gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે…’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્ર…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in Business
0 0
0
‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે…’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

JioBlackRock in Mumbai: ભારતીય અર્થતંત્ર અને ટેકનોલોજીના ભવિષ્યને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની ‘બ્લેકરોક’ના CEO લેરી ફિંક વચ્ચે ‘ઇન્વેસ્ટિંગ ફોર અ ન્યૂ એરા’ કાર્યક્રમમાં અત્યંત રસપ્રદ સંવાદ યોજાયો હતો. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે જિયો-બ્લેકરોકની સફળતાની સાથે ભારતની આર્થિક પ્રગતિનું રોડમેપ પણ રજૂ કર્યો હતો.

10 મિનિટની કાર રાઈડમાં રચાયો ઇતિહાસ

આ અંગે મુકેશ અંબાણીએ સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, ‘આ વિશાળ ભાગીદારીનો પાયો 2023માં માત્ર પાંચ મિનિટની એક કાર રાઈડમાં નખાયો હતો. મેં લેરીને માત્ર એટલું જ કહ્યું કે બ્લેકરોકે ભારતમાં પરત આવવું જોઈએ, અને તેમણે તુરંત પૂછ્યું- શું તમે મારી સાથે ભાગીદારી કરશો? અને બસ, 5 મિનિટમાં ડીલ પાકી થઈ ગઈ.’

AIથી ડરશો નહીં, તે નોકરીઓ આપશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે ફેલાયેલા ડર અંગે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘ભારત દુનિયાના કોઈ પણ દેશ કરતા ટેકનોલોજીને વધુ સારી રીતે અપનાવે છે. આપણે AIથી ડરવાની જરૂર નથી, તે નોકરીઓના નવા અવસરો પેદા કરશે.’

આ વાતમાં લેરી ફિંકે પણ સૂર પુરાવતા કહ્યું કે, ‘AI જૂની નોકરીઓ બદલશે અને નવા રોજગાર લાવશે. ભારતની મોટી વસ્તી માટે હવે AI વિકાસનું એન્જિન બનશે.’

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 2 - image

બેંકમાં નહીં, બજારમાં પૈસા વધે છે: રોકાણનો મંત્ર 

આ કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ ભારતીયોને ‘કમ્પાઉન્ડિંગ’ (નફા પર નફો) ની તાકાત પણ સમજાવી હતી. તેમણે કહ્યું કે ‘બેંક ખાતામાં સાધારણ વ્યાજ પર પડેલા પૈસા કમ્પાઉન્ડિંગ નથી. શેરબજારમાં લાગેલા પૈસા જ અસલી કમ્પાઉન્ડિંગ છે. અમારું લક્ષ્ય છે કે, ભારતીયોની દાયકાઓ જૂની બચત જે ‘બિનઉત્પાદક’ રહી છે, તેને જિયો-બ્લેકરોક દ્વારા કમાણીમાં ફેરવવી. આ ઉપરાંત અમે બ્લેકરોકની ‘Aladdin’ ટેકનોલોજી દ્વારા માત્ર ₹350 પ્રતિ વર્ષના દરે નિષ્ણાતોની સલાહ ઉપલબ્ધ કરાવીશું.’

ભારતમાં પેદા થશે 100 નવી ‘રિલાયન્સ’

ભારતીય સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ પર ગર્વ વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ ભવિષ્યવાણી કરી કે, ‘આવનારા સમયમાં હું દેશમાં 100 નવી રિલાયન્સ જેવી કંપનીઓ બનતી જોઈ રહ્યો છું. ભારતની નીતિઓ સ્થિર છે અને આગામી દાયકા સુધી ભારત 8% થી 10% ની ઝડપે વૃદ્ધિ કરશે.’

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 3 - image

માત્ર 6 મહિનામાં ₹13,700 કરોડની એસેટ્સ

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બ્લેકરોકનું આ સાહસ (Jio BlackRock) અત્યંત સફળ રહ્યું છે. તેના લોન્ચિંગના 6 મહિનામાં જ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) ₹13,700 કરોડને પાર કરી ગઈ છે. બેન્કર કે.વી. કામતના મતે આગામી 5 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ બમણો થઈ જશે. આ દરમિયાન લેરી અંતમાં જણાવ્યું કે, ‘ભારતનું અર્થતંત્ર તો માત્ર શરૂઆત છે અને ભારત અત્યારે દુનિયામાં ટેકનોલોજી સાથે પ્રયોગ કરવા માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ દેશ છે.’

નોંધનીય છે કે, જુલાઈ 2023માં રિલાયન્સ અને બ્લેકરોકે 50:50ના જોઈન્ટ વેન્ચરની સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં બંને કંપનીએ 150 મિલિયન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્યાર પછી 27 મે, 2025ના રોજ SEBI તરફથી મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે મંજૂરી મળ્યા બાદ, આ કંપનીઓએ ભારતીય રોકાણકારોને સસ્તા અને ટેકનોલોજી આધારિત રોકાણના સાધનો પૂરા પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. 

‘AIથી ડરો નહીં, તે નવી નોકરીઓનું સર્જન કરશે...’ મુકેશ અંબાણીએ જણાવી જિયો-બ્લેકરોકની ભાગીદારીની રસપ્રદ વાત 4 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય | …

ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય | ...

છોટા ઉદેપુર: ભીલપુર ગામે 15 વર્ષથી નાના ભૂલકાઓ કાચી આંગણવાડીમાં બેસવા મજબૂર, લાઈટ પણ નથી | Chhota Ud…

છોટા ઉદેપુર: ભીલપુર ગામે 15 વર્ષથી નાના ભૂલકાઓ કાચી આંગણવાડીમાં બેસવા મજબૂર, લાઈટ પણ નથી | Chhota Ud...

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ: આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ, જાણો છેલ્લી તારીખ | Class…

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ: આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ, જાણો છેલ્લી તારીખ | Class...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene…

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene…

4 months ago
દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead

દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead

5 months ago
વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

3 months ago
વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News