gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BMCમાં પિક્ચર હજુ બાકી છે? શિંદે અને ભાજપની ખેંચતાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની ‘ગૂગલી’, મેયર મુદ્દે ‘મહાભાર…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in INDIA
0 0
0
BMCમાં પિક્ચર હજુ બાકી છે? શિંદે અને ભાજપની ખેંચતાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની ‘ગૂગલી’, મેયર મુદ્દે ‘મહાભાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : મુંબઈની સૌથી મહત્ત્વની ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા બાદ હવે મેયર પદને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ભાજપે જીતી છે. ભાજપ, શિંદેની શિવસેના અને એનસીપીના ગઠબંધન મહાયુતિની વાત કરીએ તો આ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવીને 121 બેઠકો જીતી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, MNS, કોંગ્રેસ સહિતની વિપક્ષની પાર્ટીઓએ 106 બેઠકો જીતી છે. રસપ્રદ વાત એ છે કે, મહાયુતિએ સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં એકનાથ શિંદે ટેન્શનમાં આવી ગયા છે.

શિંદેને શિવસૈનિકો વેંચાઈ જવાનો ડર

ચૂંટણીના પરિણામો મુજબ સૌથી વધુ બેઠકો ભાજપે મેળવી હોવાથી મેયર પણ ભાજપનો જ બનવાની સંભાવના છે. બીજીતરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે, એકનાથ શિંદેની શિવસેના સાથે વાતચીત કર્યા બાદ જ મેયરની ચૂંટણી યોજવામાં આવશે. ચોંકાવનારી વાત એ છે કે, સ્પષ્ટ બહુમતી છતાં શિંદેને પોતાના શિવસૈનિકો વેંચાઈ જવાનો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના કોર્પોરેટરોને તાત્કાલીક ફાઈવર સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. 

ઠાકરેના નિવેદનથી શિંદે ટેન્શનમાં

કોઈ શિવસેનાના કોર્પોરેટરોને ખરીદી ન લે તે માટે શિંદેએ પોતાના જીતેલા કોર્પોરેટરોને બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરએ પોતાના કાર્યકર્તાઓને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઠાકરે ભારતની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશન પર કંટ્રોલ ખોયા બાદ બોલ્યા હતા કે, મુંબઈમાં શિવસેના યુબીટીનો મેયર જોવો તેમનું સ્વપ્ન છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો ભગવાન ઈચ્છશે તો મારું સ્વપ્ન પુરું થશે. ત્યારે ઠાકરેના આ જ નિવેદનના કારણે શિંદના કોર્પોરેટર કેમ્પમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

…તો મહાયુતિને થશે મોટું નુકસાન

શિંદેના નેતાઓનું પણ કહેવું છે કે, શિવસેનાએ સાવચેતીના ભાગરૂપે જીતેલા કોર્પોરેટરોને હોટલમાં શિફ્ટ કર્યા છે, જેથી તેઓને પાર્ટી બદલવાથી અટકાવી શકાય. એમ પણ બંને ગઠબંધનની બેઠક જીતવાનો આંકડો નજીક છે. મેયરની ચૂંટણી પણ ટૂંક સમયમાં યોજાવાની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, શિંદેએ તમામ જીતેલા 29 કોર્પોરેટરોને ત્રણ દિવસ સુધી પાંચ સિતારા હોટલમાં રાખવામાં આવશે. શિવેસનાને ડર છે કે, ઉદ્ધવની શિવસેના યુબીટી શિવસેનાના કોર્પોરેટરોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી શકે છે. જો શિંદેના કોર્પોરેટરો પલટી મારશે તો આવી સ્થિતિમાં મહાયુતિને મોટું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : બંગાળમાં 15 વર્ષના ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય… સિંગુરથી વડાપ્રધાન મોદીનો હુંકાર

ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ !

બીજીતરફ મેયર પદને લઈને ભાજપ અને શિવસેના સામે-સામે આવી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ મેયર પદને લઈ અઢી-અઢી વર્ષના કાર્યકાળની માંગ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બીએમસીમાં મહાયુતિ ગઠબંધનમાં ભાજપ બાદ સૌથી વધુ શિવસેનાએ 29 બેઠકો જીતી છે, જેના કારણે શિંદેએ મેયર પદ પર દાવો ઠોક્યો છે. શિવસેનાની માંગ છે કે, બીએમસીમાં ભાજપ અને શિવસેનાનો મેયર અઢી-અઢી વર્ષ સુધી કાર્યકાળ સંભાળે. જોકે આ મુદ્દે ફડણવીસે સ્પષ્ટ કહ્યું છે કે, મેયર પદને લઈ શિવેસના સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

BMC ચૂંટણીની ગણતરી

બીએમસીમાં કુલ સભ્યોની સંખ્યા 227 છે, જ્યારે બહુમતીનો આંકડો 114 છે. મહાયુતિના સાથી પક્ષ ભાજપે 89, એકનાથ શિંદેની શિવસેનાએ 29, અજિત પવારની NCPએ ત્રણ બેઠકો જીતી છે. આમ ગઠબંધને કુલ 121 બેઠકો જીતી છે. એટલે કે ગઠબંધન બુહમતીના આંકડાથી સાત બેઠકો વધુ જીતી છે. બીજીતરફ વિપક્ષની પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 65, રાજ ઠાકરેની MNSએ 6, કોંગ્રેસે 24 બેઠકો સહિત વિપક્ષે કુલ 106 બેઠકો જીતી છે, જે બહુમતીના આંકડાથી આઠ બેઠકો દૂર છે. આવી સ્થિતિમાં BMCમાં હજુ પણ મોટો ખેલ થવાની સંભાવના છે.

જો 15-20 કોર્પોરેટર પક્ષ પલટો કરશે તો….

BMC ચૂંટણીના ગણિત મુજબ… જો શિંદેના 15થી 20 કોર્પોરેટર પક્ષ પલટો કરે તો મહાયુતિ સાથે મોટો ખેલ થઈ શકે છે. અત્યાર સુધી શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથે મળીને બીએમસી પર રાજ કર્યું હતું. ઉદ્ધવની શિવસેનાનો બીએમસીમાં છેલ્લા 25 વર્ષ સુધી રાજ કર્યું છે. આ જ કારણે શિંદેની શિવસેના અઢી વર્ષના કાર્યકાળની માંગ કરી રહ્યું છે. પરંતુ ભાજપે વધુ બેઠકો જીતી હોવાથી એવું લાગી રહ્યું છે કે, ભાજપ શિંદે જૂથની વાત નહીં માને.

આ પણ વાંચો : BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
‘બંગાળના લોકો પર દુશ્મની કાઢી રહી છે TMC’, સિંગુરથી વડાપ્રધાન મોદીનો મમતા સરકાર પર પ્રહાર | PM Modi …

'બંગાળના લોકો પર દુશ્મની કાઢી રહી છે TMC', સિંગુરથી વડાપ્રધાન મોદીનો મમતા સરકાર પર પ્રહાર | PM Modi ...

Explainer: સિંગુરમાં મમતાનું ઉગ્ર આંદોલન અને નેનોની વિદાય… 18 વર્ષ પછી એ જ ધરતી પર PM મોદીની જનસભા…

Explainer: સિંગુરમાં મમતાનું ઉગ્ર આંદોલન અને નેનોની વિદાય... 18 વર્ષ પછી એ જ ધરતી પર PM મોદીની જનસભા...

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

રિક્ષામાં લૂંટારાઓએ છરીની અણીએ મહિલાના ૧.૪૭ લાખ લૂંટી લીધા | Robbers in a rickshaw robbed a woman of…

10 months ago
VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

4 months ago
‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

2 months ago
અમરેલી: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, 1 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત | Amreli news Sav…

અમરેલી: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, 1 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત | Amreli news Sav…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News