gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Stray Dog Attack CCTV: સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે માત્ર સોસાયટીઓ કે જાહેર બગીચાઓ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ હજારો લોકોની ભીડથી ધમધમતી ટેક્સટાઇલ માર્કેટો સુધી પહોંચી ગયો છે. શહેરના રિંગરોડ પર આવેલી તિરુપતિ માર્કેટમાં એક માસૂમ બાળક પર શ્વાનના ટોળાએ કરેલા હુમલાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ હચમચાવી મૂકે તેવી ઘટનાને પગલે વેપારીઓ અને મુલાકાતીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે.

માતાની નજર ચૂકવી ત્રણ શ્વાને બાળકને જમીન પર ઢસડ્યો

મળતી માહિતી અનુસાર, સુરતના રિંગરોડ તિરુપતિ માર્કેટમાં ખરીદી માટે આવેલી એક મહિલા પોતાના માસૂમ બાળક સાથે પસાર થઈ રહી હતી. તે દરમિયાન મહિલાનું ધ્યાન બાળક પરથી થોડી ક્ષણો માટે હટતાં જ ત્યાં રખડતા ત્રણ શ્વાન બાળક પર તૂટી પડ્યા હતા. એકપછી એક શ્વાનોએ માસૂમ બાળકને ઘેરીને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું અને તેને રસ્તા પર ઢસડ્યો હતો. બાળકની માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના મોંમાંથી બાળકને માંડ-માંડ છોડાવી લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ભેગો કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, ‘ડૉગ ફ્રી ઝોન’ બનાવવા માગ

પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે રોજ કરોડો રૂપિયાના વેપાર અને હજારો લોકોની અવરજવર વાળા આ સુરક્ષિત ઝોનમાં કૂતરાઓનો જમાવડો મુલાકાતીઓ માટે મોટી આફત સમાન છે. તહેવારો અને જાહેર સ્થળો પર વધી રહેલા હુમલા બાદ સુરત મહાનગરપાલિકા (SMC)ની શ્વાન નિયંત્રણ કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો અને વેપારી સંગઠનો દ્વારા આ રખડતા શ્વાનોના ત્રાસને કડકાઈથી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે.

સુરતના બગીચાઓ પણ અસુરક્ષિત બન્યા

જાહેર સ્થળો પર શ્વાનનો ત્રાસ કઈ હદે વધી ગયો છે તેના ઉદાહરણો છેલ્લા બે દિવસમાં જ સામે આવ્યા છે. બે દિવસ પહેલાં પાલિકાના આ ગાર્ડનમાં મુલાકાતીના બાળક પર શ્વાને હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ જાહેર બગીચામાં પણ શ્વાનોના આખેઆખા ઝૂંડ જોવા મળતા મુલાકાતીઓ ગભરાઈ રહ્યા છે.

રામપુરામાં ઈદના 3 બકરાને મોતને ઘાટ ઉતાર્યા

શહેરમાં રખડતા શ્વાન એટલા હિંસક બન્યા છે કે હવે તેઓ પશુઓનો પણ શિકાર કરી રહ્યા છે. રામપુરા વિસ્તારમાં રહેતો એક પરિવાર ઈદની કુરબાની માટે બકરા લાવ્યો હતો. રાત્રિના સમયે રખડતા શ્વાનોના ટોળાએ વાડામાં બાંધેલા બકરા પર હુમલો કરી દીધો હતો અને ત્રણ બકરાને ફાડી ખાતા તેના મોત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | peopl…

વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | peopl...

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા...

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

2 weeks ago
‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …

‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …

8 months ago
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

3 months ago
‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s…

‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News