gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની | How E Commerce I…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in Business
0 0
0
ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની | How E Commerce I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Flipkart MSME support : રાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે આર્થિક હરણફાળ ભરવામાં ઈ-કોમર્સે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેના દ્વારા પ્રદાન કરવામાં આવતાં વિશાળ ફલક અને ગતિને કારણે ગ્રાહકોને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મની સુવિધા અને સલામતીનો ઘણો ફાયદો થયો છે. વેપારીઓ, સપ્લાયર્સ અને વિક્રેતાઓએ પણ એનો નોંધપાત્ર લાભ મેળવ્યો છે, કારણ કે ઈ-કોમર્સે નવા બજારો સુધી પહોંચવા માટે વિશાળ તકો પૂરી પાડી છે.

શહેરોમાં ઈ-કોમર્સે રિટેલ, લોજિસ્ટિક્સ, આઈટી, માર્કેટિંગ અને ગ્રાહક સેવા જેવા ક્ષેત્રોમાં રોજગાર વૃદ્ધિને સફળતાપૂર્વક અને સ્પષ્ટપણે આગળ ધપાવી છે. જેને પરિણામે ‘ફ્લિપકાર્ટ મિનિટ્સ’ જેવા ‘ક્વિક કોમર્સ પ્લેટફોર્મ’ ભારતમાં ઝડપથી વિકસી રહ્યા છે, ગ્રાહકો માટે સુવિધા વધારી રહ્યા છે, તથા નવી અને વૈવિધ્યસભર રોજગારીની તકો ઊભી કરીને નાના વ્યવસાયોને સશક્ત બનાવીને સ્થાનિક અર્થતંત્રના વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

ક્વિક કોમર્સે લગભગ 3.25 લાખ ડિલિવરી અને વેરહાઉસ કર્મચારીઓને રોજગારી આપી છે. આવતા વર્ષે 5 થી 5.5 લાખ જેટલી વધુ નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે.

ગ્રામીણ ભારતમાં ઈ-કોમર્સની ઊંડી અસર પડી છે. તેણે ડિલિવરી એજન્ટો અને વેરહાઉસ કામદારો માટે રોજગારીની વિશાળ તકો ઊભી કરી છે, જેમાંના ઘણા આર્થિક રીતે પછાત પૃષ્ઠભૂમિમાંથી આવે છે. અંતરિયાળ વિસ્તારોના નાના પાયાના ઉદ્યોગસાહસિકોએ પણ મૂડી, ટેક્નોલોજી અને બજાર-પ્રવેશ સંબંધિત પડકારોને ટાળવા માટે ઈ-કોમર્સને અપનાવ્યું છે.

જેમ જેમ ઈ-કોમર્સના ફાયદા સમજાઈ રહ્યા છે, તેમ તેમ ગુજરાતમાં તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગુજરાત રાજ્ય તેની ઉદ્યોગ-સાહસિકતા માટે પ્રખ્યાત છે. રાજ્યએ ફૂડ પ્રોસેસિંગ, રસાયણો, કાપડ અને વસ્ત્રોમાં ઉલ્લેખનીય સફળતા મેળવી છે. ગુજરાતના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રોની મજબૂતીએ રિટેલ ગ્રાહક સાથે સીધી રીતે જોડાયેલા હોય એવા ઉત્પાદનો બનાવતા હજારો એકમોને જન્મ આપ્યો છે. ઈ-કોમર્સે રાજ્યની આ સાહસિક ભાવનાને વધુ મજબૂત બનાવી છે. અગાઉ પહોંચની બહાર રહેલી તકો અને બજારો શોધવા માટે ટેક્નોલોજી-સંચાલિત માર્ગ પૂરો પાડીને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મે ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે.

ગુજરાતમાં પણ ફ્લિપકાર્ટે સરળ પ્રક્રિયાઓ થકી રાજ્યના નાના શહેરો અને ગામડાઓમાંના લઘુ અને મધ્યમ કદના વ્યવસાયો અને સંસ્થાઓને સક્ષમ બનાવ્યાં છે. ગ્રાહકની અપેક્ષાઓ અને માંગણીઓ બાબતે રીઅલ-ટાઈમ ઈનપુટ્સ પૂરા પાડીને ફ્લિપકાર્ટે નાના વ્યવસાયોને નવી ડિઝાઈન, સામગ્રી, આકારો અને સ્વરૂપો સાથે સુસંગતતા સાધવામાં સક્ષમ બનાવ્યા છે.

ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની 2 - image

ફ્લિપકાર્ટની ગુજરાત સાથે ભાગીદારી

ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમ સાથે ફ્લિપકાર્ટના સહયોગથી રાજ્યના ગરવી ગુર્જરી સ્ટોર્સ ચેઈન હેઠળ વેચાતા ઉત્પાદનોને ઈ-કોમર્સ ફલક પર લાવવાની મંજૂરી મળી છે. ફ્લિપકાર્ટના સમર્થ કાર્યક્રમે આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સમર્થ પહેલ નાના અને વ્યક્તિગત વ્યવસાયિકો, ખેડૂતો તથા MSME ને ઈ-કોમર્સના સાધનોનો ઉપયોગ કરવા, બજારો સાથે જોડાવા અને તેમના વ્યવસાયને વધારવા માટે મદદ કરે છે. તે કેટલોગિંગ સપોર્ટ, તાલીમ સત્રો, જાહેરાત ક્રેડિટ્સ જેવી સુવિધાઓ આપીને વંચિત વર્ગોને સરળ એકીકરણ અને સમાનતા પ્રદાન કરે છે.

સમર્થ કાર્યક્રમ હેઠળ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર સાથેના એમઓયુ ગુજરાતના કારીગર ઈકોસિસ્ટમ માટે ડિજિટાઈઝેશન અને વ્યાપક બજાર પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આધુનિક ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિક ભાવનાનું સંયોજન સમાજના વિશાળ વર્ગમાં સમૃદ્ધિ લાવવા માટે શું કરી શકે છે, એનું તેજસ્વી ઉદાહરણ રાજ્ય સાથે ફ્લિપકાર્ટ વચ્ચેની ભાગીદારી છે.

સ્થાનિકોને સશક્ત બનાવીને પ્રાદેશિક અર્થતંત્રને વેગ 

આજે દેશમાં 6 કરોડથી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME – micro, small and medium enterprises) નોંધાયેલા છે, જે 25 કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. 30 લાખથી વધુ MSME સાથે, ગુજરાત ભારતમાં આઠમા ક્રમે આવે છે. રાજ્યના કારીગરો, વણકર અને ગ્રામીણ સમુદાયો રાજ્યના સામાજિક-આર્થિક ઈકોસિસ્ટમમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની 3 - image

ફ્લિપકાર્ટ વર્ષોથી ગુજરાતના 4.6 લાખથી વધુ વેચાણકર્તાઓને ટેકો આપતું આવ્યું છે. નાના-મોટા પરિપૂર્ણતા કેન્દ્રો, મધર હબ અને ગ્રોસરી હબ સહિત સાત અત્યાધુનિક સપ્લાય ચેઈન સુવિધાઓનું તેનું નેટવર્ક એક મજબૂત કરોડરજ્જુ બનાવે છે અને 4.5 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરે છે.

ગુજરાતમાં ‘આનંદ સાડી’ના માલિક અંકુર તુલસીયનનું કહેવું છે કે, ‘ફ્લિપકાર્ટ સાથે જોડાયાના એક જ અઠવાડિયાની અંદર અમને ડિઝાઈનમાં ફેરફાર કેવી રીતે કરી શકાય અને કાપડમાં વધુ શ્રેણીઓમાં વિસ્તરણ કેવી રીતે કરી શકાય, એ અંગે ઉપયોગી ડેટા મળ્યો.  આ ડેટા અમને બદલાતા માર્કેટ પ્રવાહો બાબતે માહિતગાર પણ રાખે છે. ફ્લિપકાર્ટે અમારી સમસ્યાઓ હલ કરીને સાડીઓનું પ્રોસેસિંગ અને ડિસ્પેચિંગ સરળ બનાવી આપ્યું. તેમના મેનેજરો નિયમિતપણે અમારી સાથે સંપર્કમાં રહે છે, જેના લીધે અમારા વ્યવસાયની પહોંચ વધી છે.’

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એથનિક વસ્ત્રો, સાડીઓ, કુર્તા અને કો-ઓર્ડ્સના વેચાણકર્તા મેહુલ જૈન કહે છે કે, ‘જ્યારે હું ઈ-કોમર્સ ક્ષેત્રે નવો હતો, ત્યારે પ્રોડક્ટ લિસ્ટિંગથી લઈને જાહેરાત સુધીની દરેક બાબત માટે હું ફ્લિપકાર્ટના એકાઉન્ટ મેનેજરો પર આધાર રાખતો હતો. ફ્લિપકાર્ટનું સેલર પોર્ટલ પણ ખૂબ મદદરૂપ છે. ફ્લિપકાર્ટે અમને સમજવામાં મદદ કરી કે અમારા ઓર્ડર ક્યાંથી આવે છે, જેથી અમે તે પ્રદેશોમાં ટ્રેન્ડ્સ અનુસાર અમારી ઈન્વેન્ટરી ડિઝાઈન કરી શકીએ.’ 

Flipkart in Gujarat

ગુજરાતના ઘણા કારીગર સમુદાયો ભરતકામ, કાપડ છાપકામ, વણાટ, માટીકામ, આદિવાસી કલા, મણકાકામ જેવી અનેક કળાઓમાં કુશળ છે. ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મે આવા કારીગરો અને વેચાણકર્તાઓને નવા ભૌગોલિક વિસ્તારોમાં તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી છે. પરંપરાગત હસ્તકલાની કળાકૃતિઓના બજારને ડિજિટાઈઝ કરીને ફ્લિપકાર્ટે એના કારીગરોને નવજીવન પ્રદાન કર્યું છે. 

ઈ-કોમર્સ દ્વારા સ્થાનિક રોજગારી ઊભી થવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર ઓછું થયું છે. લોકોને વતનમાં રહીને જ આવકમાં રળવાની સુવિધા મળી છે. આમ થવાની સ્થાનિક પ્રતિભાઓ ખીલે છે, અને તેમની સમુદાયિક સશક્તતા વધે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes
Business

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

June 24, 2026
ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…
Business

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

June 24, 2026
સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…
Business

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…

June 24, 2026
Next Post
ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React...

‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મ…

'પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ', રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…

વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…

9 months ago
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું

કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું

9 months ago
વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…

વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…

11 months ago
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ

મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News