gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in Business
0 0
0
BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NPCI Launch BHIM 3.0 with New Features: ધી નેશનલ પેયમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા BHIM 3.0 ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ઇન્ડિયાની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં આ એક ખૂબ જ મોટી ક્રાંતિ છે. BHIMના લેટેસ્ટ અને અપગ્રેડેડ વર્ઝનમાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી યુઝર્સ માટે UPIનો ઉપયોગ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહેશે. તેમજ નાણાકીય બાબતોનો વધુ સારી રીતે અને ચોક્કસપણે વ્યવહાર કરી શકાશે.

BHIM 3.0ના મુખ્ય ફીચર્સ

  1. ફેમિલી મોડ: આ ફીચરની મદદથી યુઝર તેના ફેમિલી મેમ્બરને જોડી શકશે. તેમ જ ફેમિલી મેમ્બર્સ વચ્ચેના ખર્ચાને મોનિટર કરી શકશે અને કયા ખર્ચનું પેમેન્ટ કોણે કરવું તે પણ જણાવી શકશે. આ ફીચરની મદદથી ઘરનું બજેટ ખૂબ જ સારી રીતે ચલાવી શકાય છે અને ખોટા ખર્ચા પર કંટ્રોલ પણ લાવી શકાય છે.
  2. ખર્ચને સરખા ભાગે વહેંચવા: યુઝર્સ તેમના બિલ અને ખર્ચને ફ્રેન્ડ્સ અને સાથી કર્મચારીઓ વચ્ચે પણ સરખા ભાગે વહેંચી શકશે. ટ્રાવેલ, ડિનર પર અથવા તો શોપિંગ જેવી કોઈ પણ વસ્તુ માટે યુઝર્સ હવે તેમના ખર્ચને સરખા ભાગે વહેંચી શકશે તેમ જ સીધા પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકશે. આ માટે હવે કોઈ થર્ડ-પાર્ટી ઍપ્લિકેશન અથવા તો કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે.
  3. ખર્ચાઓનું લિસ્ટ: આ ઍપ્લિકેશનમાં એક ડેશબોર્ડ આવશે. એમાં તમામ ખર્ચાઓને વિવિધ કેટેગરીમાં ઓટોમેટિક વહેંચી દેવામાં આવશે અને ત્યાર બાદ એક ચાર્ટ દ્વારા એને યુઝર્સ સમક્ષ રજૂ કરવામાં આવશે. એનાથી યુઝર્સ તેમના ખર્ચ કરવાની પેટર્નને વધુ સારી રીતે સમજી શકશે અને ખર્ચા પર કંટ્રોલ લાવી શકશે.
  4. આસિસ્ટન્ટ: આ ઍપ્લિકેશનમાં એક બિલ્ટ-ઇન ટાસ્ક આસિસ્ટન્ટ ઍલર્ટ રાખવામાં આવ્યું છે. યુઝરના જેટલા પણ બાકી બિલ હશે અથવા તો UPI લાઇટમાં ઓછું બેલેન્સ થઈ ગયું હશે વગેરે જેવા મહત્ત્વના પેમેન્ટ વિશે યુઝર્સને યાદ કરાવતું રહેશે.
  5. BHIM વેગા: આ એક વેપારીઓ માટેનું ટૂલ છે. આ ટૂલમાં બિલ્ટ-ઇન પેમેન્ટ સિસ્ટમ છે, જેની મદદથી વેપારીઓના પ્લેટફોર્મ પર જ પેમેન્ટ કરવામાં આવે છે. આ માટે કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ સિસ્ટમની જરૂર નથી પડતી.

15 ભાષાનો સપોર્ટ

BHIM 3.0માં ઘણી ભાષાનો સપોર્ટ કરવામાં આવ્યો છે. ભારત એક એવો દેશ છે, જેમાં દરેક રાજ્યમાં અલગ-અલગ ભાષાનો ઉપયોગ થાય છે. આથી BHIM 3.0માં 15 ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરેક ભાષાને કારણે કોઈ પણ વ્યક્તિ આ સર્વિસનો ઉપયોગ સરળતાથી કરી શકશે. આથી એક વ્યક્તિ કોઈ અન્ય ભાષામાં પેમેન્ટ કરશે, તો સામે વાળી વ્યક્તિની ભાષા અલગ હશે, તો પણ એ કરી શકાશે.

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત 2 - image

ધીમા ઇન્ટરનેટમાં પણ ચાલશે

BHIM 3.0ને ઓછા કવરેજવાળી, એટલે કે ધીમા ઇન્ટરનેટમાં પણ ખૂબ જ સરળતાથી ચાલે એ રીતે બનાવવામાં આવી છે. ઘણી વાર ઇન્ટરનેટ ધીમું હોવાને કારણે પેમેન્ટ એરર આવે છે, પરંતુ BHIM 3.0માં હવે એ પ્રકારની એરર નહીંવત્ જોવા મળશે. પરિણામે ઓછા ઇન્ટરનેટ કવરેજવાળા વિસ્તારમાં રહેતા યુઝર્સ પણ સરળતાથી પેમેન્ટ કરી શકશે.

ડિજિટલ પેમેન્ટ પર એની અસર

BHIM 3.0ની મદદથી શહેર અને ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ વચ્ચેનું જે અંતર છે, એ ઓછું કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે જ ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી પ્રાઇવેટ કંપનીઓને પણ ચેલેન્જ આપવામાં આવી રહી છે. આ કારણે હવે તેઓ પણ સારી સર્વિસ અને સારા ફીચર્સ દ્વારા યુઝર્સને સેવા પૂરી પાડશે. પૈસાને સરખા ભાગે વહેંચવા અને ફેમિલી મોડ જેવા ફીચર્સને લઈ સરકાર લાખો યુઝર્સ, વેપારીઓ અને બૅન્કને ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષી રહી છે. આ સાથે જ તેમાં સુરક્ષાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રી થઈ રહ્યા છે બીમાર, કારણ જાણી તમે પણ ચોંકી જશો…

ક્યારે લોન્ચ કરવામાં આવશે?

BHIM 3.0ના દરેક ફીચર્સને તબક્કાવાર રિલીઝ કરવામાં આવશે. 2025 એપ્રિલ સુધીમાં એની દરેક ફીચર્સને લોન્ચ કરી દેવામાં આવશે. યુઝર્સ તેમની BHIM ઍપ્લિકેશનને એન્ડ્રોઇડ અને એપ સ્ટોર પરથી અપડેટ અથવા તો ડાઉનલોડ કરી શકે છે. આથી એપ્રિલ સુધીમાં આ ઍપ્લિકેશનને ઘણી વાર અપડેટ કરવાની જરૂર પડી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
‘જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..’ પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા…

'જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..' પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા...

પ્રેમી સાથે ભાગેલી યુવતી વડોદરા આવતાં પરિવારજનોએ તાયફો કર્યો,યુવતી પરિવાર સાથે પરત ફરી | Girl who ra…

પ્રેમી સાથે ભાગેલી યુવતી વડોદરા આવતાં પરિવારજનોએ તાયફો કર્યો,યુવતી પરિવાર સાથે પરત ફરી | Girl who ra...

અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી | UPI down in Ind…

અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી | UPI down in Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c…

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c…

1 year ago
વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah…

વોટ ચોરો ગદ્દી છોડો : મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા રાહુલનો ટોણો | Vote thieves leave the throne: Rah…

9 months ago
ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

2 months ago
અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News