
Indigo Crisis Update: ઇન્ડિગો એરલાઇન્સ છેલ્લા પાંચ દિવસથી ગંભીર કામગીરીમાં અવરોધોનો સામનો કરી રહી છે, જેના પરિણામે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરિસ્થિતિ વધુ વણસી જતાં, ઉડ્ડયન નિયમનકાર DGCA એ શનિવારે કડક વલણ અપનાવ્યું, ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણ જણાવો નોટિસ ફટકારી, તેમને 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે.
DGCA એ કારણ જણાવો નોટિસ પાઠવી
DGCAએ તેની નોટિસમાં જણાવ્યું હતું કે, વ્યાપક ફ્લાઇટ વિલંબ અને રદ થવાથી એરલાઇનના આયોજન, દેખરેખ અને સંસાધન વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓ સ્પષ્ટપણે દેખાય છે. નિયમનકારના મતે, વિક્ષેપનું મુખ્ય કારણ એરલાઇન દ્વારા નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા) નિયમો માટે સમયસર યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા છે.










