gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 873 પોઈન્ટ ખાબકી 81186 | Sensex falls 873 points to 81186

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 873 પોઈન્ટ ખાબકી 81186 | Sensex falls 873 points to 81186
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વકરી રહ્યું હોવા સાથે રશીયા અને યુક્રેન વચ્ચે મડાગાંઠ ઉકેલવાના પ્રયાસ વિફળ થઈ રહ્યા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે ટેરિફ મામલે અમેરિકા-ચાઈના વચ્ચે ડિલ અને હવે ચાઈનાએ ધિરાણ દરોમાં ઘટાડો કરીને આર્થિક વૃદ્વિને  વેગ આપવા લીધેલા પગલાં સામે યુરોપ, ભારત સહિતના દેશો માટે વધતાં પડકારોને લઈ આજે ફરી ભારતીય શેર બજારોમાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાયો હતો. યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં એકંદર મજબૂતી સામે તાજેતરના ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણને કારણે સ્થિતિ જોખમી બની રહી હોઈ ફંડોએ ઉંચા મથાળે આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આરંભિક ટ્રેડિંગ કલાકોમાં બજાર બે-તરફી સાંકડી વધઘટે અથડાતું રહ્યા બાદ ફંડો, મહારથીઓએ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ, હેલ્થકેર શેરોમાં મોટી વેચવાલી કરી હતી. સેન્સેક્સ આરંભમાં ઉપરમાં ૮૨૨૫૦.૪૨ સુધી જઈ પાછો ફરી અંતે ૮૭૨.૯૮ પોઈન્ટ તૂટીને ૮૧૧૮૬.૪૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ  આરંભમાં ૨૫૦૦૦ની સપાટી કુદાવી ૨૫૦૧૦.૩૫ સુધી જઈ પાછો ફરી અંતે ૨૬૧.૫૫ પોઈન્ટ ગબડીને ૨૪૬૮૩.૯૦ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૧૫૦ પોઈન્ટ તૂટયો : ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૧, બજાજ ઓટો રૂ.૨૮૧, હીરો રૂ.૧૩૯ તૂટયા

ઓટોમોબાઈલ શેરોમાં તેજી બાદ આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૫૦.૩૩ પોઈન્ટ તૂટીને ૫૨૭૩૦.૬૬ બંધ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૧.૧૫ તૂટીને રૂ.૩૦૧૫, બજાજ ઓટો રૂ.૨૮૧.૨૫ તૂટીને રૂ.૮૫૬૪.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૧૩૯.૦૫ તૂટીને રૂ.૪૨૪૨.૭૦, મારૂતી સુઝુકી રૂ.૩૫૭.૯૫ તૂટીને રૂ.૧૨,૬૩૦, ઉનો મિન્ડા રૂ.૨૭.૮૦ તૂટીને રૂ.૯૮૧.૯૫, ટીવીએસ મોટર રૂ.૭૫.૨૫ તૂટીને રૂ.૨૭૫૦.૪૦, ભારત ફોર્જ રૂ.૩૦.૯૦ તૂટીને રૂ.૧૨૨૬.૯૦, આઈશર મોટર્સ રૂ.૧૨૩.૮૦ તૂટીને રૂ.૫૪૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૬.૬૦ ઘટીને રૂ.૩૦૫૯.૯૫, એક્સાઈડ રૂ.૮.૪૫ ઘટીને રૂ.૩૮૪ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં ફરી વેચવાલી વધી : ટીટાગ્રહ રૂ.૪૯ તૂટયો : એનબીસીસી, રેલ વિકાસ, ટીમકેન ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં ફરી વેચવાલીનું દબાણ વધતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૨૨.૧૧ પોઈન્ટ તૂટીને ૬૭૯૭૮.૨૪ બંધ રહ્યો હતો. ટીટાગ્રહ રૂ.૪૯.૩૦ તૂટીને રૂ.૮૮૮.૩૫, એનબીસીસી રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૧૦.૮૪, શેફલર રૂ.૧૭૩.૨૫ ઘટીને રૂ.૪૦૧૦, રેલ વિકાસ નિગમ રૂ.૧૬ તૂટીને રૂ.૪૧૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૬૬.૪૦ તૂટીને રૂ.૪૮૫૦, ટીમકેન રૂ.૯૯.૬૦ તૂટીને રૂ.૨૯૮૫.૬૦, હોનટ રૂ.૧૦૨૦.૮૦ તૂટીને રૂ.૩૭૦૯૯, ફિનોલેક્ષ કેબલ રૂ.૨૨.૪૫ તૂટીને રૂ.૯૩૯.૫૦ રહ્યા હતા.

ફેડરલ બેંક, યશ બેંક, બીઓબી, એચડીએફસી બેંક, સ્ટેટ બેંકમાં વેચવાલી : બેંકેક્સ ૬૩૬ પોઈન્ટ ઘટયો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે વેચવાલી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૩૫.૬૫ પોઈન્ટ તૂટીને ૬૨૩૪૯.૨૦ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૯૮.૦૫, યશ બેંક ૩૯ પૈસા ઘટીને રૂ.૨૦.૮૨, બેંક ઓફ બરોડા રૂ.૩.૪૦ ઘટીને રૂ.૨૩૬.૪૫, એચડીએફસી બેંક રૂ.૨૪.૩૫ ઘટીને રૂ.૧૯૧૪.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૫૫ ઘટીને રૂ.૭૮૫.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૨.૪૦ ઘટીને રૂ.૨૦૮૮.૮૫ રહ્યા હતા. આ સાથે ફાઈનાન્સ શેરોમાં બજાજ હોલ્ડિંગ રૂ.૧૦૧૭.૬૫ તૂટીને રૂ.૧૨,૯૬૫, પૈસાલો રૂ.૧.૮૫ તૂટીને રૂ.૩૧.૪૧, આઈએફસીઆઈ રૂ.૨.૪૩ તૂટીને રૂ.૪૯.૫૯, નોર્થન આર્ક રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૦૯.૩૫, હુડકો રૂ.૭.૮૦ ઘટીને રૂ.૨૨૬.૯૦, બંધન બેંક રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૬૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સતત વેચવાલી : થેમીસ મેડી રૂ.૧૨ તૂટી રૂ.૧૫૯ : માર્કસન્સ, એપીએલ, સિક્વેન્ટ ગબડયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ આજે સતત વેચવાલી વધતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૬.૯૬ પોઈન્ટ તૂટીને ૪૨૨૦૩.૨૫ બંધ રહ્યો હતો. થેમીસ મેડી સતત વેચવાલીએ રૂ.૧૧.૮૫ તૂટીને રૂ.૧૫૯.૧૦, માર્કસન્સ રૂ.૧૬.૭૫ તૂટીને રૂ.૨૩૬.૬૫, એપીએલ લિમિટેડ રૂ.૫૮.૨૫ તૂટીને રૂ.૯૭૦, સિક્વેન્ટ રૂ.૮.૧૦ ઘટીને રૂ.૧૬૯.૨૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૫૯.૯૫, હેસ્ટર બાયો રૂ.૭૨.૨૫ ઘટીને રૂ.૧૭૭૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૮.૨૦ ઘટીને રૂ.૭૩૧, લુપીન રૂ.૬૪ ઘટીને રૂ.૧૯૬૪.૮૦, ઝાયડસ લાઈફ રૂ.૨૮.૬૫ ઘટીને રૂ.૮૮૨.૭૫ રહ્યા હતા.

રિયાલ્ટી શેરોમાં પણ ફંડો વેચવાલ : લોઢા ડેવલપર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, અનંતરાજ, ઓબેરોય રિયાલ્ટી ઘટયા

રિયલ એસ્ટેટ ક્ષેત્રે માંગ વૃદ્વિ નબળી પડવાના અંદાજોએ આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. લોઢા ડેવલપર્સ રૂ.૪૦.૫૦ તૂટીને રૂ.૧૩૮૧.૪૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૮ તૂટીને રૂ.૨૧૭૨, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૫૦૮.૧૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૮.૪૫ ઘટીને રૂ.૧૭૦૬, પ્રેસ્ટિજ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૧૪૧૯.૮૦, શોભા ડેવલપર્સ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૧૩૫૬ રહ્યા હતા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઓફલોડિંગ : આદિત્ય બિરલા ફેશન, સુપ્રિમ, વોલ્ટાસ, હવેલ્સ ઈન્ડિયા ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણઆજે ફંડોએ વેચવાલી વધારી હતી. આદિત્ય બિરલા ફેશન રૂ.૯.૧૫ ઘટીને રૂ.૨૭૬.૮૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૭.૮૦ ઘટીને રૂ.૩૭૨૪.૪૦, વોલ્ટાસ રૂ.૩૧.૨૫ ઘટીને રૂ.૧૨૩૯.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૫૪૬.૨૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૬.૯૫ ઘટીને રૂ.૧૫૫૮.૯૫, ટાઈટન રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૩૫૭૯.૩૫ રહ્યા હતા.

ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી વધી : ઈન્દ્રપ્રસ્થ ગેસ, અદાણી ટોટલ ગેસ, આઈઓસી, એચપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત નરમાઈ તરફી રહી બ્રેન્ટ ક્રુડ ૬૫.૩૨ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૬૨.૫૧ ડોલર નજીક રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની સતત વેચવાલી જોવાઈ હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૨૦૬.૧૦, અદાણી ટોટલ ગેસ રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૬૬૦.૩૦, આઈઓસી રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૪૨, એચપીસીએલ રૂ.૬.૫૦ ઘટીને રૂ.૩૯૮.૪૦, બીપીસીએલ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૩૧૨.૯૦, પેટ્રોનેટ રૂ.૪ ઘટીને રૂ.૩૧૬.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૧૪૨૫.૩૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક : વ્યાપક પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૬૪૨ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાયા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ફંડો, ઓપરેટરોએ વ્યાપક પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ  પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૦૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૩૧થી ઘટીને ૧૩૪૧ અને ઘટનારની સંખ્યા ૧૫૬૫થી વધીને ૨૬૪૨  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૫.૬૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૮.૦૩ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી ઈન્ડેક્સ કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પણ આજે વ્યાપક ગાબડાં પડતાં  રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૫.૬૪ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૩૮.૦૩ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો | ser…

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો | ser...

શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, 155 શેરમાં અપર સર્કિટ, મૂડીમાં ચાર લાખ કરોડ…

શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, 155 શેરમાં અપર સર્કિટ, મૂડીમાં ચાર લાખ કરોડ...

પિતાની પૂણ્યતિથિએ ભાવુક થયા રાહુલ ગાંધી, વડાપ્રધાન મોદીએ પણ આપી શ્રદ્ધાંજલિ | rahul gandhi emotional…

પિતાની પૂણ્યતિથિએ ભાવુક થયા રાહુલ ગાંધી, વડાપ્રધાન મોદીએ પણ આપી શ્રદ્ધાંજલિ | rahul gandhi emotional...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે | India Pla…

દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે | India Pla…

2 months ago
ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

1 month ago
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ.ના બિલ્ડિંગમાં પ્રથમ માળે એર કન્ડિશન મશીનમાં આગથી દોડ…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ.ના બિલ્ડિંગમાં પ્રથમ માળે એર કન્ડિશન મશીનમાં આગથી દોડ…

3 months ago
‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News