Jairam Ramesh On Delegation : કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરૂદ્ધમાં આતંકવાદને લઈને ભારતની સ્થિતિને વૈશ્વિક મંચ પર રાખવા માટે શશિ થરૂર સહિત 7 સાંસદોને ડેલિગેશનમાં સામિલ કર્યા છે. આ દરમિયાન સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નામ લીધા વિના પાર્ટીના સાંસદ શશિ થરૂર પર નિશાન સાધ્યું છે. જયરામ રમેશે કહ્યું કે, ‘કોંગ્રેસમાં હોવું અને કોંગ્રેસનું હોવું બંનેમાં જમીન-આસમાનનો ફર્ક છે.’
જયરામ રમેશે કહ્યું કે, ‘જ્યારે કોઈ સાંસદને સરકારના ડેલિગેશનમાં મોકલવામાં આવે છે, ત્યારે પાર્ટીની સહમતિ લેવી એક લોકતાંત્રિક પરંપરા છે.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારત સરકારે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર શશિ થરૂરનુ્ં નામ યાદીમાં સામેલ કર્યા છે.