gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | budget 2026 l…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in Business
0 0
0
Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | budget 2026 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 LIVE : ભારતની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરનારું વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ, ટેક્સપેયર્સ, ખેડૂતો અને યુવાઓ માટે આ બજેટમાં શું ખાસ હશે, તેના પર સમગ્ર દેશની નજર છે.

બજેટ 2026 Live UPDATES : 

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સંસદ પહોંચ્યા નિર્મલા સીતારમણ 

#UnionBudget2026 | Union Finance Minister Nirmala Sitharaman and MoS Finance Pankaj Chaudhary, along with their team, arrive at the Parliament. pic.twitter.com/Zxo7HDObEn

— ANI (@ANI) February 1, 2026

રાષ્ટ્રપતિ સાથે નિર્મલા સીતારમણની મુલાકાત, બજેટની કોપી સોંપી 

Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત 2 - image

11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ થશે 

આજે જે 1 ફેબ્રુઆરી છે, જે દેશની આર્થિક પ્રગતિનું પ્રતિબિંબ પાડતો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ બજેટમાં આર્થિક વૃદ્ધિ (Growth) અને નાણાકીય સંતુલન (Fiscal Balance) વચ્ચે તાલમેલ બેસાડવાનો મોટો પડકાર સરકાર સામે છે. આર્થિક સર્વેમાં આગામી વર્ષ માટે 7% ના વિકાસ દરનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરે છે.

આજે શેરબજાર ખુલશે, જાણી લો સમય 

શેર બજારના રોકાણકારોને સમય અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે NSE અને BSEએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રવિવારનું બજાર સામાન્ય ટ્રેડિંગ દિવસો જેવું જ રહેશે. આનો મતલબ છે કે તમે બજેટ ભાષણ દરમિયાન પોતાની વ્યૂહનીતિ બનાવી શેર બજારમાં સોદો કરી શકો છો.

-પ્રી-ઓપન માર્કેટ: સવારે 9:00થી 9:08 વાગ્યા સુધી

-ટ્રેડિંગનો સમય: સવારે 9:15થી 3:30 સુધી

નાણા મંત્રી કર્તવ્ય ભવન પહોંચ્યા 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કર્તવ્ય ભવન પહોંચી ગયા છે. નાણા મંત્રાલય હવે અહીં શિફ્ટ કરી દેવામાં આવયું છે. નિર્મલા સીતારમણની સાથે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ જોવા મળ્યા હતા. 

આજના બજેટનું શેડ્યૂલ:

સવારે 8:15: નાણામંત્રી નાણા મંત્રાલય પહોંચશે.

સવારે 9:00: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત અને બજેટની મંજૂરી.

સવારે 10:00: કેબિનેટ બેઠકમાં બજેટ પર અંતિમ મહોર.

સવારે 11:00: લોકસભામાં બજેટ ભાષણની શરૂઆત.

બપોરે 2:00: બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ.

ટેક્સપેયર્સ અને મધ્યમ વર્ગની અપેક્ષાઓ

સામાન્ય જનતા અને ખાસ કરીને પગારદાર વર્ગ માટે આ બજેટ ખૂબ મહત્વનું છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં બહુ મોટા ફેરફારની શક્યતા ઓછી છે, કારણ કે વર્ષ 2025માં જ ટેક્સ સિસ્ટમમાં મોટું રીસેટ કરવામાં આવ્યું હતું. છતાં, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં મામૂલી વધારો થવાની આશા છે. સરકારનું ધ્યાન ટેક્સના દરો ઘટાડવાને બદલે કર અનુપાલન (Compliance) ને સરળ બનાવવા પર હોઈ શકે છે.

રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર

વિકસિત ભારતના રોડમેપને ધ્યાનમાં રાખીને સરકાર રોજગાર યોજનાઓ પર મોટું રોકાણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ’ નો વિસ્તાર કરવામાં આવી શકે છે, જેમાં વય મર્યાદા 21-24 થી વધારીને 18-30 વર્ષ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડીગત ખર્ચ (Capital Expenditure) માં વધારો કરીને નવા રોજગારના અવસરો ઉભા કરવાનું સરકારનું લક્ષ્ય રહેશે.

ગ્રામીણ વિકાસ અને નવો રોજગાર મોડલ

સરકાર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલો મુજબ, મનરેગા (MGNREGA) ના સ્થાને નવું ‘વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન’ લોન્ચ કરવાની તૈયારી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના બજેટમાં બે આંકડામાં (Double Digit) વધારો થઈ શકે છે, જેથી ગ્રામીણ માંગને મજબૂતી આપી શકાય. PMAY-G અને ગ્રામ સડક યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવી શકે છે.

વૈશ્વિક પડકારો અને શેરબજાર

આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે અમેરિકાની ટેરિફ નીતિઓ અને ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. આજે રવિવાર હોવા છતાં, બજેટને કારણે શેરબજાર (NSE અને BSE) સામાન્ય દિવસની જેમ ખુલ્લું રહેશે અને લાઇવ ટ્રેડિંગ થશે. રોકાણકારોની નજર લોંગ-ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ના નિયમો અને રાજકોષીય ખાધના લક્ષ્યાંક પર રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરતના જાણીતા બિલ્ડરનો ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ | Gunshot Incident at…

સુરતના જાણીતા બિલ્ડરનો ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ | Gunshot Incident at...

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident ...

બજેટ પહેલા મોટો ઝટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો તોતિંગ વધારો | LPG Commercial Cylinder P…

બજેટ પહેલા મોટો ઝટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો તોતિંગ વધારો | LPG Commercial Cylinder P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragicall…

માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragicall…

2 months ago
મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

1 year ago
ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

4 months ago
ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News