gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330
0
VIEWS
Share on FacebookShare on Twitter

સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ભભૂકતી તેજી

મુંબઈ : સપ્તાહના અંતે આજે ફંડોએ ડિફેન્સ-કેપિટલ ગુડઝ શેરોમાં સતત આક્રમક ખરીદી કર્યા સામે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ મળ્યો હતો. આઈટી સાથે ટેલીકોમ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અલબત ઓટોમોબાઈલ, એફએમસીજી, બેંકિંગ, પાવર શેરોમાં આકર્ષણે ઘટાડો મર્યાદિત રહ્યો હતો. વૈશ્વિક મોરચે અમેરિકાના ડિલમેકર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને લઈ વિશ્વ સ્તબ્ધ હોઈ ભારત માટે પણ ટ્રમ્પના શૂન્ય ટેરિફ માટે સંમત થયાના વિવાદાસ્પદ નિવેદન અને બીજી તરફ ચાઈના અને આરબ દેશો તરફના ઝુંકાવને લઈ વૈશ્વિક વેપાર સ્થિતિ અનિશ્ચિત બની રહેવાની શકયતાએ સાવચેતી જોવાઈ હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર, મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી કરતાં નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૨.૩૦ પોઈન્ટ ઘટીને ૨૫૦૧૯.૮૦ અને સેન્સેક્સ ૨૦૦.૧૫ પોઈન્ટ ઘટીને ૮૨૩૩૦.૫૯ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પણ વેલ્યુબાઈંગ સતત વધતું જોવાયું હતું.

આઈટી શેરોમાં ડાટામેટિક્સ, ઓરિએન્ટ, એચસીએલ, કેપીઆઈટી ઘટયા : ન્યુક્લિયસ, ૬૩ મૂન્સ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો આજે વેચવાલ રહ્યા હતા. ડાટામેટિક્સ રૂ.૪૧ ઘટીને રૂ.૬૧૮.૯૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૩૫૮, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૬.૩૦ ઘટીને રૂ.૧૬૫૯.૭૫, કેસોલ્વઝ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૩૨૯, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૨૭.૬૫ ઘટીને રૂ.૧૩૬૫.૧૫, રામકો સિસ્ટમ્સ રૂ.૬.૩૦ ઘટીને રૂ.૩૭૯.૬૦, ઈન્ફોસીસ રૂ.૨૩.૫૦ ઘટીને રૂ.૧૫૮૯.૭૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૯.૪૦ ઘટીને રૂ.૭૯૭.૮૫, સિગ્નિટી ટેકનોલોજી રૂ.૧૮.૩૫ ઘટીને રૂ.૧૫૫૭.૭૫, ટેક મહિન્દ્રા રૂ.૧૨.૮૦ ઘટીને રૂ.૧૬૧૫.૧૫, વિપ્રો રૂ.૨ ઘટીને રૂ.૨૫૪.૫૦, ઈમુદ્રા રૂ.૫.૩૫ ઘટીને રૂ.૭૫૫ રહ્યા હતા. જો કે ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૧૯૭.૩૦ વધીને રૂ.૧૧૮૩.૯૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૪૭.૮૦ વધીને રૂ.૩૧૨.૮૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૮.૯૫ વધીને રૂ.૮૧૮.૩૦, નેલ્કો રૂ.૪૩.૮૫ વધીને રૂ.૯૩૫ રહ્યા હતા.

ડિફેન્સ શેરોમાં અવિરત આક્રમક તેજી : મઝગાંવ, ગાર્ડન રિચ, કોચીન, પ્રીમિયર એક્સપ્લોઝિવ ઉછળ્યા

ઓપરેશન સિંદૂર બાદથી ડિફેન્સ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની થવા લાગેલી ખરીદી આજે સતત જળવાઈ હતી. પ્રીમિયમ એક્સપ્લોઝિવ્ઝ રૂ.૬૩.૨૦ ઉછળીને રૂ.૪૯૪.૦૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૧૮૪૧.૮૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૬૨.૫૫ ઉછળી રૂ.૫૧૨૬.૯૫, પારસ ડિફેન્સ રૂ.૨૮૬.૧૦ વધીને રૂ.૧૮૦૦.૧૦, ઉરાવી ડિફેન્સ રૂ.૩.૯૫ વધીને રૂ.૫૨૭, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ રૂ.૩૪૨.૫૦ ઉછળી રૂ.૩૫૨૪.૭૫, ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ રૂ.૨૨૧.૬૫ વધીને રૂ.૨૪૮૦.૮૦, કોચીન શિપયાર્ડ રૂ.૨૨૨.૩૦ ઉછળી રૂ.૨૦૩૪.૬૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૦૭ ઉછળ્યો : ટીટાગ્રહ વેગન, રેલ વિકાસ નિગમ, એસકેએફ ઈન્ડિયા ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે આક્રમક ખરીદી થઈ હતી. ટીટાગ્રહ રૂ.૧૦૩.૭૦ ઉછળી રૂ.૯૧૨.૮૦, રેલ વિકાસ નિગમ રૂ.૩૩.૭૦ વધીને રૂ.૪૦૯.૬૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૨૬૯.૪૦ વધીને રૂ.૪૫૭૪.૧૫, ટીમકેન રૂ.૧૩૮.૧૫ વધીને રૂ.૩૦૯૬.૫૫, એનબીસીસી રૂ.૪.૩૮ વધીને રૂ.૧૧૧.૧૧, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૩૬૩.૯૦, શેફલર રૂ.૧૩૩.૨૫ વધીને રૂ.૪૦૭૪.૭૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૮૬.૭૦ વધીને રૂ.૩૦૩૬.૨૦, ફિનોલેક્ષ કેબલ રૂ.૨૯.૩૫ વધીને રૂ.૯૬૧.૧૫, કલ્પતરૂ પાવર રૂ.૩૦ વધીને રૂ.૧૦૯૧.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૦૬.૯૧ પોઈન્ટ ઉછળીને ૬૮૯૦૯.૧૪ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : ક્રોમ્પ્ટન, વ્હર્લપુલ, કલ્યાણ જવેલર્સ, ડિક્સનમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ સિલેક્ટિવ તેજી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૭.૨૩ પોઈન્ટ વધીને ૫૯૫૭૨.૫૬ બંધ રહ્યો હતો. ક્રોમ્પ્ટન રૂ.૨૪ વધીને રૂ.૩૫૧.૪૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૯.૨૦ વધીને રૂ.૧૨૯૫.૮૫, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૫૦ વધીને રૂ.૫૬૦.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૧૬.૪૦ વધીને રૂ.૧૬,૬૫૪.૪૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૯.૪૫ વધીને રૂ.૩૬૮૨.૨૫ રહ્યા હતા.

ઓટોમોબાઈલ શેરોમાં સતત મજબૂતી : ટીઆઈ ઈન્ડિયા, અપોલો, એક્સાઈડ, બજાજ ઓટોમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની સતત પસંદગીની ખરીદી ચાલુ રહેતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૬.૪૪ પોઈન્ટ વધીને ૫૩૬૫૯.૨૯ બંધ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૪૧.૮૦ વધીને રૂ.૩૦૪૯.૮૦, અપોલો ટાયર રૂ.૧૩.૮૦ વધીને રૂ.૪૯૪.૪૫, એક્સાઈડ રૂ.૯.૨૫ વધીને રૂ.૩૯૩.૦૫, મધરસન રૂ.૩.૩૫ વધીને રૂ.૧૪૭.૦૫, બજાજ ઓટો રૂ.૧૫૮.૮૫ વધીને રૂ.૮૪૮૭.૧૫, ટીવીએસ મોટર રૂ.૪૯.૮૦ વધીને રૂ.૨૮૩૯.૩૦, ભારત ફોર્જ રૂ.૧૭.૧૦ વધીને રૂ.૧૨૬૨.૯૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૮.૯૦ વધીને રૂ.૯૮૪.૪૦, આઈશર મોટર્સ રૂ.૩૫.૮૫ વધીને રૂ.૫૫૦૭.૭૦ રહ્યા હતા.

મેટલ-માઈનીંગ શેરોમાં જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ વધ્યા : જેએસડબલ્યુ, વેદાન્તા, હિન્દાલ્કો ઘટયા

ફંડોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૧૦૨૧.૮૫, વેદાન્તા રૂ.૨.૯૦ ઘટીને રૂ.૪૪૧, હિન્દાલ્કો રૂ.૩.૯૫ ઘટીને રૂ.૬૫૭.૪૫ રહ્યા હતા. જ્યારે જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૬૬૩, જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૫૦ વધીને રૂ.૯૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૫૫ વધીને રૂ.૪૪૩, એપીએલ અપોલો રૂ.૮.૫૦ વધીને રૂ.૧૭૮૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો ફરી મોટાપાયે સક્રિય : ૨૫૪૨ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ફંડો સાથે ઓપરેટરો મોટાપાયે સક્રિય બની જઈ વ્યાપક લેવાલ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૨૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૪૨ અને ઘટનારની સંખ્યા ૧૪૪૯ રહી હતી.

FPIs/FII કેશમાં રૂ.૮૮૩૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૫૧૮૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે શુક્રવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૮૮૩૧.૦૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૨૧,૩૭૯.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૪૮.૮૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૧૮૭.૦૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૬૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૨.૮૪ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં તેજી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૬૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૨.૮૪ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
‘પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે…’ પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu…

'પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે...' પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu...

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I...

ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો, જુઓ શું થશે નુકસાન | moodys cuts u…

ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો, જુઓ શું થશે નુકસાન | moodys cuts u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

3 months ago
વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ

3 months ago
જામનગરથી 26 લાખનો 34 હજાર લિટર ડીઝલનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર જવા માટે નીકળેલો ટેન્કર ચાલક લાપતા

જામનગરથી 26 લાખનો 34 હજાર લિટર ડીઝલનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર જવા માટે નીકળેલો ટેન્કર ચાલક લાપતા

4 months ago
ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News