gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCનો વધુ એક ‘યુ ટર્ન’: અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
AMCનો વધુ એક ‘યુ ટર્ન’: અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના 16 બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ તુરંત જ યુ-ટર્ન લેવો પડ્યો છે, જેના કારણે સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચેના તાલમેલનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. AMCની આ ઉતાવળ અને ગેરસમજના કારણે અમદાવાદની જનતા પરેશાન થઈ રહી છે.

ઉતાવળમાં બોર્ડ લગાવી દીધા, પછી નિર્ણય મોકૂફ રાખ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેઉપાડે શહેરના 16 મહત્ત્વના બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ, કેટલાક બ્રિજ પર બોર્ડ લગાવી પણ દેવાયા. પરંતુ આ બોર્ડ એવી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા કે તે સહેલાઈથી કોઈના ધ્યાન પર આવે નહીં. 

આ બોર્ડ લાગ્યા બાદ ભારે વિવાદ થતાં AMCને આ નિર્ણય પરથી પલટી મારવી પડી હતી અને સત્તાવાર રીતે એવું કહેવું પડ્યું હતું કે, “અત્યારે આ નિર્ણયનો અમલ કરવામાં આવશે નહીં.” આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે, કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા વિભાગો વચ્ચે પૂરતું સંકલન કરવામાં આવ્યું નહોતું.

AMCનો વધુ એક 'યુ ટર્ન': અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ્રજા ત્રાહિમામ! 2 - image

AMCમાં સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ

બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ મુદ્દે જ્યારે AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો, અને કહ્યું હતું કે, “બ્રિજ પર બોર્ડ લગાવવા અંગે કમિટીને કોઈ જાણ જ નથી, કદાચ કમિશનરે લગાવ્યા હશે.” સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એકબીજાને ‘ખો’ આપવાની આ વૃત્તિથી સ્પષ્ટ થાય છે કે, વિભાગના ચેરમેન અને અધિકારીઓ વચ્ચે સદંતર તાલમેલનો અભાવ છે, અને એમાં પ્રજાનો ‘ખો’ નીકળી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત

હાઈટ બેરિયર્સ મૂકવાનો નિર્ણય પણ મોકૂફ

શહેરના 16 બ્રિજ પર પ્રતિબંધ મુકવાની સાથે ત્યાં હાઈટ બેરિયર્સ મૂકવાની પણ મોટે ઉપાડે જાહેરાત કરાઈ હતી. જેનું પણ ફારસ થયું છે. અને હાલ ટેન્ડર મંગાવ્યા હોવાથી નિર્ણય મોકૂફ રાખી હોવાનું AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું. જો નિર્ણ મોકૂફ રખાયો હોય તો પછી ગાંધી બ્રિજ પાસે હાઈટ બેરિયર્સનો સામાન કેવી રીતે પહોંચી ગયો તે પણ એક મોટો સવાલ છે.

AMCનો વધુ એક 'યુ ટર્ન': અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ્રજા ત્રાહિમામ! 3 - image

હાઈટ બેરિયરનો સામાન કે વીજળીના થાંભલા?

સંકલનના અભાવનો બીજો મોટો કિસ્સો ગાંધી બ્રિજ પાસે જોવા મળ્યો છે. બ્રિજની બાજુમાં ભારેખમ લોખંડનો સામાન (જે સ્પષ્ટપણે હાઇટ બેરિયર માટેનો હોય તેવું જણાય છે) મૂકવામાં આવ્યો છે. આ અંગે જ્યારે R&B કમિટીના ચેરમેન જયેશ પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો: “બ્રિજ પાસે પડેલો આ લોખંડનો સામાન બેરિયર માટેનો નહીં પણ લાઇટિંગના સ્ટ્રક્ચર માટેનો છે.”

AMCનો વધુ એક 'યુ ટર્ન': અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ્રજા ત્રાહિમામ! 4 - image

ટ્રાફિક જામની સમસ્યા વકરી, ભારે વાહનો દંડના ડરથી પરત ફરે છે

AMCની આ અવ્યવસ્થાના કારણે સામાન્ય લોકો અને અનેક ભારે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજ પર લાગેલા બોર્ડ વાંચીને ડરના માર્યા અનેક ભારે વાહનો બ્રિજના પ્રવેશદ્વાર પાસેથી જ પાછા ફરવા મજબૂર બન્યા છે. વાહનચાલકોને ડર છે કે જો તેઓ બોર્ડની અવગણના કરીને બ્રિજ પર જશે તો બ્રિજ પર કે સામેની તરફ ઊભેલી પોલીસ તેમને મોટો દંડ ફટકારશે.

AMCનો વધુ એક 'યુ ટર્ન': અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ્રજા ત્રાહિમામ! 5 - image

ભારે વાહનો પાછા ફરતા હોવાને કારણે આસપાસના વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ અચાનક વધી ગયું છે, જેને લીધે અન્ય વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.

AMCના ઉતાવળિયા નિર્ણયો અને સત્તાધીશો તેમજ અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે શહેરમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન નક્કર નિર્ણય લેતા પહેલાં પૂરતી તૈયારી કરે, જેથી વારંવાર યુ-ટર્ન લેવાની અને પ્રજાને હેરાન કરવાની સ્થિતિ ન સર્જાય.

આ પણ વાંચો: અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
પશ્વિમઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ૩૯૭વાહનો કાર્યરત રહેશે | 397 vehicles will be operational for d…

પશ્વિમઝોનમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ૩૯૭વાહનો કાર્યરત રહેશે | 397 vehicles will be operational for d...

પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી | f…

પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી | f...

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ …

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંમર વધારે હોવાની શંકા, પોલીસે ઓસિફિકેશન ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો | Suspecting age …

ઉંમર વધારે હોવાની શંકા, પોલીસે ઓસિફિકેશન ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો | Suspecting age …

5 months ago
IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

3 months ago
VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત | Four Dea…

VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત | Four Dea…

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News