છે. આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫, આઈએસઓ ૧૪૦૦૧:૨૦૧૫ અને આઈએસઓ ૪૫૦૦૧:૨૦૧૮, લોયડ ક્લાસ એ ફાઉન્ડ્રી પ્રમાણિત કંપની હોવાને કારણે કંપની પાસે ગુણવતા ખાતરી માટેના ધોરણો અને સિસ્ટમ છે, જે તમામ તબક્કાઓને આવરી લે છે, જેમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટેશન, ઓડિટીંગ અને સતત સ્વ-સુધારણા માટેની પદ્વતિનો સમાવેશ છે.
સ્ટીલકાસ્ટ અર્થ મુવિંગ, માઈનિંગ અને મિનરલ પ્રોસેસિંગ, સ્ટીલ પ્લાન્ટ્સ, સિમેન્ટ, થર્મલ અને હાઈડ્રો પાવર, વાલ્વ અને પંપ, ઈલેક્ટ્રો લોકોમોટિવ, એરોબ્રિજ, ઓઈલ ફિલ્ડ, શિપિંગ અને જનરલ એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગ ક્ષેત્રો માટે ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેરચરર(ઓઈએમ) છે. કંપની અર્થ મુવિંગ, માઈનિંગ અને મિનરલ પ્રોસેસિંગ, રેલવે, સ્ટીલ પ્લાન્ટ્સ, સિમેન્ટ, ઊર્જા, વાલ્વ અને પંપ, ઈલેક્ટ્રો લોકોમોટિવ, એરોબ્રિજ, ઓઈલ એક્સપ્લોરેશન, શિપિંગ, જનરલ એન્જિનિયરીંગ, કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલ, હાઈ એલોય સ્ટીલ, મેંગેનીઝ સ્ટીલ અને અન્ય સુપિરિયર ગ્રેડના વેર અને એબ્રેશન રેઝિસ્ટન્ટ સ્ટીલ કાસ્ટિંગ્સનું નો બેક અને શેલ મોલ્ડિંગ પ્રોસેસ દ્વારા વિશ્વ સ્તરની ગુણવતા નિયંત્રણ સુવિધાઓ સાથે ધરાવે છે.
એવોર્ડ અને એપ્રિશિએશન્સ :
(૧) ભારતમાં તમામ ફાઉન્ડ્રીઓમાં શ્રેષ્ઠ ઈમ્પોર્ટ સબસ્ટીટયુશન માટે ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયન ફાઉન્ડ્રીમેન તરફથી બેસ્ટ ફાઉન્ડ્રી એર્વોડ. (૨) ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી માન્ય આર એન્ડ ડી લેબોરેટરી તરીકે માન્ય. (૩) ભારત સરકારના ડિરેકટર ઓફ ક્વોલિટી એસ્યોરન્સ દ્વારા માન્ય કોન્ટ્રેકટર તરીકે માન્યતા. (૪) સ્ટાર એક્સપોર્ટ હાઉસ દરજ્જો ધરાવે છે. (૫) ભારતીય બોઈલર્સ રેગ્યુલેશન્સ હેઠળ માન્ય ફાઉન્ડ્રી. (૬) ભારતીય ફાઉન્ડ્રીમેન સંસ્થા તરફથી શ્રી લક્ષમણ રાવ કિર્લોસ્કર શ્રેષ્ઠ ફાઉન્ડ્રી એવોર્ડ. (૭) મટીરિયલ સપ્લાયમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ, મેસર્સ ભારત અર્થ તરફથી શ્રેષ્ઠ વિક્રેતા (કેટેગરી-કાસ્ટિંગ્સ) એવોર્ડ. (૮)ભારતની ટોચની ૫૦૦ ઉત્પાદક નાની અને મધ્યમ કદની કંપનીઓના રેન્કિંગમાં સર્વોચ્ચ રેન્કિંગ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ.
રેક્ગિનિશન્સ-માન્યતા :
(૧) આઈએસઓ ૯૦૦૨ પ્રમાણપત્ર મેળવનાર ભારતમાં પ્રથમ ફાઉન્ડ્રી. (૨) ટીયુવી નોર્ડ દ્વારા પ્રમાણિત આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ કંપની, જર્મની (ગુણવતા માટે). (૩) ટીયુવી નોર્ડ દ્વારા પ્રમાણિત આઈએસઓ ૧૪૦૦૧:૨૦૧૫ કંપની, જર્મની (પર્યાવરણ માટે). (૪) ટીયુવી નોર્ડ દ્વારા પ્રમાણિત આઈએસઓ ૪૫૦૦૧:૨૦૧૮ કંપની (વ્યવસાયિક આરોગ્ય અને સલામતી માટે) જર્મની. (૫) ટીયુવી નોર્ડ, જર્મનીન દ્વારા પ્રમાણિત ઈએન ૯૧૦૦:૨૦૧૮ કંપની (એરોસ્પેસ માટે).(૬) ભારતના રેલવે મંત્રાલય દ્વારા ક્લાસ એ માન્ય ફાઉન્ડ્રી. (૭) કેટરપિલર, યુ.એસ.એ. દ્વારા ગુણવતામાં શ્રેષ્ઠતા માટે એસક્યુઈપી બ્રોન્ઝ પ્રમાણપત્ર માટે માન્યતા. (૮) કાસ્ટિંગ અને નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ માટે પરિવહન અને પાવર જનરેશન પ્રોગ્રામ (ટીપીજી)દ્વારા માન્યતા. (૯) રિન્યુઅલ પ્રોસેસ હેઠળ એસોસિએશન ઓફ અમેરિકન રેલ રોડ (એએઆર) દ્વારા માન્યતા. (૧૦) નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ-એનએબીએલ માન્ય લેબોરેટરીઝ તરીકે માન્યતા. (૧૧) ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા આર એન્ડ ડી લેબોરેટરી માન્યતા. (૧૨) ભારત સરકાર તરફથી અધિકૃત ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (એઈઓ) ટી૧ તરીકે માન્યતા. (૧૩) ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ તરફથી ટુ-સ્ટાર એક્સપોર્ટ હાઉસ દરજ્જો.
ચેતન તંબોલી-સીએમડી-સ્ટીલકાસ્ટ લિમિટેડ :૨૯, મે ૨૦૨૫ના મેનેજમેન્ટ દ્વારા ગાઈડન્સ(હાઈલાઈટ્સ) :
કંપનીએ સતત બીજા વર્ષ માટે કંપનીના શિસ્તબદ્વ મૂડી ફાળવણી અને ચુસ્ત કાર્યકારી મૂડી વ્યવસ્થાપનને પ્રતિબિંબિત કરતી દેવામુક્ત સ્થિતિ જાળવી રાખી છે. કંપની ફ્રી રિઝર્વ રૂ.૭૫ કરોડ સાથે દેવામુક્ત છે. કંપનીના સ્કેલ છતાં આ એક અપવાદરૂ-પ ઘટના છે. કંપનીને ફોર્ચ્યુન ઈન્ડિયાના ટોચના ૧૦૦ ઊભરતા સ્ટાર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે અપવાદરૂપ કામગીરી દર્શાવતી કંપનીઓને આપવામાં આવતી માન્યતા છે. પસંદગીના માપદંડોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ચોખ્ખી આવકમાં ઓછામાં ઓછી ૨૦ ટકા સીએજીઆર, ઓછામાં ઓછી ૧૦ ટકાની નેટવર્થ પર સરેરાશ વળતર, ૧૫ ટકા આરઓસીઈ, શેરના ભાવમાં ૨૦ ટકા સીએજીઆરનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે કંપનીનો ક્ષમતા વપરાશ ૪૫ ટકા છે, ચાલુ વર્ષના ઉત્પાદન અને નાણાકીય યોજના મુજબ, કંપની ૫૯ ટકા સાથે આ પૂર્ણ કરી શકશે અને આશા છે કે આગામી બે થી ત્રણ વર્ષમાં કંપની ૯૦ ટકાને પાર કરી શકશે. કંપની ૨૦૨૫-૨૬માં ૧૭,૦૦૦ મેટ્રિક ટન વપરાશની અપેક્ષા છે, જે ૨૦૨૪-૨૫માં ૧૨,૫૦૦ મેટ્રિક ટન વપરાશ રહ્યો હતો. કંપની ૧૮ જેટલા દેશોમાં નિકાસ કરી રહી છે. અપેક્ષા છે કે એકથી બે ત્રિમાસિકમાં કંપની એકથી વધુ દેશ ઉમેરશે અને લગભગ ૧૯ દેશો થશે. જેથી આ કંપની માટે જોખમ વહેંચાઈ જશે. કંપની પાસે અંદાજીત રૂ.૩૮ કરોડની મૂડી ખર્ચની યોજના છે. જેમાં રૂ.૧૫ કરોડ જેટલી રકમ ડીબોટલનેકિંગ માટે અને બાકી રૂ.૨૦ કરોડ જમીનની ખરીદી માટે રહેશે. જેથી ચાલુ નાણા વર્ષમાં રૂ.૩૮ કરોડનો મૂડી ખર્ચ થશે. હાલમાં ઓર્ડર બુક રૂ.૯૫ કરોડ જેટલી છે. જે નાણા વર્ષ ૨૦૨૬માં રેલવેરોડ થકી રૂ.૨૫ કરોડ હશે. ૨, એપ્રિલથી ૧૦ ટકાનો વધારાનો ટેરિફ પહેલેથી જ શરૂ થઈ ગયો છે. કંપનીના ગ્રાહકો ખર્ચમાં આ વધારો ઉઠાવી લઈ રહ્યા છે. કંપની અર્થ મુવિંગ, માઈનીંગ, લોકોમોટીવ્સ, પરિવહન, સિમેન્ટ, મશીનરી, કન્સ્ટ્રકશન અને નોર્થ અમેરિકન રેલવેરોડ્સ, ગ્રાઉન્ડ એન્ગેજ ટુલ્સ અને ડિફાયન્સ જેવા નવા સેગ્મેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપની વધુ ૨.૪ મેગાવોટ નાણા વર્ષ ૨૦૨૬માં શરૂ કરશે, કંપનીને રૂ.૩ કરોડની વધારાની બચત થશે.
બોનસ ઈસ્યુ : વર્ષ ૨૦૧૨માં ૧:૧ શેર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૬૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૭૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૭, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૩૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૬૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૧૨
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૪૫ ટકા, એચએનઆઈઝ અને કોર્પોરેટ બોડીઝ પાસે ૩૩ ટકા તેમ જ રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૨૨ ટકા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૮.૨૨ ટકા ઘટીને રૂ.૩૮૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૮.૯૫ ટકા થકી ચોખ્ખો નફો ૪ ટકા ઘટીને રૂ.૭૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૫.૬૭ હાંસલ કરી હતી.
(૨) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૨૨ ટકા વધીને રૂ.૧૨૧ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૨.૩૧ ટકા થકી ચોખ્ખો નફો ૪૪ ટકા વધીને રૂ.૨૭ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૧૩.૨૨હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૩૫ ટકા વૃદ્વિએ રૂ.૫૧૨ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૧૨ ટકા થકી ચોખ્ખો નફોે રૂ.૧૦૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૧ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૬૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, સ્ટીલકાસ્ટ લિમિટેડ, ક્ષમતા વપરાશ ૪૫ ટકાથી વધીને સપ્ટેમ્બર ૨૦૨૭ સુધીમાં ૯૦ ટકાથી વધુ થવાનો મેનેજમેન્ટનો વિશ્વાસ, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૫૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૧૨ સામે રૂ.૫ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૧૨૧૪ ભાવે, ઉદ્યોગના ૩૫ના પી/ઈ સામે ૨૪ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.