UP BJP Leader Son Obscene Video Viral: ગત વર્ષે કર્ણાટકમાં કર્ણાટતમાં પ્રજ્જવલા રેવન્ના રેડ્ડીનો સેક્સ કેન્ડલ જેવો જ એક કાંડ હવે ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીં એક ભાજપ મહિલા નેતાના દીકરાના ડઝનથી વધુ અશ્લીલ વીડિયા વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોની સંખ્યા 100થી વધુ જણાવવામાં આવી રહી છે. આ વીડિયો હોટેલ અને રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં જોવા મળતી યુવતી હવે ખુદ સામે આવી છે અને ભાજપ મહિલા નેતાના દીકરા સામે પોલીસમાં કેસ દાખલ કર્યો છે. સમગ્ર મામલો મૈનપુરના કોતવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતી મહિલા ભાજપ નેતાના દીકરાનો છે. હાલ, પોલીસે ગુનો દાખલ કરી મહિલા ભાજપ નેતાના ફરાર દીકરાની શોધખોળ શરૂ કરી છે. એવામાં હવે વિપક્ષી પાર્ટી પણ વિરોધમાં મેદાને ઉતરી છે અને આ મામલે એક્શનની માંગ કરવામાં આવી રહી છે.
યુવતી અને ભાજપ નેતાનો દીકરો બંને પરીણિત
જે મહિલા ભાજપ નેતાના દીકરાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તે હાલ મૈનપુર શહેરના એક મંડળની અધ્યક્ષ છે. વીડિયોમાં જોવા મળતી છોકરીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને આરોપ લગાવ્યો છે કે, મને નશીલો પદાર્થ ખવડાવવામાં આવ્યો અને ત્યારબાદ આ આખીય ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, યુવતી પરીણિત છે અને પોતાના પતિથી અલગ રહે છે.
આ પણ વાંચોઃ અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ
પત્નીને પણ કરે છે પરેશાન
મળતી માહિતી મુજબ, ભાજપ નેતાના દીકરાના પત્ની સાથે પણ સંબંધ બરાબર નથી ચાલી રહ્યા. પત્નીને પણ પતિના આડા સંબંધની જાણકારી મળી ગઈ હતી. પત્નીનું કહેવું છે કે, ‘પતિ આ પ્રકારની અશ્લીલ હરકતો કરતો વીડિયો બનાવ્યા છે. વીડિયો બનાવીને મને પણ બતાવે અને કહે કે, તું મારૂ કંઈ બગાડી નહીં શકે. મારી મમ્મી ભાજપમાં મોટી નેતા છે. આ વ્યક્તિ લગ્ન બાદ મને પણ પરેશાન કરતો રહ્યો છે.’
સમગ્ર મુદ્દે પોલીસનું કહેવું છે કે, અમે આરોપીને શોધી રહ્યા છીએ. જલ્દી જ તેની ધરપકડ કરી લેવામાં આવશે અને જેલ ભેગો કરવામાં આવશે. જોકે, હજુ સુધી એ જાણ નથી થઈ કે, આ વીડિયો વાઈરલ કેવી રીતે થયા.
આ પણ વાંચોઃ Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે
ભાજપે ચુપ્પી સાધી
હાલ, આ મામલે ભાજપે ચુપ્પી સાધી છે. ભાજપ સંગઠન તરફથી આ વિશે કોઈ નિવેદન સામે નથી આવ્યું. વળી, વિપક્ષી પાર્ટી સપા, બસપા અને કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષે આ ઘટના બાદ સમગ્ર પાર્ટીને જ કટઘરામાં લાવીને ઊભી રાખી દીધી છે. આખા કાંડ પર અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ભાજપના નેતા અને તેમના પરિવારજનોના કુકૃત્યોના ખુલાસાની કડીમાં મૈનપુરીથી 130 વીડિયોનો મહાભાંડાફોડ, ભાજપના કુખ્યાત કર્ણાટક કાંડને ટક્કર આપી રહ્યું છે. આ ખુલાસો તો મૈનપુરીના ભાજપના ઘરેથી જ થયો છે, તેથી તેનો આરોપ ભાજપની આઈટી સેલ વિપક્ષ પર નહીં નાંખી શકે. આ જ સ્થિતિ રહી તો મહિલાઓ ભાજપના પડછાયાથી પણ ભાગશે અને ભાજપની મહિલા વિંગમાં ખામોશી છવાઈ જશે. કોઈપણ મહિલા પોતાના માન-સન્માનની ચિંતા કર્યા વિના ભાજપથી દૂર રહેશે અને તેમના પરિવારજનો પણ તેમને ભાજપથી દૂર રાખશે. જનતાને હવે સમજ પડી કે, જ્યારે ભાજપ ‘પાર્ટી વિથ એ ડિફરેંટ’ કહે છે તો કયા ડિફરેંટની વાત કરે છે. આ ક્ષેત્રમાં ભાજપનો મુકાબલો કોઈ ન કરી શકે અને ન આ મામલે કોઈએ ભાજપનો મુકાબલો કરવો જોઈએ. આ ક્ષેત્રની મહારત અને કાબિલિયત ભાજપને મુબારક. ભાજપના ‘નારી વંદના અભિયાન’ની આ હકીકત છે?’