અમદાવાદ : કરન્સી ઈન સરક્યુલેશન એટલે કે હાથ પરની રોકડના મોરચે વિકાસ ૨૦૨૪-૨૫માં ૫.૮ ટકા નોંધાયો હતો જે એક વર્ષ પહેલાના સમયગાળામાં ૪.૧ ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ અનુસાર, રિઝર્વ મનીમાં ચલણ પરિભ્રમણનો હિસ્સો ૭૬.૯ ટકા હતો.
ચલણમાં જારી કરાયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની પ્રક્રિયા ૧૯ મે, ૨૦૨૩થી શરૂ થઈ હતી. આ પછી, ૩૧ માર્ચ સુધી, ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટોમાંથી ૯૮.૨ ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની સુવિધા સેન્ટ્રલ બેંકની ૧૯ જારી કરતી ઓફિસોમાં ઉપલબ્ધ છે.
રિઝર્વ બેંકના ૨૦૨૪-૨૫ માટેના વાર્ષિક અહેવાલ મુજબ, ઈ-રૂપિયાના પરિભ્રમણમાં ૩૩૪ ટકાનો વધારો થયો છે. માર્ચના અંતમાં, સેન્ટ્રલ બેંકના ડિજિટલ ચલણ (CBDC)ના પાયલોટ પ્રોજેક્ટને ૧૭ બેંકો અને ૬૦ લાખ વપરાશકર્તાઓ સુધી વિસ્તૃત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ચાર સિંગલ પ્રાથમિક ડીલરોના સમાવેશ દ્વારા હોલસેલ ભમ્ઘભ નો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૪-૨૫માં, રિટેલ ડિજિટલ ચુકવણીનું મૂલ્ય ૧૭.૯ ટકા અને વોલ્યુમ ૩૫ ટકા વધ્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫માં, બેંક નોટ સરક્યુલેશનનું મૂલ્ય છ ટકા અને સંખ્યામાં ૫.૬ ટકાનો વધારો થયો હતો.