gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

G METRO NEWS by G METRO NEWS
October 2, 2026
in GUJARAT
0 0
0
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
0
VIEWS
Share on FacebookShare on Twitter

નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયોમાં મળમૂત્ર ઉભરાતાં વેપારીઓ અને નાગરિકો પરેશાન; લેખિત રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ

મેન બજાર અને મામલતદાર કચેરી પાસેના શૌચાલયની દયનીય સ્થિતિ, અન્ય બે શૌચાલય માત્ર કાગળ પર જ કાર્યરત હોવાની રજૂઆત

વલભીપુર, તા. ૨

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી એટલે કે ૨ ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વલભીપુર શહેરની વાસ્તવિક પરિસ્થિતિ સ્વચ્છતાના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી રહી છે. વલભીપુર નગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલયોમાં ગંદકી અને મળમૂત્ર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી છે. લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે.

મળતી માહિતી અને સ્થાનિકોની રજૂઆત મુજબ, વલભીપુર શહેરમાં કુલ ત્રણ જાહેર શૌચાલય આવેલાં છે. જેમાંથી હાલમાં મેન બજાર વિસ્તારમાં આવેલું એકમાત્ર જાહેર શૌચાલય જ કાર્યરત હોવાનું જાણવા મળે છે, જ્યારે અન્ય બે શૌચાલય માત્ર કાગળ પર જ કાર્યરત હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ, મેન બજાર તેમજ મામલતદાર કચેરીની બાજુમાં આવેલા નગરપાલિકા સંચાલિત શૌચાલયમાં અવારનવાર મળમૂત્ર ઉભરાઈને બહાર આવતાં આસપાસના વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગ પર આવેલી મામલતદાર કચેરીની બાજુમાં જ શૌચાલયની આવી સ્થિતિ હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવવો એ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

ગાંધી જયંતીના દિવસે પણ સ્વચ્છતાની વાસ્તવિકતા શરમજનક!

૨ ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અને સ્વચ્છતા અભિયાન માટેનો વિશેષ દિવસ. આ દિવસે માત્ર સ્વચ્છતાના ફોટા પાડીને કે સોશિયલ મીડિયા પર અપલોડ કરીને ઉજવણી કરવાને બદલે સરકારી કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓએ જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું જરૂરી છે.

વલભીપુરમાં શહેરની મધ્યમાં આવેલું જાહેર શૌચાલય ગંદકીથી ઉભરાઈ રહ્યું છે ત્યારે સ્વચ્છતાના દાવાઓ સામે સ્થાનિક નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે.

છેવાડાના વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ વધુ ગંભીર હોવાનો આક્ષેપ

વલભીપુર શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ સ્વચ્છતાની સ્થિતિ અંગે ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. દલિત વિસ્તાર અને સરદાર આવાસ નજીક શહેરનો કચરો ઠાલવવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિના સ્મશાનની બાજુમાં મૃત પશુઓ, કચરો અને ગંદકીના ઢગલા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

જો જવાબદાર અધિકારીઓ શહેરના છેવાડાના વિસ્તારોમાં જઈને સ્થળ નિરીક્ષણ કરે તો સ્વચ્છતા અંગેની વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે તેમ છે.

અધિકારીઓની મુલાકાત માત્ર મુખ્ય માર્ગ પૂરતી જ?

બે દિવસ અગાઉ કમિશનર કચેરીના એક અધિકારી વલભીપુરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન મુખ્ય માર્ગોનું નિરીક્ષણ કરી સ્વચ્છતા અંગેના ફોટા અપલોડ કરવામાં આવ્યા હોવાની રજૂઆત છે. જોકે, શહેરના આંતરિક અને છેવાડાના વિસ્તારોમાં પણ આવી જ સ્વચ્છતા છે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે.

માત્ર મુખ્ય માર્ગોની મુલાકાત લઈને સમગ્ર શહેર સ્વચ્છ હોવાનો નિષ્કર્ષ કાઢવાને બદલે જાહેર શૌચાલય, રહેણાક વિસ્તારો, સરદાર આવાસ અને સ્મશાન નજીકની સ્થિતિનું પણ નિરીક્ષણ થવું જોઈએ તેવી માંગ ઉઠી છે.

મહેકમ કરતાં વધુ કર્મચારીઓ છતાં સ્વચ્છતાનો અભાવ કેમ?

વલભીપુર નગરપાલિકામાં પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ હોવા છતાં શહેરમાં સ્વચ્છતાની સમસ્યાઓ યથાવત્ રહેવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. સફાઈની કામગીરીની દેખરેખ માટે જવાબદાર સેનેટરી ઇન્સ્પેક્ટર અને સંબંધિત અધિકારીઓની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

નગરપાલિકાના કર્મચારીઓની જવાબદારી નક્કી કરી નિયમિત સફાઈ, જાહેર શૌચાલયોની જાળવણી અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નવરાત્રી પહેલાં જ રાંદલ માતાજીના માર્ગે ગંદકીનું જોખમ

વલભીપુરના પાટીવાડા વિસ્તાર નજીક આવેલી પોસ્ટ ઓફિસ અને પ્રસિદ્ધ રાંદલ માતાજીના મંદિર તરફ જતો માર્ગ નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓની અવરજવર ધરાવે છે. આ જ માર્ગ પર નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે, જ્યાંથી મળમૂત્ર ઉભરાઈને રસ્તા પર આવતું હોવાની ફરિયાદ છે.

આ શૌચાલયની બાજુમાં જ મામલતદાર કચેરી આવેલી છે. કચેરીના અધિકારીઓ અને નાગરિકો પણ આ માર્ગ પરથી અવરજવર કરતા હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવવો એ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

નવરાત્રી મહોત્સવ શરૂ થાય તે પહેલાં જ જાહેર શૌચાલયની સફાઈ, ગટર વ્યવસ્થાની મરામત અને રસ્તા પર ફેલાતી ગંદકીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

મનુભાઈ સાગઠીયાની રજૂઆત

આ સમગ્ર મામલે મનુભાઈ સાગઠીયાએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી વલભીપુર નગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થાની તપાસ કરવા, જવાબદાર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવા અને નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

સાથે જ શહેરમાં આવેલા ત્રણેય જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિની તપાસ કરી તમામ શૌચાલય નિયમિત રીતે કાર્યરત થાય, જાહેર સ્થળોએ કચરાનો યોગ્ય નિકાલ થાય અને સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પૂરતું સીમિત ન રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

હવે જોવાનું એ રહ્યું કે ગાંધી જયંતીના દિવસે ઉઠેલા આ સવાલો બાદ વલભીપુર નગરપાલિકા તંત્ર જાગશે કે પછી શહેરની સ્વચ્છતાની સમસ્યા અગાઉની જેમ જ કાગળ પરના અહેવાલોમાં દબાઈને રહી જશે?

રિપોટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
Next Post
Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who're still ruling ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
સુરતમાં યોજાયેલી વર્કશોપમાં ‘કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ’ રચવાની દરખાસ્ત : અધિકારીઓએ કર્યો વિચારવિમર્શ |…

સુરતમાં યોજાયેલી વર્કશોપમાં ‘કોસ્ટલ સિટી કન્સોર્ટિયમ’ રચવાની દરખાસ્ત : અધિકારીઓએ કર્યો વિચારવિમર્શ |…

4 months ago
જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe…

જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News